SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૫૯ વૈવિધ્ય દષ્ટિગત થાય છે, તે ઉપરથી તેમની બહુરૂપતા અનાયાસ સિદ્ધ થઈ જાય છે. આ સમજણસુત્રને આગળ લંબાવીએ છીએ તો માં ભગવતી દુર્ગાનાં ત્રણ સ્વરૂપો--મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પ્રત્યક્ષ થઈ ઊઠે છે. આગળ જતાં, આ ત્રણ સ્વરૂપોમાંથી જ ગુણકર્માનુસાર સેંકડો અને હજારો શકિતસ્વરૂપો દષ્ટિગોચર થાય છે. માં ભગવતી દુર્ગાના સેંકડો સ્વરૂપોને 'દુર્ગાસપ્તશતી” નામના ગ્રંથમાં વિભૂતિઓના રૂપે ચિત્રિત કરવામાં આવ્યાં છે. તેમાંનાં ભગવતી મહાલક્ષ્મી દેવીને સ્થિતિકર્તી રૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ દેવીને વૈષ્ણવી શકિત” પણ ગણવામાં આવે છે. આ ભગવતી મહાલક્ષ્મી દેવીને જ અપરના તંત્રાગમ સાહિત્યગ્રંથોમાં 'પદ્માવતી' કહી સંબોધવામાં આવી છે. પરિણામે, જ્યારે સ્થિતિરૂપ ફળપ્રાપ્તિનો મુખ્ય હેતુ હોય છે ત્યારે પદ્માવતી અનુષ્ઠાન કરવામાં આવે છે. અત્રે સ્થિતિ પદને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવાનું છે. સ્થિતિ એટલે સંસારનું પાલન-પોષણ, સંરક્ષણ, અભિવૃદ્ધિ અને સ્થિરતા અભિપ્રેત છે. વાસ્તવમાં મહાલક્ષ્મી પડામાં નિવાસ કરે છે તેથી જ તેમનું બીજું નામ કમલા પણ છે. સંક્ષેપમાં સાગર-સભૂતા પદ્મા જ પદ્માવતી છે. | ‘પદ્માવતી શબ્દની વ્યુત્પત્તિ : પાણિનીય વ્યાકરણ અનુસાર 'પદ્માવતી' શબ્દની વ્યુત્પત્તિ વિચારતા સ્પષ્ટ થાય છે કે દિવાદિ ગણ પતિ ધાતુ “પાતી ઉપરથી 'પદ્મ' પદ ઊતરી આવ્યું છે. ત્યારબાદ, ‘માજ પ્રત્યય કરવાથી “ને બદલે ‘ન્ન થઈ જાય છે. તેથી આ પદ સ્ત્રીલિંગી હોવાથી દીર્ધ બની જાય છે. આ રીતે 'પદ્માવતી' શબ્દ સંરચિત થાય છે. તેની વ્યુત્પત્તિ આ રીતે થાય છે : “પદ્યતે નર્લેપૂFધેત રૂતિ પમાં મતમ્ !', “પદ્યતે નીશિત્વ મસ્તાન પતિ ના પ મતમ્ તતિ વચા મથા: મા પાવતીતિ ' ભગવતી મહાલક્ષ્મીની પ્રાર્થના કરતાં સમયે ઉચ્ચરિત વાવમાં પણ પદ્મ નિહિત છે. માટે જ તે પદ્મ અથવા પદ્માવતી કહેવાય છે. દુર્ગાસપ્તશતી' ને 'દેવીકવચ'માં શ્લોક-૩૨માં તેમનું આલેખન આ રીતે કરવામાં આવ્યું છે : 'अन्त्राणि कालरात्रिश्च पित्तं च मुकुटेश्वरी । पद्मावती पद्मकोशे कफे चूडामणिस्तथा ।।' આ શ્લોકમાં વર્ણિત “Hવત તથા “પ્રમોશની વ્યાખ્યા કરતાં કરતાં 'ગુપ્તવતીજી' અને 'પ્રદીપજી” -- બને વ્યાખ્યાતાઓ કહે છે : “Vાં યાટ્રિપમેવ જોશો નિવાસસ્થાને áણ તરમન વાતે થતા સતી, તે રક્ષતિ પવિત્' અર્થાતુ, પાકોશમાં તેનો નિવાસ છે. હૃદયને પાકોશ કહેવામાં આવે છે. ત્યાં વિચરણ કરનાર શ્વાસની પ્રક્રિયા જ વાતાવરણની સર્જના કરે છે. તે સમયે ત્યાં વિરાજિત મહાલક્ષ્મી સર્વનું રક્ષણ કરે છે, તેને કારણે તે પદ્માવતી કહેવાયાં છે. શ્રુતિ' ગ્રંથાનુસાર હૃદયક્ષેત્ર જ પાકોશ ગણાય છે. તેથી “પપોશ પ્રતીાિં હવે પાણીમુવ ' આમ, વિભિન્ન કોશકારોએ 'પદ્માવતી' માટે ભિન્ન ભિન્ન દષ્ટિથી પર્યાય આપેલા છે. તેમાંના કેટલાંક ઉદાહરણ જોઈએ : 'શબ્દરત્નાવલી'ના સર્જકે પદ્માવતી માટે મનસાદેવી, પદ્મા તથા એક નદી-વિશેષ એવા પર્યાયો આપ્યા છે; તો 'જટાધર' કોશના સર્જક પદ્માવતીને પદ્મચારિણીના પર્યાય તરીકે રજૂ કરે છે. આ રીતે પદ્માવતી સંજ્ઞાને બહુવિધ રૂપે ગ્રહણ કરવામાં આવ્યો છે તંત્રાગમ સાહિત્યમાં પદ્માવતી-ઉપાસનાવિધિ : | ઉપાસના કહો કે ભકિત, એ સઘળું કોઈ ને કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અનુસરતું હોય છે. વૈદિક મંત્રાગમ ગ્રંથોમાં ઉપાસના-રીતિ સુવ્યવસ્થિત રીતે તથા પૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે. વળી એટલું સત્ય છે કે જ્યાં સુધી ઉપાસના-રીતિનો સાંગોપાંગ પરિચય હોતો નથી ત્યાં સુધી માત્ર મંત્ર યા યંત્ર દ્વારા કરવામાં આવતી ઉપાસના થકી સંપ્રાપ્ત ફળની યથેચ્છા પરત્વે ઓછોવત્તો સંશય રહી જતો હોય છે. જ્યાં સંશય હોય છે ત્યાં ફળપ્રાપ્તિનો આનંદ હોતો નથી. માટે જ સાધકને પોતાની સાધનાનું સમુચિત ફળ મળે, સુખ મળે તે માટે રદ્રયામલ તન્ત્રોકત' ‘દેવીરહસ્ય' ગ્રંથમાં ભગવતી પદ્માવતીની ઉપાસના-રીતિનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે; જે આ મુજબ છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy