SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી સુધીમાં બીજો જોયો નથી. કલ્પ એટલે મંત્રોનો સંગ્રહ-સમૂહ. તેની ઉપર શ્રી બંધુણની ટીકા બહુ પ્રચલિત છે. શ્રી મલ્લિષેણસૂરિએ નિર્મળ પ્રતિભા પ્રાપ્ત કરી તે માટે તેઓ સરસ્વતીદેવીને યશ આપે છે. સાક્ષાત વાગીશ્વરીએ તેમને વરદાન આપ્યું હતું. તેથી જ તેમને કલ્પમાં શાકત મંત્ર-તંત્રની કહેવાતી મલિન વિધિઓથી અલિપ્ત એવી નિર્મળ, પવિત્ર, નિર્દોષ વિધિસાધ્ય વિદ્યા સમાયેલી છે. પોતાના જીવન વિશે બહુ માહિતી આપતા નથી. તેમના સમયની ઇડર (ઇલદુર્ગ)માં શ્રી સંભવનાથ દિગંબર જૈન મંદિરમાં બિરાજતી પદ્માવતી દેવીની સફેદ આરસની મૂર્તિ આજે પણ વિદ્યમાન છે. શ્રી પદ્માવતી દેવીની ચતુપદિકા આલેખનાર શ્રી જિનપ્રભસૂરિ : સામાન્ય લોકોને સરળતાથી સમજાય એટલે શ્રી જિનસિંહસરીશ્વરજીના શિષ્ય શ્રી જિનપ્રભસૂરિજીએ પદ્માવતી દેવીની આરાધના-ઉપાસના તે સમયની ગુજરાતી ભાષામાં-અપભ્રંશમાં સુલભ કરી આપવા પદ્માવતી દેવીની ચતુષ્પાદિકાની રચના કરી. તે સમયે દિલ્હીમાં બલ્બનનો રાજ્યાધિકાર હતો અને ગુજરાતનો વહીવટ તેના પુત્ર મહમ્મદશાહના હાથમાં હતો. મહમ્મદશાહ સાહિત્યશોખીન હતો. તે વખતના બે મહાન કવિઓ -- અમીર ખુસરો અને અમીર હસને તેની ફારસી-ઉર્દ-ખડી બોલીની રચનાઓ તેના આશ્રયે કરી હતી તેણે ફારસી સૂફી કવિ શેખ સાદીને પણ પોતાના દરબારમાં નિમંત્રણ આપ્યું હતું. તેની સભામાં જ્યોતિષી ધરાધરે જિનપ્રભસૂરિજીની કરેલી પ્રશંસાથી તેમને મળવા ભાવના કરી. પરિણામે તેઓ જ્યારે તેમને મળ્યા ત્યારે બંને વચ્ચે કલાકો સુધી ધર્મગોષ્ઠી થઇ. તેનાથી પ્રભાવિત થઇ આચાર્યશ્રીને એક હજાર ગાયો, એક સો ઉત્તમ વસ્ત્રો, એક સો કંબલ, ઉત્તમ બગીચો, પુષ્કળ દ્રવ્ય, અગર, ચંદન આદિ આપવા માંડ્યું, જેનો સવિનય જિનપ્રભસૂરિએ અસ્વીકાર કરી, તેનું માન સાચવવા ફકત એક કંબલ ગ્રહણ કર્યું. વિવિધ ધર્મના વિદ્વાનો સાથે વિવાદનું આયોજન કરતાં તેમાં પણ શ્રી જિનપ્રભસૂરિ જીતી ગયા. આનાથી પ્રભાવિત થઈ સુલતાને જૈનો ઉપર થતા ઉપદ્રવને દૂર કરતાં ફરમાન-પત્રો કાઢી આચાર્યને સુપ્રત કર્યા. તેમ જ આદરપૂર્વક શત્રુંજય, ગિરનાર, લોધિ વગેરે તીર્થના રક્ષણ માટે ફરમાન કાઢયાં. સુલતાન દ્વારા અપાયેલા ફરમાનના આધારે તેમણે પેથડ શાહ, શાહ સહજા તથા અચળ ઠક્કરે બંધાવેલાં જિનમંદિરોનો તુર્કો દ્વારા થતો ધ્વંસ અટકાવ્યો. જૈન શાસ્ત્રોમાં દર્શાવાયેલ કાળગણના અને બલ્બનના પુત્ર મહમ્મદશાહના સમય વચ્ચે પચાસેક વર્ષનો ગાળો દેખાય છે. કદાચ આ સમયે ઉપરોકત મહમ્મદશાહ નહિ પણ રાજા ગ્યાસુદ્દીન તુઘલખનો પુત્ર મહમ્મદ તુઘલખ હોવાનું જણાય છે. તે ગાંડો કહેવાતો છતાં પાછળથી જિનશાસનને આદર આપનાર હોઈ તેટલું તેનામાં ડહાપણ પણ જણાય છે. પદ્માવતી માતાની કૃપા થતાં તેણે દિલ્હીમાં મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. તેનું મંદિર નિર્માણ કરવા અઢળક દ્રવ્યનો સદ્વ્યય કર્યો હતો. આચાર્યશ્રી પાસેથી ધર્મલાભ લેવા માટે તેઓ રોજ તેમને મહેલે બોલાવતા. પરંતુ રોજ ચાલીને આવતાં આચાર્યશ્રીને પડતું કષ્ટ જોઈ તેણે પોતાના મહેલ પાસે એક નવી સરાય (ધર્મશાળા) કરાવી. તેનું નામ ભટ્ટારક સરાય રાખ્યું અને શ્રાવકો સહિત આચાર્યશ્રીને ત્યાં રહેવા વિનંતી કરી. ત્યાં જ શાહે પૌષધશાળા અને મહાવીર પ્રભુનું ચૈત્ય બંધાવ્યું. આચાર્યશ્રીએ મહમ્મદશાહને વિજય યંત્ર ભેટ આપ્યો. માં પદ્માવતીજીની કૃપાથી તેનો પ્રભાવ પ્રત્યક્ષ બતાવ્યો. શાહ ત્યારે ગુર્જર દેશ જતાં રસ્તે પડાવ નાખી બેઠા હતા. શાહની પ્રાર્થનાથી આચાર્યશ્રીએ વડને ચલાવ્યો અને ફરી પાછો વાળ્યો હતો. શ્રી જિનપ્રભસૂરિએ પોતે રચેલા 'વિવિધતીર્થકલ્પ'માં તથા કન્યાનમનીય મહાવીર પ્રતિમા કલ્પ'માં તેમ જ શ્રીસિહતિલકસૂરિના આદેશથી રચેલા 'કન્યાનય મહાવીર કલ્પ પરિશેપ'માં આ હકીકત આલેખી હોવાથી વિશ્વસનીય છે. શ્રી ચારિત્રસૂરિજીના શ્રી સોમધર્મ સં. ૧૫૦૩માં રચેલ ‘ઉપદેશ સપ્તતિકા'માં આ હકીકત પાંચમા ઉપદેશમાં જણાવી છે. પાટણમાં શ્રી જિનપ્રભસૂરિજી તપાગચ્છીય આચાર્યશ્રી સોમપ્રભસૂરિને મળવા ગયા હતા. જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy