SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] કલાકૃતિઓ તેમજ અમને કંડારનારાઆજે ક્યાં ગયા અને ક્યાં છે, તેનો કોઈ સંદેશ કે સંકેત વિશ્વને મળ્યો નથી. એક દિવસે અમે (વિદ્યમાન કલાકૃતિઓ) પણ ક્યાં અને કેવી જર્જરિત અને કેવી સર્વનાશની અવસ્થામાં હશે, તે સર્વજ્ઞ ભગવંત વિના કોઈ જાણી કે કહી શકે તેમ નથી. બુદ્ધિનિધાનનો ઠેકો એટલે અધિકાર રાખી બેઠેલા માનવી ! માન અને માયાને મૂકીને જરા વિચાર કર, આ વિશ્વમાં દેખાતું સર્વસ્વ ક્ષણભંગુર અને ક્ષણવિનાશી છે. ક્ષણવિનાશીમાં વસેલા ચેતનવંતા આત્માઓ ક્ષણભંગુરતામાં ન રાચતાં શ્રી જિનાલયમાં ભદ્રાસન ઉપર વિરાજમાન પ્રશમ-રસ-નિમગ્ન વીતરાગ શ્રી જિતેન્દ્ર પરમાત્મા જે સ્વરૂપે છે તે અવસ્થા પામ્યા વિના તારા આત્માનું કલ્યાણ થવું કે મોક્ષ પામવો ત્રણ કાળમાંય શક્ય નથી. માટે તારી દેખાતીસુડોળ અને સુરેખ કાયા અને માયામાં ન રાચતાં તારું મૂળરવરૂપ પામવા માટે અનંત મહાતારક શ્રી જિન આજ્ઞા અનુસારની શ્રી જિનેન્દ્ર પરમાત્માની પરમતારક પૂજા-સેવા આદિ ધર્મ-આરાધનામાં ચરમ સીમાંત પરમ લીન બની જા. તેમાં જ તારું શ્રેય અને પ્રેમ છે. એટલા જ માટે શ્રી જિનાલયોમાં વિરાજમાન અનંતાનંત પરમતારક શ્રી જિનેન્દ્ર પરમાત્માની પૂજા-સેવાઅર્ચના આદિ પ્રભુભક્તિ થવી પરમતમ અનિવાર્ય છે, છે, ને છે જ. શ્રી જ્યોતિર્વિદ્યા, વૈદ્યવિદ્યા અને શિલ્પકલા–આ ત્રણે કલા મહદંશે રાજ્યાશ્રયથી જીવિત રહી શકે, પરંતુ શ્વેતામ્બર, પાર્થાપત્યોના શાસનકાળથી આર્ય રાજા-મહારાજાઓ દ્વારા અપાતો આશ્રય બંધ થવાથી જ્યોતિર્વિદ્યા અને વૈદ્યવિદ્યા સાવ નાજુક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ, અને શિલ્પકલાનો હાથ જૈનોએઝાલ્યો એટલે એ કલા મહદંશે જીવિત રહી શકી, એમ શિલ્પજ્ઞ શ્રી હરિભાઈ નરભેરામ સોમપુરાએ જણાવેલું છે. તીર્થોમાં વારંવાર જઈ ન શકાય; એક સાથે બધી યાત્રાઓ કરી ન શકાય; બધી પૂજાઓ ભણીભણાવી ન શકાય; બધાં જ પૂજાવિધાનો કરીનશકાય; બધાં રહસ્યોને અવગત કરી ન શકાય, પરંતુ આવા આકરગ્રંથમાં આ બધું સમાવી લીધું હોઈને આશાતના નથાય તેમ આ ગ્રંથને સમ્યફદશામાં નિહાળવાથી, તેની લેખમાળાઓ-ચિત્રમાળાઓ જોઈને બધાં તીર્થોનું અવગાહન કરવાનું, બધી પૂજા-ઉપાસનાઓ સાથે, ભલે સાક્ષાનહીંતો પરોક્ષ રીતે સમભાવી થવાનું ફળ અવશ્ય મળવાનું છે એવી અમારી શ્રદ્ધા અને પૂરેપૂરો વિશ્વાસ છે. સમય અને સંપત્તિ સાથે શક્તિનું સુભગ સંયોજન થાય ત્યારે ભક્તિનાં અભંગદ્વાર ખુલે છે. ભક્તિનું સર્વોચ્ચશિખર ત્યાગ અને સમર્પણ છે. ઉપાસનામાં વ્યક્તિનું આંતરવિશ્વ ખુલ્લું થાય છે. જૈન સાહિત્યમાં ગ્રંથસ્થ થયેલી માતા અંબાની ઉપાસના પવિત્રતાનીવેદિકાપર થાય છે. ગુજરાતના અતિવિખ્યાત રાજવી મહાન બાણાવળી ભીમદેવના એવા જ મહાન અમાત્ય શ્રી વિમલ શાહને શ્રી અંબિકાએ જ્યારે માંગવા કહ્યું :વારસ કે આરસ? ત્યારે અંતે વિમલ શાહે આરસની માંગણી કરી અને પરિણામે જૈન તીર્થનું નિર્માણ થયું. ધન્ય વિમલ અને ધન્ય તેની દેવી ભક્તિભાવના ! બધા જ તીર્થકર ભગવંતો, સમસ્ત સિદ્ધો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ-સાધ્વી મહારાજોના અસીમ પ્રભાવે તેમ જ સવિશેષ ભગવાન શ્રી પાર્શ્વનાથજી અને શ્રી ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતીજી માતાજીની અસીમ કૃપાથી જ આ ગ્રંથ અપૂર્વલબ્ધિમાન બની આપનાં કરકમલો સુધી પહોંચી શક્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy