SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ]. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી ગ્રીસમાં લઈ ગયા હતા. મુંડકોપનિષદ”માં તેની અસર સ્પષ્ટ વર્તાય છે. ભગવાન પાર્શ્વનાથનાં શાસનદેવી પદ્માવતીનો થોડો પરિચય મેળવીએ. પૂર્વકર્મક્ષય કરવામાં વ્યાપ્ત મદદ કરનાર પદ્માવતીદેવીનું ચિત્ર કે શિલ્પ લગભગ ઘણાં જૈન દેરાસરોમાં ચીતરેલું કે કંડારેલું હોય છે. બનારસમાં પણ ભગવાન શ્રી પાર્શ્વનાથની જાગૃત શાસનરક્ષિકા દેવી શ્રી પદ્માવતીની દેદીપ્યમાન મૂર્તિનાં પાવક દર્શન કરી, સૌકોઈ કૃતકૃત્યતા અનુભવે છે. ૨૪ પાંખડીના પદ્મ-કમળ પર સ્થિત આ પ્રસન્નમૂર્તિ પદ્માવતીદેવી લલિતાસને બેઠેલાં છે. આ પદ્મ શેષનાગ ઉપર છે. અને એ મહાનાગની છત્રછાયામાં સ્થિત પદ્માવતીના જમણા ઉપર-નીચેના અને ડાબા ઉપર-નીચેના ચાર હાથમાં અનુક્રમે ગદા (વિકલ્પ ફળ), વરદમુદ્રા, અંકુશ અને પાશ છે; જેઓ ઇન્દ્રિયોને વિષયોના પાશથી મુકત કરી અંકુશમાં રાખી શકે છે તે નિર્વાણ જેવાં ગદૂ કહેતાં મહાફળ પામે છે. અને ફળોથી પાર વરદ સ્થિતિમાં આનંદને પામે છે. આ દેવીનાં સ્તોત્રો દ્વારા રોગનિવારણ સહજ બને છે. ૧૧મી સદીમાં અભયદેવસૂરિને જયતિહયણસ્તોત્ર ભણતાં પદ્માવતી શાસનદેવીનું ગુપ્ત પ્રાગટય થાય છે અને સર્વ રોગનું શમન થાય છે. પદ્માવતીદેવી નાગ ઉપર બેઠી છે એવું કથન પણ મળે છે, એટલે કુંડલિની શકિત-સુષા તરીકે પણ તેનો આવિષ્કાર હોઈ શકે. શ્રી પદ્માવતીદેવીને અચિંત્ય ચિંતામણિ કહેલાં છે તે પણ સૂચક છે. કારણ કે તે આપણાં સર્વમાં રહેલી કલ્યાણકારી શકિત છે. જેમને સાક્ષાત્કાર થાય તેઓ તેમને એક શકિતધારા તરીકે અનુભવી શકે, વર્ણવી શકે નહીં. જૈનોએ આ શકિતની ઉપાસના કરી પોતાના અલક્ષ્ય લક્ષ્ય માટે સંકલ્પ વડે તેનો નિખાર આવે તે માટે સોળ મહાવિદ્યાઓમાં શ્રી પદ્માવતી રાજરાજેશ્વરીને મહત્ત્વ આપ્યું છે. તે આપણા શરીર, મન, પ્રાણ અને આત્માના બનેલા આ ભુવનની - સૂક્ષ્મ શરીરની પણ અધિષ્ઠાત્રી – શકિત છે. આ શકિતઓ આપણા શરીરમાં વ્યાપ્ત છે. તેના દ્વારા જ આપણાં પંચેન્દ્રિય, (૬) મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર (૧૦) પ્રાણ (૧૧) શરીર (૧૨) સૂક્ષ્મ શરીર (૧૩) ધારણાશકિત (૧૪) ધ્યાનશકિત (૧૫) વાત્સલ્યભાવશકિત અથવા હૃદયશકિત (૧૬) અને આત્માને બળ મળે છે. તેમાં પદ્માવતી શકિત આપણી ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક યાત્રામાં મદદરૂપ બને છે. આ શકિતઓને જાગૃત કરવા માટે બે રસ્તા વિચારાયા છે : એક યંત્ર, મંત્ર, તંત્ર માર્ગ, અને બીજો તપ, ધારણા, ધ્યાન અને સમાધિ માર્ગ. મંત્રો જૈન શ્રમણો દ્વારા અદૂભુતરૂપે રચાયા છે કે બીજી સદીના આચાર્ય સમન્નુભદ્ર સ્વયંભૂ સ્તોત્રનો યોગ્ય લય, સૂર, તાલ, ન્યાસ દ્વારા પાઠ ભણી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ પ્રગટ કરી હતી. આ સ્તોત્ર દ્વારા પંચ મહાભૂતમાંથી પુદ્ગલની એકતા સધાઈ મૂર્તિ પ્રગટ થઈ હતી. જૈન પૂજાવિધિમાં એ રીતે પદ્માવતી સ્તોત્રનું મહત્ત્વ છે. તેની પંચોપચાર, ષોડશોપચાર કે ચતુઃષષ્ટી-ઉપચાર પૂજા છે. શરીરમાં એવાં સ્પંદનો જાગૃત કરાય છે કે આધિભૌતિક સિદ્ધિ-સફળતા તો મળે જ, પણ ધ્યાન માટે ધારણા સહજ બને છે. પદ્માવતીદેવીને વાંછાકલ્પદ્રુમ કહેલાં છે, તેમ છતાં આત્મહિત માટે પણ પદ્માવતીજીની મહત્તા છે. જીવ માત્ર માટે તેનું સ્તોત્ર ઉપયુકત બને છે. અધોગતિ પામેલા જીવોનો કર્મક્ષય થઈ શકે છે અને તેમને જાતિસ્મરણ થવામાં આ સ્તોત્ર મદદરૂપ બને છે. પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ પાસે એક ઉંદરને જાતિસ્મરણ થયાની વાત જાણીતી છે. તીર્થકરો કે દેવી-દેવતાઓની સાધના કરતી વખતે આપણું લક્ષ્ય કૈવલ્ય છે તેની વિસ્મૃતિ થવી ન જોઈએ, તો જ આ સ્તોત્ર સાધનાનો પારસમણિ બની રહે છે. ★ प्लावा ते अद्दढा यज्ञरूपा, अष्टादशोकनम् अवरं येषु कर्म । अतदश्रेयो ये अभिनन्दतिमूढा, નામૃત્યું તે નોવાપિ યત્તિ | (મુંડકોપનિષદ ૧-૨-૩૩) અર્થાત, યજ્ઞ વિનાશી છે, અને દુર્લભ સાધન છે. જે મૂઢ છે તે તેને શ્રેય માને છે, તેઓ વારંવાર વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પ્રાપ્ત કર્યા કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy