SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી खर्वानीलविशालपिङ्गालजटाजूटैक नागैर्युता जाड्यं न्यस्य कपालकर्तृजगतां हन्त्युग्रतारा स्वयम् ॥ --શવનાં હૃદય પર આલિઢ પદ ધરેલી, ભયંકર અટ્ટહાસ્ય કરતી; ખગ, કમળ, કાતર,ખપ્પર ભુજાઓમાં ધરતી, હુંકાર બીજથી સમુત્પન્ન, ખરબચડાં નીલ વિશાલ પિંગલ જટાજૂટ ધારણ કરતી, નાગોથી વિભૂષિત, બુદ્ધિની જડતાને દૂર કરતી ભગવતી તારાનું ધ્યાન કરવું. શ્રી તારા અક્ષોભ્ય નામના શિવની શક્તિ છે. ઉગ્ર તારા, નીલ સરસ્વતી, એક જટા વગેરે તેનાં ઉપાસ્ય રૂપો છે. તારાદેવી પશ્યન્તી, પરા, મધ્યમાં ને વૈખરીની સ્વામિની છે. વાવાપીશ્વરમાત્પન્નત એમ તારાષ્ટક સ્તોત્રમાં કહ્યું છે, જેનો અર્થ વાણીની અધિષ્ઠાત્રી અને ભકતોની કલ્પલતા થાય છે. તાનાસા- શ્રી તારા ૐકારનું સારતત્ત્વ છે. તારાસહસ્રનામ સ્તોત્રમાં તેમને ગદ્યપદ્ય-પીવાન કહ્યાં છે. શ્રી તારા પોતે વૈયાકરણોની ફોટ શકિત' છે. શ્રી તારાની ઉપાસના ચીનાચાર પદ્ધતિથી અર્થાત્ બૌદ્ધ લામાઓની પદ્ધતિથી થાય છે, એમ સાંભળ્યું છે. શ્રી તારા મંત્ર : શું મોં રીં શ્રીં હૂં – II ચૈત્ર સુદ નવમીની રાત્રિ તારારાત્રિ છે. ખુદ વસિષ્ઠ શ્રી તારાની ઉપાસના કરવા ચીન ગયા હતા તેવો ઉલ્લેખ છે. શ્રી તારા તારનારી દેવી કહેવાય છે. તારા ૨ તોયHવે . (લઘુસ્તવ). (૩) શ્રી છિન્નમસ્તા : દસ મહાવિદ્યાઓમાં પ્રકટ અને અપ્રકટ એવાં બે રૂપો છે. શ્રી છિન્નમસ્તાજી સાધના વિભાગમાં રહસ્યરૂપ છે. ચતુર્થ સંધ્યાકાળમાં અર્થાતુ મધ્યરાત્રિમાં તેની આરાધના થાય છે. શ્રી કાલી સૃષ્ટિપ્રલય પછીની લયની મધ્યાવસ્થાનો સંકેત છે, શ્રી તારા પ્રલય બાદ સૃષ્ટિના પ્રથમ કાળ-ઉષાકાલનો સંકેત છે, તો શ્રી છિન્નમસ્તાજી સૂર્યમંડળમાંથી અન્ય ગ્રહોની ઉત્પત્તિ અને તે ગ્રહોનાં કિરણો સૂર્ય તરફ, સૂર્યનાં કિરણો તે ગ્રહો તરફ જતાં - એમ સૌરમંડલનો ઉદ્ભવ સૂચવે છે; જેમાં કપાયેલા મસ્તકમાંથી ધડમાં, ને ધડમાંથી કપાયેલાં મસ્તકમાં રકતધારાઓનું આદાનપ્રદાન બતાવે છે. શ્રી છિન્નમસ્તાજી સરસ્વતી સિદ્ધ કરવા માટે, સમૂહ સ્તંભન માટે, રાજ્યપ્રાપ્તિ માટે અને સૌથી વિશેષ મોક્ષ માટે આરાધ્યા છે. શ્વેત કમલપીઠ એટલે વિશુદ્ધ સત્ત્વગુણ પર તે આરૂઢ છે. નાભિમાં યોનિચક્ર છે. પોતાનાં કપાયેલાં શીર્ષને પોતે ધારણ કરે છે. દિગંબરા અર્થાત વાસનામુકત છે. કષણ અને ૨કત ગુણો અર્થાત તમોગુણ અને રજો ગુણની દેવીઓ તેની સહચારીઓ છે. કપાયેલું શીર્ષ છિન્નયજ્ઞશીર્ષ છે, જેને માટે વૈદકે બ્રાહ્મણગ્રંથો દંરવ્ય છે. ધ્યાન-- प्रत्यालीढपदां सदैव दधतीं छिन्नंशिरः कत्रिकां दिग्वस्त्रां स्वकबन्ध शोणितसधाधारां पिबन्ती मद्रा। नागाबद्धशिरोमणि त्रिनयनां हृद्युत्पलालंकृतां रत्यासक्तमनोभवोपरिद्रढां ध्यायेञ्जवासंनिभाम् ।। --રતિમાં આસક્ત કામદેવારૂઢ પ્રયાલીઢ મુદ્રામાં ઊભાં રહેલાં, કપાયેલ મસ્તક અને કાતર ધારણ કરતાં, દિગંબર, કબંધમાંથી વહેતી રકતધારા રૂપી સુધાનું પાન કરતાં, સર્પ વડે શિરોબદ્ધ, ત્રિનેત્રા અને હૃદય પર કમળમાળા ધરતાં રકતવર્ણા શ્રી છિન્નમસ્તાનું ધ્યાન કરવું. શ્રી છિન્નમસ્તાજીનો મંત્ર અતિ ગુપ્ત હોય અહીં આપેલો નથી. તેનું યંત્ર પણ ગુપ્ત છે. (૪) શ્રી ષોડશી : પ્રશાંત હિરણ્યગર્ભ અથવા શિવ-સૂર્યની અધિષ્ઠાત્રી ભગવતી પોડશી સોળ અક્ષરના મંત્રરાજની દેવતા અથવા પોડશવર્ષાયા હોવાથી પોડશીના નામે પ્રખ્યાત છે. પ્રખ્યાત શ્રી વિદ્યા' નામે તે તંત્રોમાં વર્ણિત છે. અતિ સુંદર સ્વરૂપ છે. કોઈ તેને પંચવકત્રા-પાંચ મુખોવાળી માને છે. હરિત, રકત, ધૂમ્ર, નીલ, પીત - આ પાંચ રંગના મુખ છે. તે તત્પર૫, સોજાત, વામદેવ, અઘોર અને ઈશાન - એમ શિવનાં જ પંચમુખનાં અન્ય રૂપો છે. દસ હાથ છે, જે અભય, ટેક, શૂળ, વજ, અંકુશ, પાશ, પગ, ઘંટા, નાગ અને અગ્નિ ધારણ કરનારાં છે. તેમનામાં પોડશકલાઓ પૂર્ણતયા પ્રકટ છે, માટે પણ પોડશી કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy