SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિદ્યાઓ અને કળાઓવિશ્વવ્યાપી અને અનંત છે; તેથી શિલ્પવિધાનો, સ્થાપત્યો, ચિત્રો આદિની પણ વિવિધતા રહેવાની. ક્ષળે ક્ષળે યન્નવતામુપતિ તરૈવ રૂપ રમળીયતાયાઃ એમ મનુષ્યના ચિત્તમાં પડેલી સર્જનાત્મકતા આવિષ્કારનાં વિવિધ માધ્યમો દ્વારા આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે એટલે આપણાથી સહજ ભાવે હાથ જોડાઈ જાય છે અને એવા આનંદવિભોર બની જવાય છે કે મસ્તક નત બની જાય છે. આપણો માર્ગ ભલે સંયમ-નિયમ ને ત્યાગનો રહ્યો, પણ ભગવતી શ્રી પદ્માવતીજીનાં મૂર્તિવિધાનો, મંદિરો, ધાતુપ્રતિમાઓ, કાષ્ઠપ્રતિમાઓ ચિત્તને હરી લે તેવી રીતે નિર્માયાં છે અને લૌકિક સ્થૂલ વિષયભૂમિકામાં સામાન્ય રીતે રમતા હોય તેને આવાં મનોહર કલાવિધાનો દિવ્યતા પ્રતિ પ્રેરણારૂપ બને છે. એટલે જ આપણાં દર્શનમાં ચૈત્યનિર્માણ, તીર્થનિર્માણનું મહત્ત્વ છે. મનુષ્યના ચિત્તને ભોગમાંથી યોગમાં એટલે શ્રી તીર્થંકર ભગવંતોના સાન્નિધ્યમાં લઈ જઈ ચિત્તને તીર્થ બનાવવું હોય તો પાષાણતીર્થો અને જિનાલયોનું સ્વર્ગ પૃથ્વી પર ઉતારવું પડશે. સકલ તીર્થશિરોમણિ તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર અને શ્રી આબુ પર્વત ઉપર મંત્રીશ્વર શ્રી ઉદય, આંબડ, બાહડ, મંત્રીરાજ શ્રી વસ્તુપાલતેજપાલ અને શ્રીમતી અનુપમાદેવીથી લઈને અનેક શ્રેષ્ઠિવર્યોએ જે રમણીય સૃષ્ટિઓ-અમર કાવ્યો આરસના પથ્થરોમાં ઊભાં કર્યાં છે તેના સાન્નિધ્યમાં જતાં જ અંતરના સર્વ કલેશો ઉપશમ પામે છે; ચિત્તપ્રસન્નતા રૂપ સ્વચ્છતાના - પવિત્રતાના દિવ્ય ઓઘ અંતરમાં ઊભરાય છે અને વિના આયાસે, માનવ પશુતાના ભાવવાળો હોય તો પણ, દૈવી સાત્ત્વિક ભાવોની અનુભૂતિ પામીને અત્યાર સુધીના પોતાના વ્યર્થ ગુમાવેલા આયુષ્યનો ખ્યાલ અનુભવીને પસ્તાવો કરીને નૂતન જીવનનો સંકલ્પ કરે છે. એથી જ આ ગ્રંથરત્નમાં શ્રી પાર્શ્વનાથજી પરમાત્મા પ્રમુખનાં એવાં ભવ્ય જિનાલયો અને તીર્થો તેમ જ તેમાં વિરાજમાન દેવી શ્રી પદ્માવતીજીની પણ સચિત્ર વાતો સમાવી લીધી છે; જે સમ્યક્ત્વથી સુશોભિત છે, એવી એ મહાદેવીને વારંવાર વંદના કરીએ છીએ. ૨૦ જૈન સ્થાપત્યકલાનો વૈભવ અને દેવદેવીઓ જૈન મહર્ષિઓની પ્રેરણાથી જૈન મંદિરોની રચનાપદ્ધતિમાં સોમપુરા શિલ્પજ્ઞોએ કંડારેલી અદ્ભુત કલાકારીગરી આર્ય શિલ્પ-સ્થાપત્યના ક્ષેત્રે અમરતાને વરી ચૂકેલી છે. અપૂર્વ આત્મ-વૈભવની પ્રતીતિ આ ભવ્ય જિનપ્રાસાદો કરાવી રહ્યા છે. ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, જૈન સંઘનાં પૂર્વકાલીન સંગ્રહાલયો, પૂર્વકાલીન શિલાલેખો, ગૃહો, હવેલીઓ કે ઊંચી અટારીએથી શોભતા મહાલયો આદિમાં જૈનોની ભૂતકાલીન ભવ્યાતિભવ્યતા કેવી ચરમ સીમાંતે હતી, તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે છે. શિલ્પ-સ્થાપત્યમાં ગગનચુંબી શિખરો હોય કે દ્વા૨પરનાં તોરણો હોય કે સમ્યગ્દેવીઓની મૂર્તિઓ હોય કે દિગ્પાલોનાં ચિત્રો સહિતના સ્થંભોની હારમાળા હોય કે દેવાંગનાઓના નૃત્યપ્રકારો હોય ઃ એ પ્રત્યેકમાં કલાકૌશલ્યનાં પ્રત્યક્ષ દર્શન થતાં જ રહ્યાં છે અને સ્પષ્ટ ઉદ્બોધન કરે છે કે ઓ માનભૂખ્યા મહામાયાવી માનવી ! તું તો કેવો અધમાધમ છે ? તને તારી (સ્વ)શ્લાઘા કરતાં કદાપિ થાક કે પરિશ્રમ લાગતો નથી. તારી આ બધી રીતભાત જોતાં તો એમ જ લાગે છે, કે તું જાણે અમરતાને અને સદ્ગુણોને જ વરી આવેલો હોય; પરંતુ એ તારી અક્ષમ્ય ક્ષતિ છે. સુડોળ અને સુરેખ એ શિલ્પકલાકૃતિઓ અતીવ માર્મિક સંકેત કરે છે. ભૂતકાળમાં અમારાથી પણ અતિસુંદર કલાકૃતિ કંડારનારા અને એ અતિસુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy