SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી પ્રાણાયામમાં પણ ખાસ કરીને પૂરક, કુંભક અને રેચકની ક્રિયાઓની પુનરાવૃત્તિ પાંચ-છ વારથી વધારીને સોળ પુનરાવૃત્તિ સુધી પહોંચાડવાથી લાભ થવાની શકયતા છે. ટૂંકમાં, મંત્રજાપ વગેરે શાબ્દિક વિધિઓ માટે શુદ્ધ ઉચ્ચારણ જરૂરી છે. તથા પૂજા-પ્રક્રિયા માટે આસન, માળા અને મુદ્રાઓનો યોગ્ય ઉપયોગ આવશ્યક છે. મદ્રાઓ વિશે વિચાર કરીએ તો આહવાન મુદ્રા. સ્થાપન મુદ્રા અને સન્નિધિકરણ મુદ્રાની સાથો-સાથ પરમેષ્ઠી મુદ્રા, ધેનુ મુદ્રા, સૌભાગ્ય મુદ્રા, કલ્મષ-દહન અને બીજાઓ માટે અદશ્યીકરણ તથા સ્થાપના માટે હૃદયમંદિરથી બહાર સ્થાપના મુદ્રા પણ જરૂરી છે. વિસર્જન મુદ્રા વગેરે માટે ગુર (વિશેષ જાણકારોનું માર્ગદર્શન પણ જરૂરી બને છે. મંત્ર પ્રદાન કરનાર ગુરુ અથવા વિશેષજ્ઞના પરત્વે ઉપકારભાવથી ધ્યાન-સ્મરણ કરવું જોઈએ. દેવી પદ્માવતીનું સ્થાનક (તીર્થ) દક્ષિણ ભારતમાં હમચા નામે પ્રસિદ્ધ છે. જો કે પદ્માવતીદેવીની મૂર્તિઓ મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના દરેક જૈન મંદિરમાં અધિષ્ઠાત્રી દેવીના રૂપે હોય જ છે. તે માં બહમની પ્રતિભાવાન, સાહિત્ય-કલા-૨– પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયયશોદેવસુરીશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં નિર્માણ પામેલી દેવી પદ્માવતીની વિશાળ કદની કલાત્મક મૂર્તિ મુંબઈના વાલકેશ્વર જિનાલયમાં પ્રતિષ્ઠિત થઈ છે તે સર્વમાં અનુપમ છે, અદ્વિતીય છે. ધરણેન્દ્ર તો સર્પરૂપ ધારણ કરી સર્વત્ર વિહાર કરતા હોય છે. જૈસલમેર નજીક આવેલા લૌદ્રવા પાર્શ્વનાથ તીર્થના મંદિરોની પ્રદક્ષિણા (ભમતી)માં આવેલ એક સ્થાનમાં તેઓ પૂજાય છે. યાત્રાળુઓને વખતોવખત તેઓ દર્શન પણ આપે છે. અગિયારમી સદીમાં લખાયેલ મંત્રવિદ્ મલ્લિપેણ કૃત ભૈરવ-પદ્માવતી-કલ્પ'નું પ્રકાશન શ્રી સારાભાઈ મણિલાલ નવાબે કર્યું હતું. તે પુસ્તકમાં પદ્માવતી ઉપર લખાયેલી અનેક કાવ્યકૃતિઓના ઉલ્લેખ વાંચવા મળે છે. તેમાંના મુખ્ય છે શ્વેતામ્બર શ્રી ચંદ્રસૂરિ લિખિત અદ્ભુત પદ્માવતીકલ્પ, શ્રી ઇન્દ્રનંદિસૂરિ રચિત પદ્માવતીપૂજનમ્, અજ્ઞાત-કર્તીક રકત પદ્માવતીકલ્પ, પદ્માવતીવ્રતોઘાપનમ્, પદ્માવતીસ્તોત્ર, પાવતી મંત્રજાપવિધિ, સહસ્રનામ સ્તોત્ર સ્તુતિ, ચૌપાઈ વગેરે જે પદ્માવતી ચરિત આધારિત રચનાઓ છે. - શ્રી ધીરજલાલ ટોકરશી શાહે 'તંત્રોનું તારણ' નામના પુસ્તકમાં મંત્ર, તંત્ર અંગેની અનેક કૃતિઓની સૂચિ આપતાં નોંધ્યું છે કે પદ્માવતીદેવી અંગેની ૧૪૮ રચનાઓ છે, જેવી કે રકત પદ્માવતી ક૫, ૨કત પદ્માવતી બૃહદ્ પૂજનવિધિ, રકત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, શબરી પદ્માવતી, કામેશ્વરી પદ્માવતી, યંત્રસાધના, પદ્માવતી દીપાવતાર, ભૈરવી પદ્માવતી મંત્રસાધના, ત્રિપુરા પદ્માવતી મંત્રસાધના, નિત્ય પદ્માવતી મંત્રસાધના, પદ્માવતી કજ્જલાવતાર, મહામોહિની પદ્માવતી વિદ્યા, પુત્રકર પદ્માવતી મંત્ર, પદ્માવતી સ્તોત્રકલ્પ, પદ્માવતી મંત્રસાધના, પદ્માવતી કલ્પલતા, પદ્માવતી મંત્રકલ્પ વગેરે. જે રીતે ભગવાન પાર્શ્વનાથજીનાં સેંકડો નામ ઉપલબ્ધ છે, તે રીતે તેમની અધિષ્ઠાત્રી ભગવતી પદ્માવતીનાં પણ વિધ વિધ નામો મળે છે. એમાંનાં કેટલાંક મહત્ત્વનાં નામોનો ઉલ્લેખ આગળ કર્યો છે. પૂ.આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત કુરપ્રબંધ' નામના ગ્રંથનો અનુવાદ, વિચક્ષણજયોતિ વિદુષી સાધ્વીશ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મહારાજે કરેલ છે, જે કુશલ નિર્દેશ' માસિક પત્રના વર્ષ : ૧૧, એપ્રિલ ૧૯૮૩ ના અંકમાં પ્રગટ થયો હતો. તેમાં વિજયપુરના મહારાજા સુરંગદેવના સુપુત્ર વીરાંગદેવની એક વાત વર્ણવેલી છે : એક વખત રાજકુમાર વીરાંગદેવ તેના સન્મિત્ર સુમિત્ર સાથે પ્રવાસ કરી રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે મહાશાળનગર રાજ્ય જીતી લીધું. ત્યારબાદ બંને શિકારક્રીડા કરવા માટે જંગલમાં ભમી રહ્યા હતા. તે દરમિયાન એક આમ્રકુંજ હેઠળ દેવસભામાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy