SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] એ વાતની પ્રતીતિ કરાવે છે. આવી મૂર્તિઓમાં પદ્માવતીજીના મસ્તક પર ભગવાન પાર્શ્વનાથ વિરાજમાન જોવા મળે છે. અન્ય સ્થાનોમાં પદ્માવતીજીની મૂર્તિઓ ઉપર ભગવાન પાર્શ્વનાથજીની નાની-મોટી મૂર્તિઓ જોવામાં આવે છે. બિકાનેર તથા દિલ્હીનાં પ્રસિદ્ધ સંગ્રહાલયોમાં જે જે કલાપૂર્ણ સરસ્વતીની મૂર્તિઓ છે તેમની ઉપર પણ પ્રભુપ્રતિમાઓ જોઇ શકાય છે. જૈનોમાં દેવી પદ્માવતીને વિઘ્ન દૂર કરનારી, ભકતોનાં કષ્ટોને હરનારી તથા ભકતજનોનું રક્ષણ કરનારી માનવામાં આવે છે, ને આ હેતુસર તેમની ભકિત-ઉપાસના કરવામાં આવે છે. દેવી-દેવતાઓનાં પૂજા-અનુષ્ઠાન માટે મંત્ર, તંત્ર અને યંત્ર દ્વારા આહ્વાન કરવામાં આવે છે. આ પૂજાવિધિ ટેલિગ્રાફ જેવી છે. કારણ કે, આ પ્રકારે પૂજા-અનુષ્ઠાન કરવાથી દેવી-દેવતા ભકતજન પાસે ખેંચાઇ આવે છે; અને તેમની મનોકામના પરિપૂર્ણ કરી દે છે. કયારેક કયારેક તો અપ્રત્યક્ષપણે દર્શન પણ આપી જાય છે. કોઇ પણ અનુષ્ઠાનની સફળતા-નિષ્ફળતાનો આધાર ઉપાસકની નિષ્ઠા ૫૨ ૨હે છે, તેમ દેવી પદ્માવતીની ઉપાસનાનું પણ છે. માટે કહી શકાય કે, દેવી પદ્માવતીની ઉપાસના માટે પણ આસનસિદ્ધિ અને ચિત્તની એકાગ્રતા અનિવાર્ય છે. ૬ ૨૪૩ દેવી પદ્માવતીની ઉપાસના મંત્રજાપ અને યંત્રસિદ્ધર્થ પંચોપચાર, અષ્ટોપચાર તથા ષોડશોપચાર દ્વારા કરવામાં આવે છે. તેમની પૂજાસામગ્રીમાં મુખ્યત્વે ધૂપ, પુષ્પ, ગંધ અને નૈવેદ્ય હોય છે. પંચોપચાર અને અષ્ટોપચારમાં પંચામૃત ઉપરાંત જળ, અક્ષત ને ફળ પણ હોય છે. દેવી પદ્માવતીની મહાપૂજામાં ષોડશોપચાર તથા મહોત્સવનું આયોજન પણ થતું હોય છે. આ મહોત્સવમાં ૨૭ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે તથા પ્રતિદિન ૧૦૦૮ શ્વેત પુષ્પો વડે મંત્રજાપ કરવામાં આવે છે. સમાપન સમયે ૨૭ પાટ અને મેવા-મીઠાઈ તથા ફળફળાદિ ધરવામાં આવે છે. પંચોપચારાદિ પૂજનમાં મુદ્રાઓની સાથોસાથ ૧. આહ્વાન, ૨. સ્થાપન, ૩. સન્નિધિકરણ, ૪. પૂજન અને ૫. વિસર્જનના અલગ અલગ મંત્રોચ્ચાર નીચે કરવામાં આવે છે : ૧. આહ્વાનમંત્ર : ૐ નમોસ્તુ પતિ પદ્માવતિ ! દ્દેિ હિ સંવૈ ષટ્। ૨. સ્થાપન : ૐ થ્રી નમોસ્તુ મળતિ પદ્માવતિ ! અત્ર તિષ્ઠ તિષ્ઠ ૐ ૐ । ૩. સંનિધિકરણ : ૩ દર્દી નમોસ્તુ માવતિ પદ્માવતિ ! મમ સંનિહિતા મન મન વષટ્ ૪. પૂજન : ૩ ી નમોસ્તુ માવતિ પદ્માવતિ ! જૂનાં ગૃહા 'ગૃહાળ સ્વાહા | ૫. વિસર્જન : દી નમોસ્તુ માવતિ પદ્માવતિ ! સ્વસ્થાન મઘ્ધ ન: ન: નઃ | સામાન્ય રીતે વિસર્જન વેળાએ ભૂલચૂક અંગે ક્ષમા પ્રાર્થવામાં આવે છે. તેની પાછળનો હેતુ એવો છે કે ક્ષમા માગવાથી પૂજનવિધિ દરમિયાન થયેલી ભૂલો દેવી માફ કરે અને પૂજનવિધિને સફળ બનાવે. આ હેતુસર નીચે મુજબનો શ્લોકપાઠ કરવામાં આવે છે : आह्वानं नैव जानामि, न च जानामि पूजनम् । विसर्जनं नैव जानामि, क्षमस्व परमेश्वरि ! आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं च यत् कृतम् । क्षमस्व देवि तत्सर्व प्रसीद परमेश्वरि ॥ સરલીકરણ ક્રિયા માટે અંગરક્ષા પણ જરૂરી છે. આ અંગરક્ષા-સ્તોત્ર સામાન્ય રીતે નીચે મુજબ ક૨વામાં આવે છે : ॐ नमो अरिहंताणं ह्रीँ शीर्ष रक्ष रक्ष स्वाहा । ॐ नमो सिद्धाणं ह्रीँ वदनं रक्ष रक्ष स्वाहा । ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा । ॐ नमो उवञ्जायाणं ह्रौं नाभि रक्ष रक्ष स्वाहा । ॐ नमो लोओसव्वसाहूणं हः पादौ रक्ष रक्ष स्वाहा । મંત્રજાપ સમ્પન્ન કરવા માટે જરૂરી છે નાડીતંત્રની સ્થિરતા. આ માટે જરૂરી છે પ્રાણાયામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy