SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ मध्ये सुधाब्धिं मणिमण्डपरत्नवेदी सिंहासनोपरिगतां परिपीतरम्याम् पीताम्बराभरणमाल्यविभूषिताङ्गी - न्देवीन्नमामि धृतमुद्गरवैरिजिह्वाम् ॥ --સુધાસિંધુની મધ્યે મણિમંડપની રત્નવેદી પરના સિંહાસને વિરાજેલ પીતવર્ણા, પીતાંબરા, આભૂષણમાલ્યાદિથી વિભૂષિતા અને મુદ્ગર તથા વૈરી જિહ્વાને ધારણ કરતાં દેવીજીને હું પ્રણામ કરું છું. યંત્ર : શ્રી ભુવનેશ્વરી યંત્ર જેવું જ છે. માત્ર વધુમાં શિવશક્યાત્મક બે ત્રિકોણની વચ્ચે વધુ એક ઊર્ધ્વમુખ ત્રિકોણ છે. [ શ્રી પાર્શ્વનાથોપસ-હારિણી મંત્ર : ગુપ્ત મંત્ર છે. ભૂલ થતાં મુશ્કેલીઓ સર્જે છે, માટે આપેલ નથી. (૮) શ્રી ધૂમાવતી : ફિક્કાં વદનવાળાં, ચંચળ, દીર્ઘ, મલિનાંબરા, છૂટાં કેશપાશવાળાં, અલ્પ દાંતવાળાં, ભયાનક રુદ્રા, વિલંબિત પયોધરા, કાકપક્ષીના ધ્વજવાળા, ૨થ ૫૨ વિરાજેલ, હાથમાં સૂંપડાવાળાં, અતિ રુક્ષા, ભૃકુટી અને નેત્રો વક્ર, ભૂખ-તરસથી પીડાયેલાં, ભયદા અને કલહપ્રદા છે. ભયાનક આકૃતિવાળાં હોવા છતાં ભકતો માટે કલ્યાણકારિણી, પુત્રલાભ, ધનરક્ષા કરાવનારી, શત્રુવિજય કરાવનાર શ્રી ધૂમાવતીજી અલ્પ સાધનાએ સિદ્ધ થાય છે અને રહસ્યમયી છે. મંત્ર : ૩ થૂં ધૂમાવત્યે નમઃ । અથવા થૂં છું ધૂમાવતિ સ્વાહા । શ્રી ધૂમાવતીજીની સાધના પણ સાવધાનપણે કરવી પડે છે. (૯) શ્રી માતંગી : શ્રી માતંગીજી શ્રી મતંગ મુનિવરે દીર્ધકાલીન ઉપાસના પછી મેળવેલાં તેમનાં પુત્રી છે. વાણીની સર્વ પ્રકારની સિદ્ધિ આ ભગવતી આપે છે. ગૃહસ્થજીવનને સમૃદ્ધ કરનારી, સંગીતવિદ્યાની પણ અધિષ્ઠાત્રી છે. ધ્યાન : માળિયવીળામુપત્તાલયની માલમાં મુન્નુનવાવિજ્ઞાસાન્ । महेन्द्रनीलद्युति कोमलाङ्गीं मतङ्गकन्यां मनसा स्मरामि ॥ --માણિકયની વીણા રમાડતાં, મદથી અલસગતિવાળાં, મંજુલ વાણીવિલાસવાળાં, ઈંદ્રનીલની કાંતિવાળાં, કોમલાંગી, મતંગ ઋષિનાં પુત્રીનું હું મનથી સ્મરણ કરું છું. વાણીની અધિષ્ઠાત્રી દેવીનું આ ધ્યાન 'મ' વર્ણના વર્ણનુપ્રાસથી શોભિત છે. કેટલાકના મતે મતંગ શિવનું નામ છે, અને શિવાશકિત હોઇ તે માતંગીના નામે પ્રખ્યાત છે. ત્રિનેત્રા, રત્નસિંહાસને વિરાજેલાં, ચાર ભુજાઓમાં ખડ્ગ, ખેટક, પાશ અને અંકુશ ધરનારાં છે. અસુરોને નષ્ટ કરનારાં અને ભકતોને અભીષ્ટ પ્રદાન કરનારાં છે. (૧૦) શ્રી કમલા : દસ મહાવિદ્યાઓમાં જનસાધારણમાં જાણીતાં શ્રી કમલા વૈષ્ણવી શકિત અને મહાલક્ષ્મીરૂપા તરીકે ઉપાસ્યા છે. શું નો વિશતુ શ્રીર્રેવી મહામાયા વૈષ્ણવીશક્તિાઘા । (કમલોપનિષદ્) નારાયણની પરાકિતનાં અનેક રૂપો પૂજાય છે. ગરુડાસના, શંખ ચક્ર ગદા પદ્મ ધારિણી એક રૂપ; કમલાસને વિરાજતાં, ઉન્નત હાથમાં કમલો ધરતાં, વરાભય મુદ્રાવાળાં; આવાં સાત-આઠ વિભિન્ન રૂપો પૂજાય છે. ધ્યાન -- कान्त्या काञ्चनसन्निभां हिमगिरिप्रख्यैश्चतुभिर्गजै-र्हस्तोत्क्षिप्त हिरण्यमयामृतधरैरासिच्यमानां श्रियम् । बिभ्राणां वरमब्जयुग्ममभयं हस्तैः किरीटोज्ज्वलां क्षौमावद्धनितम्बबिम्बललितां वन्देऽरविन्दस्थिताम् ।। આ ધ્યાન દિગ્ગજો વડે સુવર્ણમય ઘટોમાં ભરેલ અમૃતમય જલથી અભિષેક કરાતાં ગજલક્ષ્મીનો છે. વેદોકત શ્રી સૂકત વડે બિલ્વફળ અને આજ્યથી આહૂતિઓ દ્વારા શીઘ્ર પ્રસન્ન થનારાં છે. અથવા * શ્રિયૈ પદ્માવત્યે પાળિતાયૈ નમઃ । મંત્ર શ્રી શ્રી પદ્માવતીજી અને શ્રી કમલાદેવીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy