SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩૭ ઉભયોપાસનામાં પ્રયોજાય છે. અથવા -- ॐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि । तन्नो लक्ष्मीः प्रचोदयात् ।। યંત્ર : શ્રીયંત્ર જેવું જ. માત્ર વચ્ચે શ્રી બીજ – અથવા પદ્માવતીયંત્ર પણ ચાલે. શ્રી કમલાનાં અનેક સ્તોત્રો મળે છે. તેમાં અષ્ટકો, સહસ્ત્રનામ વગેરે પ્રકારો છે. દસ મહાવિધાદેવીઓ અને શ્રી શ્રી પદ્માવતીજીનું સામ્ય : (૧) પહેલી મહત્ત્વની વાત એ કે શાફત આગમોની જેમ જૈન શાસ્ત્રોમાં પણ શકિત-ઉપાસના માન્ય ગણવામાં આવી છે. શ્રી તીર્થકર ભગવંતો પોતે અસંગ અને કર્તુત્વભોકતત્વરહિત છે. પણ શાસનના રક્ષણ અને અભિવૃદ્ધિની જવાબદારીઓ વિદ્યાદેવીઓ અથવા યક્ષિણીઓ સંભાળે છે. (૨) સમાજનો સર્વસામાન્ય માનવી ભલે અહિંસા, અસ્તેય, અપરિગ્રહના આદર્શોની જરૂર માનતો હોય છે, પણ તે વિપત્તિઓ દૂર કરવા અને સુખમાં અભિવૃદ્ધિ કરવા ઇચ્છતો હોઇને શ્રી જિનેશ્વર ભગવંતોની ઉપાસના ઉપરાંત ક્યાંક પ્રકટપણે ને કયાંક પ્રચ્છન્નપણે પણ દેવદેવીઓની ઉપાસના કરતો રહ્યો છે. અલબત્ત, આ ઉપાસના સાત્ત્વિક હોય છે; પણ છે ખરી અને સ્વીકૃતિવાળી પણ છે. (૩) આ દેવીઓની મૂર્તિઓ - ઉપાસ્ય રૂપો પણ તંત્રોની જેમ જ સ્વીકારવામાં આવ્યાં છે. " (૪) તેમની વિશિષ્ટ પૂજાવિધિઓ, યંત્રો અને સ્તવનો પણ જૈન શાસ્ત્રોમાં સ્વીકૃત છે. (૫) આ બધી દેવીઓમાં શ્રી શ્રી પદ્માવતીજીનું સ્થાન અદ્વિતીય છે. (૬) તંત્રમાં દસ મહાવિદ્યાઓમાં શ્રી લલિતા, શ્રી ભુવનેશ્વરી અને શ્રી કમલા સાથે શ્રી શ્રી પદ્માવતીજીનું સ્વરૂપ ઘણું મળતું આવે છે. (૭) જૈનદર્શનના મુનિવર પૂજ્યશ્રી સકુમારસેનજીએ 'ભૈરવ પદ્માવતી કલ્પ'માં શ્રી પદ્માવતી સ્તોત્રમાં શ્રી શ્રી પદ્માવતીજી જ તારા, ગૌરી, ગાયત્રી. પ્રકૃતિ, વજેશ્વરી વગેરે નામોથી ભિન્નભિન્ન આગમો (ધ)માં સ્તવાયેલી દેવી છે એમ કહ્યું છે. • (૮) અંબિકા, સરસ્વતી અને લક્ષ્મીજીનો પણ જૈન શાસ્ત્રોમાં પોતાની દષ્ટિએ સ્વીકાર છે. (૯) શ્રી શ્રી પદ્માવતીજી એવું નામ શ્રી કમલા અથવા મહાલક્ષ્મીજીને મળતું છે. વળી તેઓ શ્રી લલિતા, શ્રી કમલા, શ્રી ત્રિપુરસુંદરી જેમ ચતુર્ભુજ છે. (૧૦) શ્રી લલિતાની જેમ શ્રી શ્રી પદ્માવતીજીના બે કરકમલોમાં પાશ અને અંકુશ છે. (૧૧) શ્રી કુંડલિની શકિતને જેમ સર્પિણી કહી મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર સુધી બતાવ્યાં છે, તેમ શ્રી શ્રી પદ્માવતીજીનો પણ શ્રી ધરણેન્દ્ર સાથે સંબંધ, નીચે અઢી કે સાડા ત્રણ આંટા આવર્તન. ઉપર ત્રણ, પાંચ કે સાત ફણાવાળો મુકુટ તેમને શ્રી કુંડલિની શકિત સાથે જોડે છે. (૧૨) લક્ષ્મીજીના ધ્યાનના આ શ્લોક સાથે શ્રી પદ્માવતીજીનું સામ્ય સરખાવવા જેવું છે : पाशाक्षमालिकाम्भोजसणिभिर्वामसौम्ययोः । पद्मासनस्थां ध्यायेत् श्रियं त्रैलोक्यमातरम् ।। અહી પદ્માસન, પાશ, અંકુશ, કમલ સમાન ચિહનો છે. (૧૩) શ્રી શ્રી પદ્માવતીજી અને શ્રી ભુવનેશ્વરી વચ્ચે પણ ઘણું સામ્ય છે. બન્ને સંહારને બદલે પાલનની દેવીઓ છે. જૈનદર્શનમાં ભલે જુદા અર્થમાં પણ બીજનો સ્વીકાર અને મહત્ત્વ છે. વળી તેમાં મુકુટ પર ચંદ્ર, અંકુશ, પાશ વગેરે સામ્યો નોંધપાત્ર છે. (૧૪) શ્રી લલિતા જેમ અપાર સૌન્દર્યવિગ્રહ છે, તેમ શ્રી શ્રી પદ્માવતી પણ નિરતિશય સુંદર અને માધુર્યમૂર્તિ કહ્યા છે. તેમનું મુખ પદ્મ સમાન, હૃદય વિકસિત પદ્મ સમાન, નેત્રો હમણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy