SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા [ ૨૪૯ ભકિત રહી છે. પ્રાચીન નગરોનાં નામ પણ શકિતપ્રેરક, સૂચક અને સ્ત્રીદર્શી રહ્યાં છે. પુરીઓ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવન્તિકા, દ્વારિકા, મિથિલા, રાજગૃહિ, વિદિશા, જગન્નાથપુરી, ત્રિપુરા, ગૌહત્તી, મીનાક્ષી, ત્રિચીનાપલ્લી, તિરુવનકોડી વગેરેમાં શક્તિધારા દેખાય છે. પ્રાચીન ઇજિપ્ત (મિશ્ર કે મિત્ર)માં સૂર્યપૂજા સાથે શકિતપૂજા હતી. સ્ફીન્કસનું સ્ત્રેણ મુખ અને પિરામીડમાંથી મળી આવેલાં ચિત્રો તેનાં સૂચક છે. ગ્રીક સંસ્કૃતિ દેવી-દેવતાઓથી ભરી છે. ભવિષ્યકથન કરનારી ડેલ્ફીમાં શકિત પ્રવેશતી. વિશ્વમાં વ્યાપ્ત ક્રિશ્ચિયન ધર્મમાં માતા મૅરીનું કરુણા કરનારી શકિત તરીકે પૂજન થાય છે. આદિવાસીઓએ લિંગ અને યોનિપૂજા કરીને તંત્રશકિતને પ્રેરણા આપી છે, પછી તે આદિવાસીઓ દક્ષિણ અમેરિકાના--મેકિસકોની મય, આઝટેક અને ઇન્કા સંસ્કૃતિ હોય, આફ્રિકાની મમ્બોઝમ્બો સંસ્કૃતિ હોય કે ભારતની દ્રવિડ સંસ્કૃતિ હોય ! વૈદિક ધર્મની શરૂઆતમાં માતૃકા પૂજાએ તેમાં સંક્રમણ કર્યું. અથર્વવેદમાં તો તિતત્ત્વનો એટલો વિકાસ થયો કે પૂજાતી ભાવમયી શકિત વાસ્તવિક હકીકત બની; મનુષ્ય અવનવી શકિતઓને આત્મસાત્ કરતો થયો. સાંપ્યદર્શને પુરુષની અધિશકિત પ્રકૃતિને વાડ્મય સ્વરૂપ આપ્યું. યોગ દ્વારા આ શિંકત સુલભ બની. યમ-નિયમ દ્વારા શરીર શુદ્ધ કરી, આસન દ્વારા પ્રાણ શુદ્ધ બનાવી, પ્રાણાયમ વડે શરીરમાં અદ્ભુત શકિતઓ વિકસાવી, પ્રત્યાહાર વડે વિષય અને ઇન્દ્રિયોમાં ભળતા મનને આત્મતત્ત્વ ત૨ફ વાળવા ધારણા-એકાગ્રતા લાવી, સંકલ્પશકિતનું અસીમ રૂપ પિછાનવા મનુષ્ય કદમ માંડયાં. ઘ્યાન દ્વારા આત્માલંબન પ્રાપ્ત થતાં અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ યોગીને ચરણે આળોટવા માંડી. સમાધિ દ્વારા તેને સમગ્ર જીવ-જગત જ્યાંથી આકાર મેળવે છે તે પરમ શકિતનો પરિચય થયો. પુરાણોએ આ શકિતને જનસુલભ બનાવવા ૧૮ પુરાણોમાં તેને સ્થાન આપ્યું. માર્કેડય પુરાણમાં સપ્ત માતૃકા દર્શાવાઈ; વળી, એટલી જ શિશુ માતૃકા મહાભારત વનપર્વ (૨૧૭.૯)માં દર્શાવાઈ છે. આદિ પર્વમાં તેની સંખ્યા ૧૮ દર્શાવાઈ છે. ગોભિલસ્મૃતિમાં ચૌદ, તો સ્કંદપુરાણમાં કાર્તિકેયની અનુચરી બત્રીસ માતૃકા દર્શાવાઈ છે. ગુપ્ત શિલાલેખોમાં માતૃકા-પૂજન દર્શાવાયું છે. દેવી ભાગવતમાં, દેવી પુરાણમાં, દેવી ઉપનિષદમાં શકિતપૂજાના સંકેત મળે છે. આસો માસની શુકલ નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિમાં શકિતસાધનાનું મહત્ત્વ દર્શાવાયું છે. ઉપવાસ-તપ-સ્તુતિ તેમાં પ્રધાનપણે કરાય છે. બાવન અક્ષર (અક્ષર = ઞ + ક્ષર = નાશ ન પામનારા)ની બાવન માતૃકા દર્શાવી આ અક્ષરો દ્વારા સ્પંદનો જગાવી શરીરમાં અદ્ભુત શિકિત ઉત્પન્ન કરવામાં આવે છે. દેવનાગરી લિપિના અક્ષરો જાણે કે શરીરમાં રહેલી શકિતના દ્યોતક-વાહક-સંયોજક-વિસ્તારક-ભાવક-ઉત્તેજક ન હોય ! તેથી જ પ્રાચીન ઋષિ-મુનિઓએ આ લિપિના બાવન મૂળાક્ષરોને 'માતૃકા' રૂપે પૂજ્યા છે. વિખ્યાત સ્થાપત્યવિશેષજ્ઞ ડૉ. સાંકળિયાએ દેવીઓની નગ્ન મૂર્તિઓને પશ્ચિમ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને ભારતના ઉત્ખનનમાં શોધાયેલી દર્શાવી છે. તેના ઉપર અન્ય આર્કિયોલોજિસ્ટ દ્વારા થયેલાં કાર્યોનાં આવાં ઉત્ખનનના અહેવાલો દર્શાવી આ મૂર્તિઓને હજારો વર્ષ પૂર્વેની દર્શાવી છે. ધાર (મધ્યપ્રદેશ), પૈઠણ (મહારાષ્ટ્ર), ચંદ્રાવલ્લી, કોલ્હાપુર, નેવાસા, ઉજ્જૈન આદિના ઉત્ખનનનો હવાલો આપી આ મૂર્તિઓને તથા માટીના રાતા પૉલિશના ટુકડાઓને - ઠીંકરાઓને ભૂમધ્યના ક્રીટ ટાપુથી જાવામાંથી મળેલ મૂર્તિઓનું અનુસંધાન દર્શાવી શકિતપૂજાની પ્રાગૈતિહાસિકતા દર્શાવી છે. સંતો કહે છે, જ્યાં મતિ પહોંચતી નથી, પણ મિત જ્યાંથી શિત મેળવી કાર્ય કરે છે તેને અચિંત્યચિંતામણિ પદ્માવતી કહે છે. દશ મહાવિદ્યાઓમાં તે શ્રેષ્ઠ ઉપાસનાની અધિષ્ઠાત્રી છે. ઇ.સ. પૂર્વે ૮૭૭માં થયેલા તીર્થંકર પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતી ગણાય છે. ઇ.સ. પૂર્વે ૭૭૭માં તેઓ નિર્વાણ પામ્યા હતા. ગ્રીસના સંત પાયથાગોરાસ ભારતમાંથી આ પાર્શ્વપરંપરાના ચતુર્યામ સત્ત્વને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy