SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૪૫ ઉવસગ્ગહર તીર્થ નામે વિખ્યાત છે. આજે આ તીર્થ દુર્ગથી ૧૪ કિ.મી. દૂર એક નાનકડો કો બની ગયો છે. ગામની વચ્ચે એક ઝાડની નીચે મંદિર બનાવીને લોકો પૂજા આદિ કરે છે. પરંતુ તે તીર્થ ખંડેર થઈ ગયું છે. જો કે છેલ્લાં દસેક વર્ષથી સંઘ દ્વારા આ ખંડેર બનેલા તીર્થનો પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે ત્યાં એક વિશાળ જિનાલયના ચણતરનું કામકાજ ચાલી રહ્યું છે. ઉગના નામના ગામેથી એક પુરાતન પ્રતિમા પણ મળી આવી છે. નગપુરા ખાતેની મૂર્તિ પણ આજેય તે વૃક્ષ નીચેના મંદિરમાં બિરાજમાન છે. અન્ય સ્થળોએથી પણ બીજી મૂર્તિઓ આવી ગઈ છે. યાત્રા-સંઘના આવવા-જવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ધરણેન્દ્ર-પદ્માવતીના ચમત્કારોની અનેક ઘટનાઓ સંભળાવા લાગી છે. તીર્થના પુનરુદ્ધારનો સમય પૂરો થવામાં છે. કિન્નર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું સ્તવન ગાઈ રહ્યો હતો. એ સ્તવનનો મુખ્ય સૂર એવો હતો કે, પદ્માવતીથી સેવિત એવા શ્રી પાર્શ્વનાથજી જ્યાં છે ત્યાં હું જઈ રહ્યો છું. આ સ્તવન સાંભળતાં રાજકુમારના ચિદાકાશમાં જિજ્ઞાસા પ્રગટી, તેથી તેણે પૂછયું : "હે સન્મિત્ર ! તું મને એ જણાવીશ કે ભગવાન પાર્શ્વનાથજી કયાં નિવાસ કરે છે ?" ઉત્તરમાં પેલા મિત્રે જણાવ્યું કે, "હે રાજકુમાર ! આપની જિજ્ઞાસા સંતોષવી એ મારી ફરજ છે. માટે સાંભળો. ભગવાન પાર્વેનાથજી અહીંથી ૧૬ યોજના (૧૨૮ માઈલ) દૂર આવેલ નાગપુરી (નગપુરા)માં બિરાજે છે.” આ ઉત્તરે રાજકુમારના મનમાં દર્શનની અભિલાષાને જન્મ આપ્યો. તેણે તત્કાલ સૈન્યાદિ સહિત નાગપુરી તરફ પ્રસ્થાન કર્યું. રસ્તામાં આવેલા દુર્ગમ જંગલમાં અચાનક આગ લાગી. ચારે તરફ હાહાકાર મચી ગયો. આ આપત્તિમાંથી ઊગરવા માટે શાસનદેવીને પ્રાર્થના કરવામાં આવી. દેવી પદ્માવતી પ્રગટ થયાં અને તેમણે ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ કરવાનો આદેશ આપ્યો. પરિણામે સૌએ તેમણે ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ આરંભ કર્યો. તેથી કરીને આગ ઓલવાઈ ગઈ. ત્યારબાદ પ્રભુના સમવસરણમાં પધારી રાજકુમાર વીરાંગદેવે વૈરાગ્ય ધારણ કરી લીધો અને સંયમ સ્વીકારી લીધો. રાજાએ માટીની મૂર્તિ બનાવી હતી, પરંતુ સ્નાત્રમહોત્સવ દરમિયાન ઓગળી ગઈ. આથી તેમણે આ વખતે પથ્થરની પ્રતિમા બનાવી. પરંતુ એથી તો વ્યંતરદેવ કોપાયમાન થઈ ઊઠયાં. તેમણે ભગવાન મહાવીરના શાસનકાળમાં જ ભદ્રબાહુસ્વામીને લલકાર્યા. તેથી ભદ્રબાહસ્વામીએ ફરીથી માટીની પ્રતિમા બનાવરાવી, જે પાછળથી ઉવસગ્ગહર તીર્થ નામે વિખ્યાત થઈ છે. આજે આ નગપુરા તીર્થ દુર્ગથી ૧૪ કિ.મી. દૂર એક નાનકડો કસ્બો બની ગયો છે. ગામની વચ્ચે એક ઝાડની નીચે મંદિર બનાવીને લોકો પૂજા આદિ કરે છે. પરંતુ તે તીર્થ ખંડેર થઈ ગયું છે. જો કે છેલ્લાં દસેક વર્ષથી સંઘ દ્વારા આ ખંડેર બનેલા તીર્થનો પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે ત્યાં એક વિશાળ જિનાલયના ચણતરનું કામકાજ ચાલી રહ્યું છે. ઉગના નામના ગામેથી એક પુરાતન પ્રતિમા પણ મળી આવી છે. નગપુરા ખાતેની મૂર્તિ પણ આજેય તે વૃક્ષ નીચેના મંદિરમાં બિરાજમાન છે. અન્ય સ્થળોએથી પણ બીજી મૂર્તિઓ આવી ગઈ છે. યાત્રા-સંઘના આવવા-જવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ધરણેન્દ્ર-પદ્માવતીના ચમત્કારોની અનેક ઘટનાઓ સંભળાવા લાગી છે. તીર્થના પુનરુદ્ધારનો સમય પૂરો થવામાં છે. તેની પ્રારંભિક મહામંગલકારી વિધિઓ પરિપૂર્ણ થઈ છે. જિજ્ઞાસુઓએ વધુ જાણકારી માટે નગપુરા વિષેની પ્રગટ થતી પુસ્તિકાઓ જોતાં રહેવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy