SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'શાન્તિ-સ્તવ'માં શ્રી માનદેવસૂરિજીએ કહ્યું છે કે, 'ભવતુ નમસ્તે ભગવતિ ! વિજયે ! સુજયે ! પરાપરરજિતે ! અપરાજિત ! જગત્યાં, જયતીતિ જયા-વહે ! ભવતિ. ' ભગવતી ! હે વિજયા ! હે સુજયા ! હે અજિતા ! હે અપરાજિતા ! હે નયાવહા ! હે ભવતિ ! તારી શકિત વડે જગતમાં જય પમાય છે. એવી હે દેવીઓ ! તમોને મારા નમસ્કાર હો !' 'ભગવતિ ! ગુણવતિ ! શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્, - ઓમિતિ નમો નમો હોં હી હું, હું યઃ ક્ષઃ હી ફુટુ ફુટુ સ્વાહા.” આ સ્તુતિઓ પરથી જોઈ શકીએ છીએ કે દેવીઓ કેટલી પ્રભાવશાળી છે અને તેના નામમંત્રમાં કેવી ગજબ-ગજબની શકિત છે ! આ તો એક ઉદાહરણ લખ્યું છે, બાકી, જૈન દર્શનમાં અનેક દેવ-દેવીઓનાં સ્વરૂપ દર્શાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્યત્વે નીચેની દેવીઓની સાધના કરવામાં આવે છે : આઠ જયાદિ દેવીઓ : (૧) જયાદેવી, (૨) વિજયાદેવી, (૩) જયંતિદેવી, (૪) અપરાજિતાદેવી, (૫) જંબાદેવી, (૬) ખંભાદેવી, (૭) મોહાદેવી, અને (૮) બંધાદેવી. સોળ વિદ્યાદેવીઓ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વન્દ્ર કુશી, (૫) ચક્રેશ્વરી, (૬) પુરુષદત્તા, (૭) કાલી, () મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧) સર્જાસ્ત્ર મહાજ્વાલા, (૧૨) માનવી, (૧૩) વૈરા , (૧૪) અચ્છુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી. ચોવીસ તીર્થકર ભગવાનની ૨૪ શાસનાદેવીઓ : (૧) ચક્રેશ્વરી, (૨) દુરિતા, (૩) મહાકાલિકા, (૪) અજિતબલા, (૫) કાલિકા, (૬) શ્યામા, (૭) શાન્તા, (૮) ભ્રકુટા, (૯) સુતારિકા, (૧૦) અશોકા, (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧૪) અંકુશા, (૧૫) કંદર્પ, (૧૬) નિર્વાણી, (૧૭) બલા, (૧૮) ધારિણી, (૧૯) ધરણપ્રિયા, (૨૦) નરદત્તા, (૨૧) ગાન્ધારી, (૨૨) અંબિકા, (૨૩) પદ્માવતી અને (૨૪) સિદ્ધાયિકા. આ ઉપરાંત વિદ્યાદાત્રી એવી ભગવતી શારદા, શાંતિદેવી, ત્રિભુવન-સ્વામિની દેવી, લક્ષ્મીદેવી આદિ અનેક દેવીઓ છે. આ તમામ દેવી-સાધનામાં સર્વોત્તમ સાધના જો કોઈ હોય તો પદ્માવતીદેવીની છે. મા ભગવતી પદ્માવતીજીનું કેવું સુંદર, આંખને ગમી જાય એવું સૌમ્ય અને મનોહર સ્વરૂપ છે ! સમસ્ત વિશ્વમાં એક મહાશકિતરૂપે ભગવતી પદ્માવતીજી ખ્યાતિ પામેલાં છે. માં પદ્માવતીજી ૨૩મા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પરમાત્માનાં શાસનદેવી છે. તેમનો વર્ણ અરુણોદય સમયની આકાશની લાલિમા જેવો છે. यस्या देवैनरेन्द्ररमर-पतिगणैः किन्नरैर्दानवैन्ट्रैः, सिद्धैर्नागेन्द्र-यक्षैर्नर-मुकुट-तटैधृष्ट-पादारविन्दे ! સૌને ! ખTTq-ત્તી-તિત-તિમત્તે ! પૂજ-વન્યા-માને, अम्बे ! काले समाधि ! प्रकट्य परमं रक्ष मां देवि पद्ये ! --જેનાં ચરણાવિંદ દેવ, નરેન્દ્ર, ઈન્દ્રાદિક, કિન્નર, દાનવેન્દ્ર, સિદ્ધ, નાગેન્દ્ર, યક્ષ અને મનુષ્યોના મુકુટો વડે, પ્રણામ કરવાથી, ઘસાયેલાં છે; એવી છે સૌમ્ય સ્વભાવવાળી ! સૌભાગ્યલક્ષ્મી વડે કલિમલનું દલન કરનારી, મંગલ કમલોની માળા ધારણ કરનારી હે માતા ! ઉચિત અવસરે પરમ સમાધિને પ્રકટ કરો અને છે પદ્માવતી દેવી ! મારી રક્ષા કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy