SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩૯ દેવી સાધનામાં સર્વોત્તમ સાધના પદ્માવતીદેવીની - શ્રી જશુભાઈ જે. શાહ લેખકે અહીં અનેક દેવ-દેવીઓનો ઉલ્લેખ અને તેમની ઉપાસનાઓની ચર્ચાવિચારણા કરીને શ્રી પદ્માવતીદેવીની સાધનાની સર્વોપરિતા દર્શાવી છે. સાથોસાથ દેવીઓનાં સ્વરૂપો, શ્રી પદ્માવતીજીનાં ઉપાસ્ય રૂપો આદિનું પણ અદ્ભુત દર્શન (કરાવ્યું છે. - --સંપાદક જૈન દર્શન પ્રમાણે દેવો મુખ્યત્વે ચાર પ્રકારના છે : (૧) ભવનપતિ,(૨) વ્યંતર, (૩) જ્યોતિષ અને (૪) વૈમાનિક, તેમાં ભવનપતિ દેવો દશ પ્રકારના છે. વ્યંતરદેવો મુખ્ય બે પ્રકારના છે : (૧) વ્યંતર અને (૨) વાણવ્યંતર. તેમાં વ્યંતર આઠ પ્રકારના છે અને વાણવ્યંતર પણ આઠ પ્રકારના છે. જ્યોતિષી દેવો પાંચ પ્રકારના છે. જ્યારે વૈમાનિક દેવોના બાર કલ્પો છે. ચારેય પ્રકારના દેવલોકના અધિપતિ એવા ચોસઠ ઇન્દ્રો છે. તેમાં ભવનપતિના ૨૦ ઈન્દ્ર, વ્યંતરના ૧૬ ઇન્દ્ર, વાણવ્યંતરના ૧૬ ઇન્દ્ર, જ્યોતિષના ૨ ઇન્દ્ર અને વૈમાનિકના ૧૦ ઇન્દ્ર છે. આ ચોસઠે-ચોસઠ ઇન્દ્રો અરિહંત પરમાત્માનાં ચરણોના પૂજારી છે. - દેવોમાં પણ દેવ અને દેવી એવા બે વિભાગ છે. દેવો અને દેવીઓ મહાશકિતશાળી હોય છે. જે કોઈ તેમની પૂજા, ભકિત, અનુષ્ઠાન કરે તેના પર પ્રસન્ન થઈ તેના મનની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. દેવો અને દેવીઓમાં દેવીઓ અતિ સૌમ્ય અને ઝડપથી રીઝનારી હોય છે. દેવીઓ આકાશના અંતરાલે વિચરનારી, મનોહર હંસની પેઠે ગમન કરનારી, પુષ્ટ કટિપ્રદેશ વગેરે વડે શોભાયમાન, પૂર્ણ ખીલેલા કમળ જેવાં લોચનવાળી, મણિ અને સુવર્ણના બનાવેલા કંદોરા વડે શોભાયમાન કટિપ્રદેશવાળી,શ્રેષ્ઠ ઘૂઘરીઓ, ઝાંઝર, સુંદર તિલક અને કંકણ વડે વિશેષ સુશોભિત એવી, ચતુર જનના મનને હરનારું જેનું દર્શન સુંદર છે એવી, અલંકારોના સમૂહ વડે દેદીપ્યમાન દેવાંગનાઓ શોભી રહેલી હોય છે. દેવીઓનું આ પ્રકારનું સ્વરૂપ અજિતશાંતિ સ્તોત્રમાં, ગાથા ૨૬ અને ૨૭માં, મહાન વિદ્વાન શ્રી નંદિપેણ મુનિએ કરેલું છે. જગતમાં અનેક શકિતશાળી દેવીઓ વિચરે છે. દરેક દેવીઓનાં રૂ૫, વાહન, નિવાસસ્થાન અલગ અલગ હોય છે. તે દેવીઓ આરાધકની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જૈન દર્શનમાં પણ દેવીપૂજાને સ્થાન આપવામાં આવ્યું છે. અનેક દેવીઓનાં વર્ણન જૈનશાસ્ત્રમાં કરવામાં આવેલાં છે; અને તેની ઉપાસના માટે જુદાં જુદાં વિધિ-વિધાનો બતાવેલ છે. દેવ-દેવીઓને રીઝવવા માટે મંત્રવિશારદોએ અનેક શકિતશાળી મંત્રોની રચનાઓ પણ કરેલી છે. અનેક જૈનાચાર્યોએ પણ દેવી-આરાધના કરી, શાસન પર થતા ઉપાસર્ગોને અટકાવવાનું કાર્ય કર્યું છે. જેમ કે, વિક્રમની સાતમી સદીમાં થયેલા મહાતપસ્વી, બ્રહ્મચારી, મંત્રસિદ્ધ મહાપુરુષ શ્રી માનદેવસૂરિજીએ મંત્રસાધના વડે જયાદેવી અને વિજયાદેવીને વશ કરેલી હતી, તેનાથી શાસનપ્રભાવનાનાં અદ્ભુત કાર્યો થયાં હતાં; તેમાંનું એક વિશિષ્ટ કાર્ય શાકંભરીનગરીમાં ફાટી નીકળેલા મહામારીના રોગને શમાવવાનું હતું. ‘લઘુ-શાન્તિ-સ્તવ' સ્તોત્રમાં શ્રી માનદેવસૂરિજીએ જયા અને વિજયાદેવીની સુંદર રીતે સ્તુતિ કરી છે, જે બતાવે છે કે શ્રી માનદેવસૂરિજીએ આ બંને દેવીઓની સાધના કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy