SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ચિદાનંદા ચિસ્વરૂપા ચિતિ - કૈવલ્યદાયિની શ્રી શ્રી પદ્માવતીજી એ જ શ્રી કુંડલિની શકિત * પ્રો. કે. ડી. પરમાર વિવિધ યોગપદ્ધતિઓમાં રાજયોગ, હઠયોગ, નાદયોગ, લયયોગની જેમ કુંડલિનીયોગ પણ પ્રસિદ્ધ છે. સર જ્હોન વુડરોફ, મહામહોપાધ્યાય ગોપીનાથજી કવિરાજજી (ડી.લિટ્), પૂ. શ્રી કરપાત્રીજી મહારાજ, પૂ. શ્રી આનંદમયી મા - આ સર્વ કુંડલિનીયોગના સિદ્ધો તરીકે દેશવિદેશમાં પ્રખ્યાતિ પામ્યા છે. પ.પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા પણ આ યોગના ઊંડા રહસ્યવિદ્ હતા. અધ્યાત્મયોગી પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના સત્સંગથી પરિચયમાં આવી, જીવનના રાહ અને ચાહ બદલાવી, અતલ ઊંડાણમાં રહેલાં પરમ તત્ત્વોની શોધ કરતાં આ સાધક લેખક મહાશયે એ ગહન તત્ત્વનું અત્રે સ-રસ નિરૂપણ કર્યું છે. લેખકશ્રી હિંદુ તત્ત્વજ્ઞાન પ્રમાણે માતા પદ્માવતીને ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની મહાશકિત માને છે; દેહમાં રહેલ કુંડલિની શકિતને પણ માતા પદ્માવતી રૂપે માનવાનો અનુરોધ કરે છે. આ વિચારણા એક આરાધકને પ્રાપ્તવ્યની ખૂબજ નજીક લઇ જાય છે. સાધન છે, સાધના છે; સાધ્યની પ્રાપ્તિ કરીએ તો જરૂર સાક્ષાત્કાર થાય. – સંપાદક સમસ્ત બ્રહ્માંડના સંચાલનમાં કોઇક વ્યાપક શકિત નિયમિત રીતે કાર્ય કરી રહી છે. આ શિંકત અગોચર છે, અદશ્ય છે; છતાં તેનું કાર્ય નજરોનજર જોવા મળે છે. તે કિતને જગતના જુદા જુદા ધર્મોએ જુદાં જુદાં નામોથી નવાજી છે, શબ્દોથી સંબોધી છે, આકારોમાં ગોઠવી છે, મૂર્તિઓમાં કંડારી છે, વિચારોમાં વણી છે. વિવિધતા, વિચિત્રતા અને વિષમતામાં છલકાતી આ શિકતનું સ્વરૂપ ગૂઢ અને અગમ્ય રહ્યું છે. જગત અને જીવન એનો જ આવિષ્કાર છે. આંતરબાહ્ય એ જ છે. અનંત રૂપોમાં એ સર્વત્ર છે; છતાં પુરુષ-પ્રકૃતિ અને નર-નારી - આ બંને પ્રકાર સર્વત્ર વ્યાપ્ત છે. કિનારા બે છે, પણ નદી તો એક જ વહે છે. જીવનધારા પણ પરસ્પર બે અંતરે વહે છે. જ્યાં સમતા, સંતુલન ટકે છે ત્યાં જ આ પરાત્પર શકિતનો સાક્ષાત્કાર છે. આખરે તો આ એકની જ લીલા છે. ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં' એ જ આ મહામહિમાશાળી શકિતની લીલાનો પરિચય છે. એનાં રૂપ નોખાં, નામ નોખાં અને કામ પણ નોખાં, છતાં એ એની એ જ. પાણીથી કાદવ થાય અને પાણીથી કાદવ ધોવાય. શકિતથી ભવચક્ર ચાલે અને શકિતથી ભવચક્રનો અંત આવે. દુર્ગતિનો નાશ કરે તેથી દુર્ગા, કાળનો વિનાશ કરે તેથી કાળી, એ જ ઉમા, રમા, રાધા, તારા, બ્રહ્માણી, ગીતા, ગાયત્રી, સીતા, સાવિત્રી, ગંગા, ગોદાવરી, મંગલા, મહાલક્ષ્મી, પૂતના, પદ્મિણી, પદ્માવતી, ત્રિપુરા, ત્રિપુરસુંદરી, ચન્દ્રલેખા, ચક્રેશ્વરી, કામદા, કાલરૂપિણી, વાણી, વિદ્યા, વર્ષા, દારા, દુર્ગતિનાશિની; Jain Education International [ ૨૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy