SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૪૭ દાદા જિનકુશલસૂરિજી તથા પદ્માવતી : દાદાસાહેબ જિનકુશલસૂરિજીને પણ ભગવતી પદ્માવતીજીનું સાંન્નિધ્ય પ્રાપ્ત હતું. અર્થાત્ તેમને માટે તે સાક્ષાત્ હતાં. જયારે તેમણે અન્તિમ શ્વાસ લીધો ત્યારે તેઓ દેવી પદ્માવતીના ધ્યાનમાં મગ્ન હતા. પરિણામે તેમની ગતિ પણ ભુવનપતિ દેવગતિમાં થઈ - નહિ તો તેમની જેવા ઉત્કૃષ્ટ સંયમી સૂરિજીની સામાન્ય રીતે વૈમાનિક દેવગતિ થતી હોય છે. તેઓ અત્યારે પણ ભગવતી પદ્માવતીજીની નિશ્રામાં છે અને બંને વચ્ચે ભાઈ-ભગિની જેવો સ્નેહ પ્રવર્તે છે. દાદા જિનકુશલ પ્રગટપ્રભાવી અને ભકતવત્સલ છે. તેમના ચમત્કારો સર્વત્ર પ્રખ્યાત છે. દાદા જિનશુકલસૂરિજી શકેન્દ્રના ગુરુ સ્થાનીય ત્રાયત્રિશંક દેવેન્દ્રદેવ છે. શતાવધાની પં. ધીરજલાલ ટો. શાહ : શ્રી પદ્માવતી માતાજી પંડિત ધીરજલાલ શાહનાં પણ આરાધ્ય દેવી હતાં. તેમણે અનેક અનુષ્ઠાન કરેલાં. તેમને જીવનના કપરા સંજોગોમાં અણધારી રીતે જ માતાજી તરફથી મદદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં હતાં. આ બધી બાબતોનું વર્ણન તેમણે પોતાના ગ્રંથોમાં કરેલ છે. જો કે, હું તેમની સિદ્ધિઓ વર્ણવી વર્ણવીને આ લેખને લંબાવવા નથી ઇચ્છતો. તેમ છતાં, દાદાસાહેબના ચમત્કારોથી સંઘને ગત છસો-સાતસો વર્ષ દરમિયાન જે કંઇ લાભો થયા છે તેની પાછળ માતાજી પદ્માવતીદેવીનો હાથ રહેલો છે તે કદી ન ભૂલી શકાય તેવી હકીકત છે. યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદધનજી : શ્રી ખરતરગચ્છ મહાસંઘના પ્રમુખ અને મારા નાનાભાઇ શ્રી હરખચંદ નાહટા ગુરુદેવ શ્રી સહજાનંદઘનજી દર્શન કાજે હમ્પી ગયેલા. ત્યાં તેમણે ભગવતી પદ્માવતીદેવીનાં સાક્ષાત દર્શન કરેલાં. તેમણે પોતાનો સ્વાનુભવ આ રીતે વર્ણવ્યો છે : એક વખત હું ગુરુદેવની સાથે હમ્પીનો સકળ વૈભવ જોવા માટે ગયો. ત્યાંથી પાછા ફરતી વખતે માતંગ પર્વતની કોઇ ગુફાના દરવાજે અમે પહોંચ્યા, તો અમે જોયું કે, દરવાજે ભગવતી પદ્માવતી ઊભાં રદેવે વિનંતી કરી કે, "હે માતાજી! અમને માર્ગ આપો!” માતાજી પદ્માવતી તત્ક્ષણ અન્તર્ધા થઈ ગયાં. ગુફામાં જઇને અમે અનેક યોગીઓનાં પવિત્ર દર્શન કર્યા. એ બધાએ ભગવાં વસ્ત્રો ધારણ કર્યા હતાં. એ બધા દિવ્ય પુરુષો હતા. એ બધા જ ગુરુદેવ પાસે આવી, ભકિતભાવપૂર્વક નમસ્કાર કરતા હતા. તેમણે મને દૂધ આપ્યું. ગુરુદેવની અનુમતિ મળતાં તે દૂધ મેં પીધું. - એક વખત યુદ્ધ સમયે વિદેશી સૈન્ય આસામ તરફ આગળ ધપી રહ્યું હતું, ત્યારે કાકાજી શુમૈરાજજીએ મને ગુરુદેવને વિનંતી કરવાની સલાહ આપી કે, આસામવાસીઓના રક્ષણ માટે અને ત્યાંના વેપારીઓને બહુ વેઠવું ન પડે તે માટે કશુંક કરવા ગરદેવને વીનવવા. મેં ગુરદેવને વિનંતિ કરી. પરિણામે આક્રમણ આસામથી જ અટકી ગયું ! સૈન્ય પાછું ફરી ગયું ! ગુરુદેવે પત્રમાં લખ્યું: "વિનંતી સ્વીકારી લીધી છે. બાકી ભવિષ્યની વાત ભવિષ્ય જ જાણે !” કેટલાંક વર્ષો પહેલાં હમ્પીમાં આત્મદ્રષ્ટા માતુશ્રી ધનદેવીજીના સાન્નિધ્યમાં ધરણેન્દ્ર-પદ્માવતી સાક્ષાતુ લગભગ દસ કલાક સુધી ઉપસ્થિત રહ્યાં હતાં. ટેલિફોનથી આ સમાચાર મેળવીને સેંકડો લોકોએ તેમનો દર્શનલાભ લીધો હતો. ધરણેન્દ્ર નાગ સ્વરૂપે દર્શન દેતા હતા, અને પદ્માવતીજી તેમના કંઠમાં વિરાજમાન હતાં. હીરાનાં આભૂષણોથી સુશોભિત અને ચુંદડી સાડીના પરિધાનથી સુસજ જે મૂર્તિ આપણને ટીવી પર જોવા મળે, એવાં જ ત્યારે તેઓ દેખાતાં હતાં. જ્યારે દર્શનાર્થીઓ દિવસ આખો ભૂખ્યા-તરસ્યા દર્શનમગ્ન થઈ ઊભા રહી ગયા, ત્યારે માતાજીને ધરણેન્દ્રને બેથી ત્રણ વાર અન્તર્ધાન થઈ જવાની વિનવણી કરી. લોકોએ તેમને દૂધ પાવાની ઇચ્છા વ્યકત કરી, તો માતાજીએ કહ્યું કે, તેઓ દૂધ નહિ પીએ. પરંતુ માતાજીના રસોડામાંથી દૂધ લાવવામાં આવ્યું ત્યારે ધરણેન્દ્રએ પોતાની ફેણથી તેનો સ્પર્શ માત્ર કર્યો અને પછી તે અદશ્ય થઇ ગયા. દેવી-દેવતાઓથી કોને અને કયારે લાભ થશે તે માટે અકડમચક્રનો ઉપયોગ કરવો જોઇએ. માતાજી પદ્માવતીની કૃપાથી ઘણાને લાભ થયો છે. આ લેખ દ્વારા જેનો મેં પણ થોડોઘણો નિર્દેશ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy