SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ચાર ભુજાઓમાં જુદાં જુદાં આયુધો પાશ, વજ્ર, ફળ, કમળ કે શંખ, અભય, અંકુશ, અક્ષમાળા વગેરે દર્શાવતાં ચાર સ્વરૂપો છે. જ્યારે ત્રિપુરાદેવી અને ત્રિપુરભૈરવી અષ્ટભુજાધારી વર્ણવાયાં છે. તેનાં સૂર્ય, કમળ, હંસ, કુર્કુટ, સર્પ આદિ છ વાહન છે. ત્રિનેત્ર ધરાવે છે. આ દેવીની પ્રાર્થનામાં શીલ-સદાચાર પામવાની ભાવના કરાય છે. આ ઉપાસનાથી તપવાનો અધિકાર મળે છે. [ ૨૫૫ (૨) બીજા પરિચ્છેદમાં આત્મલક્ષણ અધિકારમાં શરીરશુદ્ધિ, પંચ નમસ્કાર અંગન્યાસ કરી ધ્યાન કરવાનો માર્ગ દર્શાવાયો છે. મંત્ર કયારે અને કેવી રીતે ફળે તે માટે પૂજા, અર્ચન, મંત્ર, જપ આદિ દર્શાવાયાં છે. (૩) ત્રીજા દેવીપૂજાક્રમ અધિકારમાં દિશા, કાળ, મુદ્રા, આસન, પલ્લવના ભેદ સમજીને કર્મ-ઉપાસના કરવાથી તથા જે તે કર્મ સાધના માટે બીજમંત્રો જોડવાથી જે તે કર્મ ફળે છે તે દર્શાવાયું છે. જેમકે વિદ્વેષણકર્મ માટે 'હું', આકર્ષણ માટે 'વૌપટ્', ઉચ્ચાટનમાં 'ફટ્', વશીકરણમાં 'વટ્', શત્રુવધ-સ્તંભન આદિમાં 'ધે ધે', શાંતિકર્મમાં 'સ્વાહા' અને પૌષ્ટિક કર્મમાં 'સ્વા’ પલ્લવની યોજના કરવા જણાવાયું છે. પદ્માવતી-ઉપાસના : આ ત્રીજા અધિકારમાં ઉપાસના માટે ગૃહાકાર, યંત્રો, સમય આદિ દર્શાવાયાં છે. તે માટે દશ લોકપાલની તેમજ અષ્ટ દિશા (ખૂણા સહિત)માં દેવી (જયા, વિજયા, અજિતા, અપરાજિતા, જન્મ્યા, મોહા, સ્તમ્ભા અને સ્ટભિનિ)ની સ્થાપના કરી, તેને આસનાદિ આપી, તેનું યંત્ર બનાવવાનું જણાવાયું છે. તે માટે પંચોપચાર ક્રમ અને હોમ કરવાનું વિધાન છે તથા તે તે અંગે મંત્રવિધાન પણ છે. (૪) ચોથા દ્વાદશ રંજિકા મંત્રોદ્ધાર અધિકારમાં વિવિધ રંજિકા યંત્રો દર્શાવાયાં છે, જેના દ્વારા અગાઉ દર્શાવેલ સિદ્ધિઓ મળે છે. સાચો મુનિ-સૂરિ વશીકરણ આદિ મંત્રોથી અન્યને નહિ પણ પોતાના મન-ઇન્દ્રિય, અહંકારને વશ કરી આત્મતત્ત્વનું ઉચ્ચાટન કરે છે, જેના દ્વારા કષાયો દૂર થાય છે. (૫) ક્રોધાદિ સ્તંભન યંત્ર વિચ્છેદ પરિચ્છેદમાં કમળ, ભોજપત્ર પર યંત્રો ચીતરવા-મંત્ર લખવાનું જણાવાયું છે. તેમાં દર્શાવેલ દેવીમંત્રો અને ઋષભદેવાદિના મંત્રો કરવાથી ક્રોધાદિ કષાય-પાપો દૂર થાય છે. આ ઉપરાંત બીજા પાંચ પરિચ્છેદમાં વિવિધ મંત્રો, યંત્રો અંગે જણાવ્યું છે. અચિંત્ય ચિંતામણિ શ્રી પદ્માવતી દેવીનો સાક્ષાત્કાર કરનાર શ્રી મલ્લિષણસૂરિજી ઃ દિગમ્બર જૈનાચાર્યોમાં પુણ્યસ્મરણ શ્રી મલ્લિપેણસૂરિની પ્રતિભા અપ્રતિમ હતી. તેઓ સેનગણના આચાર્ય શ્રી અજિતસેનના શિષ્ય શ્રી કનકસેનગણિના શિષ્ય શ્રી જિનસેનાચાર્યના શિષ્ય હતા. તેઓ ગારૂડ મંત્રવાદવેદી, ઉભય ભાષા કવિશેખર, ઉભય ભાષા કવિ ચક્રવર્તી, સકલાગમ તર્કવેદી, સરસ્વતી લબ્ધવરપ્રસાદ તથા યોગીશ્વર હતા. તેઓ સંસ્કૃત અને પ્રાકૃત--બંને ભાષાના જાણકાર હતા. પ્રખર વ્યાકરણશાસ્ત્રી હતા. જૈન શાસ્ત્રો તેમ જ લક્ષણશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને યોગશાસ્ત્રના પણ પ્રબુદ્ધ જાણકાર હતા. તેમણે મહાપુરાણ અને નાગકુમાર જેવાં બે મહાકાવ્યો રચ્યાં છે; અને સરસ્વતીકલ્પ (ભારતી), જ્વાલિનીકલ્પ, કામચાંડાલિની (સિદ્ધાયિકાકલ્પ), વિદ્યાનુશાસન, વજ્રપંજરવિધાન, બાલગ્રહ-ચિકિત્સા આદિની માંત્રિક રચનાઓ કરી છે. વિક્રમના અગિયારમા સૈકાના ઉત્તરાર્ધ અને બારમા સૈકાના પૂર્વાર્ધમાં તેઓ વિચરતા હતા. તેમણે ભગવાન પાર્શ્વનાથ તીર્થંકરનાં શાસનદેવી પદ્માવતી વિશે 'ભૈરવ પદ્માવતી કલ્પ' નામે એક અદ્ભુત ગ્રંથ રચ્યો છે. શૈવ અને જૈન તંત્રને એકસાથે રજૂ કરનાર આવો કોઇ ગ્રંથ આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy