SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૫૭ શત્રુંજય તરફ જવા સૌ સાધુઓ સાથે સંઘ કાઢવાનું નક્કી થયું. મહમ્મદશાહે સંઘપતિ થવા સ્વીકાર્યું અને શત્રુંજય સુધી તેણે સંઘપતિ તરીકે સેવા બજાવી. આ પ્રસંગે પાદશાહે રાયણવૃક્ષ નીચે બેસી જિનપ્રભસૂરિજીને વંદના કરી, ત્યારે જિનપ્રભસૂરિજીની આરાધ્યા પદ્માવતી માતાની ઉપાસનાના ફળ સ્વરૂપ પાદશાહ ઉપર રાયણમાંથી દૂધ વરસ્યું હતું. આચાર્યશ્રીએ નિર્દોષ આહાર ગ્રહણ કરી યમક, ગ્લેપ, ચિત્ર, છંદ સાથે રોજ એક સ્તોત્રની રચના કરી હતી; તેમાંથી ૭00 સ્તોત્ર આજે પ્રાપ્ત છે. જૈન સ્તોત્ર સંદોહમાં આ વાત આવે છે. તેમણે આ સ્તોત્ર તપગચ્છના શ્રી સોમતિલકસૂરિને અર્પણ કર્યા હતાં. શ્રી જિનપ્રભસૂરિએ સારસ્વતમંત્રગર્ભિત શ્રી શારદાસ્તવન અને અંબિકાદેવી સ્તુતિ પણ રચ્યાં હતાં. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઇતિહાસે જેને મહમ્મદ (તઘલખ) ગાંડો કહેલો તે શાહ પણ જિનશાસન પાસે માં પદ્માવતીની કૃપાથી નમી પડ્યો હતો. જેમ ઔષધોમાં વિવિધ મુળ, રસ, રસાયણોને વિવિધ માત્રામાં ભેળવવાથી ઔષઘ અદ્ભુત સ્વાથ્ય આપનાર બને છે તે રીતે મંત્રશકિતમાં અમુક પ્રકારના અક્ષરોનું સંકલન કરી અદ્ભુત માનસ-રસાયણ તૈયાર થાય છે. જેમ કાર્બન, હાઈડ્રોજન, ઑકસીજનના સંયોજનથી ઘણાં અલગ અલગ રસાયણો બને છે તેમ આ મંત્રોમાં વિવિધ અક્ષરોના સંકલન, લય, તાલ, સૂર, ન્યાસ દ્વારા ઉપયોગ વડે અને તેની સાથે સુયોગ્ય અલ્પાહાર વડે મંત્રની સિદ્ધિ મેળવી શકાય છે. સુયોગ્ય અલ્પાહાર અને સમ્યક શ્વાસોચ્છવાસ દ્વારા પ્રાણ શુદ્ધિ કરી, સંયમ પાળી મંત્રજાપ કરવાથી અસાથ -કષ્ટસાધ્ય રોગોનું નિવારણ શકય બને છે. મનુષ્યોમાં શીલ, સદાચાર વધે છે અને પદ્માવતી લક્ષ્મીકૃપા-સરસ્વતીકૃપા મળે છે. આ કલિકાલમાં પદ્માવતીદેવીની સાધના સફળદાત્રી છે. પારાગની ચમત્કારિ પ્રતિમા એક વખત જ્યાં સંપત્તિ અને કળા, શોર્ય અને પ્રેમ, ધર્મ અને કર્તવ્યોનો અદ્ભુત સંયોગ થયેલો. જે એક વખત ગુજરાતની પાટનગરીનું માન ભોગવતું હતું, એ ઉતર ગુજરાતના પ્રભાવશાળી પાટણ શહેરમાં બારમી સદીની ગણાતી બિરાજમાન પલાવતીજીની ઉપરોકત ફોટો હું પોતે સાંઈઠ વર્ષથી મારા પૂજાના સંગ્રહમાં રાખવું. તેમની આરાધના વર્ષોથી કરતો આવ્યો છું. આટાનું પેકેટ એક વખત માસે લઈ ગયો અને બીજીવા રસ્તામાં ગુમ થયું.. પગ પછી વર્ષોથી પ્રભાવિત થયેલી આ મૂર્તિત ફોટાનું પેકેટ હેમખેમ પાછું આવ્યું હતું ખૂબજ ચમત્કાશિ પ્રતિમા છે. – યશોદેવસૂરિ ૨હે . (૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy