SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર ] ( શ્રી પાણ્વનાથોપસર્ગહારિણી નામોની લંગાર લગાવ્યે જાવ, તો પણ એના અસલ રૂપમાં લેશમાત્ર ફરક પડતો નથી. બ્રહ્મા રૂપે તે સર્જન કરે છે, વિષ્ણુ રૂપે તે સંવર્ધન કરે છે અને શંકર રૂપે તે સંહાર કરે છે. સારા વિશ્વમાં તેનું પ્રસારણ છે. બ્રહ્માંડમાં જે ભરીભાદરી પડી છે એ જ મા પદ્માવતી જગદંબા, જગજનની મહાશકિતનું સ્વરૂપ છે. તે અનેક રૂપે હોવા છતાં નારાયણી, નર્મદા, નર્તકી, નારી, ગૌરી, વસુંધરા, વિષયા, સત્યા, કુમારી, લલના, સુન્દરી, કમલાસના, મર્યાદા, માની, માનદા, જીર્ણ, જર્જરા, નૌકા, યશોદા, કાયા, જનની, બાલિકા, વીરા, વીરમાતા, પ્રેયસી, કૃતિ, સતી ઇત્યાદિ વિવિધ રૂપે પણ વર્ણવી શકાય છે. ગમે તે નામરૂપોમાં 'મા'ને મઢો, પણ એ તો પાછી નિરાકારા, નિઃસંગા, નિરામાન્યા, નિર્વેરા. બુદ્ધિબળે કે શ્રદ્ધાભકિતસભર હૃદયે માની જાય એવા શબ્દોમાં મૂલવવા છતાં એની પાકી ઓળખાણ તો થતી જ નથી. વળી, આશ્ચર્ય પમાડે તેવું શ્રી શ્રી પદ્માવતી માનું સ્વરૂપ તો જુઓ ! કોમલા અને ક્રા, શુભંકરી અને મહાનાશિની, ભીરુ અને ભીમા, શાન્તા અને ચડ્ડી, પરસ્પર કેવાં વિરોધી લાગે છે ! સં -લન-સમતા જાળવવા બંનેની જરૂર છે. વિકાસયાત્રામાં બંનેય ઉપયોગી અને ઉપકારી છે. એ નિગ્રહ પણ કરે અને અનુગ્રહ પણ કરે ! અનંત નામ-રૂપોમાં વહેતી આ મહાશકિત પદ્માવતી ચૈતન્યધારા રૂપે માનવદેહમાં રહેલી છે, તેને કાયસ્થી-કાયામાં રહેલી કહી છે. મૂલાધારા' કહી છે. કનકાભા' - કનક જેવી આભાવાળી, તે જો મયી, કહીને 'કુપાવતી કંડલિની કુડલાકારશાયિની વર્ણવી છે. તેને એક નામ ભુજંગાકારશાયિની” પણ આપ્યું છે. તે બતાવે છે કે, શ્રી શ્રી પદ્માવતીજી અને શ્રી કુંડલિની શકિત બંને એક જ છે. શ્રી કુંડલિની શકિત માટે કહેવામાં આવ્યું છે કે તે પરબ્રહ્મસ્વરૂપિણી છે. તે મૂલાધાર કમળ ના ગર્ભમાં મૃણાલ-નલિકાની જેમ છુપાયેલી છે. તે કુંડલ આકારમાં રહે છે. તે સુવર્ણકાંતિયુકત-તેજોમય છે. તે પરમાત્માની પરમ નિર્ભય શકિત છે. તે જ નરનારીમાં જીવ રૂપે રહેલી છે. તે પ્રાણરૂપ છે. અકારથી લઈને ક્ષકાર સુધીના બધા વર્ણોનો ઉદય તેના વડે જ થાય છે. આ કુંડલિની ઓમકાર સ્વરૂપ છે. દેવી પદ્માવતીને કૈવલ્યદાયિની કહી છે. તે ચિદાનંદા ચિતસ્વરૂપા ચિતિ છે. અને જે ચિતિ છે તે જ કુલકુંડલિની છે. તે કંડલાકારે મૂલાધારમાં રહીને આપણાં બધાં જ અંગોના વ્યવહારોને નિયમબદ્ધ કરે છે. સમગ્ર સંસારનું મૂળ આ ચિતિ છે. સંસારને સહાય કરનાર ચિતિ છે. સંસાર ચિતિમાં જ વ્યાપ્ત છે. શ્રી કુંડલિની એ દિવ્ય સત્તા છે, મહાશકિત છે, પરમ ચેતના, પરમ જ્ઞાન અને પરમ સત્ય છે. પોતાની ઇચ્છાથી તે આ વિશ્વનું સર્જન કરી, તેમાં વ્યાપીને રહે છે. જગતમાં જે કાંઈ છે તે બધું જ તેનો આવિર્ભાવ છે. કશાની પણ અપેક્ષા રાખ્યા વિના તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. તે જડ અને ચેતન રૂપે અનેક રંગ, રૂ૫. આકારમાં આવિર્ભત થાય છે. અનંત રૂપોમાં તે વ્યાપેલી છે. જગત એની લીલા છે. સતત પરિવર્તનશીલ અને અનિત્ય જગતનું તે પ્રધાન કારણ છે, જે અનંત અને અવિનાશી છે. દેખાય છે ખંડમાં, પણ છે અખંડ. દેખાય છે સાંત, પણ છે અનંત. દેખાય છે વિનાશી, પણ છે અવિનાશી. પરમાત્મતત્ત્વ પરબ્રહ્મની તે અભેદાત્મક શકિત છે, અને અપાર સામર્થ્યવાળી છે. તેને શિવશકિત પણ કહેવામાં આવે છે. માનવદેહમાં કુંડલિની રૂપે રહેલી છે. માનવીનું મન જ્યારે દુન્યવી વિષયો અને અનેક પ્રકારના ભોગો તરફ વળેલું હોય છે ત્યારે તેની કુંડલિની બહિર્મુખ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy