SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનાદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩૫ આ એક ઉપાય રૂપ છે. બીજું રૂપ છે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર કે જેમાં ઈશ્વરના ચાર પાયાના સિહાસને બિરાજેલ, શિવના પર્યક પર આરૂઢ, ચાર ભુજાઓમાં પાશ, અંકશ, પંચબાણ અને ઈશુદંડના ધનુષને ધારણ કરતાં વર્ણવેલાં છે. ધ્યાન : વાતાçતામારાં ચતુર્થાત્ ત્રિલોચનાન્ પારાશાવે પારયતી શિવાં બને (૫) શ્રી ભુવનેશ્વરી : ત્રિભુવન પાલનકર્તી ભગવતી શ્રી ભુવનેશ્વરી પણ સૌમ્ય, સુંદર છે. પ્રખ્યાત માયાબીજ થી ભુવનેશ્વરીજીનો એકાક્ષર મંત્ર છે. દેવી ભાગવતમાં શ્રી મણિદ્વીપ નિવાસિની. કર્મથી અન્નપૂર્ણા અને મહાલક્ષ્મીજીનાં કાર્યો કરતાં, શિવની સર્પલીલાઓની આદિ સહચરી, નિખિલ બ્રહ્માંડની આઘા જનની, સર્વેશ્વર્યદાત્રી, સર્વસિદ્ધિપ્રદા, દી બીજ રૂપી તાંત્રિક પ્રણવની અધિષ્ઠાત્રી, સર્વાનન્દમયી સૌંદર્યવિગ્રહ છે. ધ્યાન : ૩ત્ નિવ્રુતિમજુરિટી રીજુવી નાનત્રયુવરામ स्मेरमुखीं वरदाङ्कुशपाशाभीतिकरां प्रभजे भुवनेशीम् ।। આ ભુવનેશ્વરી જ ભગવતી શ્રી પદ્માવતી છે એવું તંત્રસામ્ય છે. સૌરાષ્ટ્રમાં ગોંડલમાં શ્રી ભુવનેશ્વરી શકિતપીઠ અતિ પ્રસિદ્ધ છે. યંત્ર : ભૂપુર, વર્તુળ, અરદલ, વર્તળ, નાનું અષ્ટદલ તેમાં અષ્ટ નાના ત્રિકોણ મળે શિવશક્યાત્મક ત્રિકોણ, (૬) શ્રી ત્રિપુરભૈરવી : દસ મહાવિદ્યાઓમાં શ્રી ત્રિપુરભૈરવી અને શ્રી ત્રિપુરસુંદરી એવાં બે સ્વરૂપો જાણીતાં છે. ઉદય પામતાં સહશ્ન સૂર્ય સમાન કાંતિ ધરાવતાં સૌમાંબર ધરા, લિપ્ત પયોધરા, ત્રિનેત્રા, હિમાંશુ મુકુટધારિણી, જપમાળા, વરદ, અભય અને વિદ્યા (પુસ્તક) ધરા આ ત્રિપુરભૈરવી સુંદર છે; પણ વર્ણાત્મક મુડમાળા ધારણ કરનારાં છે. આર્થિક ઉન્નતિ, રોગનિવારણ, ઐશ્વર્યપ્રાપ્તિ, રૈલોકયવિજય વગેરે માટે શ્રી ત્રિપુરભૈરવી આરાધ્યા છે. મંત્ર : ઇ મેં હંસરી ૬ હૈ || યંત્ર : ભૂપુર પછી અષ્ટદલ કમલમાં નવયોન્યાત્મક ત્રિકોણ દોરી ષોડશોપચાર પૂજા થાય છે. ધ્યાન : ધર્માનુસદાન્તિલક્ષીનાં શોતિi રસ્તતિતપોયરાં નાવટf વિદ્યા પ્રીતિ वरम् । हस्ताब्जैर्दधतीं त्रिनेत्रविलसद् वक्त्रारविन्दश्रियं देवीं बद्धहिमांशुरलमुकुटां वन्दे सुमन्दस्मिताम् ।। () શ્રી બગલામુખી : સાંભળવા પરથી આ નામ વિચિત્ર જણાય છે; પણ સંસ્કૃતમાં વા શબ્દ અથર્વા પ્રાણ તત્ત્વ સાથે સંકળાયેલ જોવા મળે છે. મનુષ્યની જિદ્દા પર, અને શરીરની આસપાસ સાત-આઠ આંગળ સુધી આ પ્રાણ સૂક્ષ્મરૂપે રહે છે. પરસેવામાં પણ આ અથર્વા પ્રાણ રહે છે. આ અથવા પ્રાણને ઓળખીને તેની દ્વારા ઉચ્ચાટન વશીકરણાદિ પ્રયોગો થઇ શકે છે. શત્રના નખ, પડછાયો, વસ્ત્ર, વાળ, તેણે પહેરેલાં ચંપલ વગેરેમાં રહેલાં અથર્વા પ્રાણ દ્વારા મારણ, વશીકરણાદિ પ્રયોગો સાધી શકાય છે. પીતાંબરા' એવા અન્ય નામથી પ્રખ્યાત બલ્ગા” પરથી રૂપાંતરિત થતાં શબ્દ બગલા થઈ ગયો હશે એવી વિદ્વાનોની માન્યતા છે. બગલામુખીજીની ઉપાસના અત્યંત ગુપ્ત અને પૂરી સાવધાનીથી કરવી પડે છે. તેમાં જરા પણ દોષ રહી જતાં સાધના કરનારને તેનાં માઠાં ફળો ભોગવવા પડે છે. શત્રુભયનાશ અને વાસિદ્ધિ માટે પણ શ્રી બગલામુખીજીની આરાધના થાય છે. ધ્યાન : નિવાઝHI૯૫ રેખ ટેવી વાન શત્રુન પરિયન્તીમ્ गदाभिधातेन च दक्षिणेन पीताम्बरायां द्विभुजां नमामि ।। --વામ કર વડે શત્રની જિહવાનો અગ્રભાગ પકડીને તેને પીડા કરતી તથા દક્ષિણ કર વડે તેના પર ગદાપ્રહાર કરતી પીતાંબર સંપના દ્વિભુજા દેવીને પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy