SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] લયના ઘોર અંધકારને, સંહારની ભીષણતાને જાણ્યા વિના સુંદરીના સૌમ્ય રૂપની ઉપાસના શી રીતે સમજાય ? અમાસની રાત્રિની સ્તબ્ધ ભીષણતાને સમજ્યા પછી જ પૂર્ણિમાની આહ્લાદકતા સમજાય. એટલે તંત્રોમાં શ્રીકાલીની પ્રધાનતા છે. બૃહન્નીલ તંત્ર કહે છે કે શ્રી કાલીનાં બે રૂપો છેઃ શ્યામ રૂપ તે કાલી, રકતા રૂપ તે સુંદરી. શ્રી રામકૃષ્ણ પરમહંસને અનેક રૂપોમાં એક તત્ત્વનો સાક્ષાત્કાર કરાવનારી ભગવતી કાલી છે. ૨૩૩ (૧) શ્રી મહાકાલી : ધ્યાન - 'शवारुढां महाभीमां घोरदष्ट्रां हसन्मुखीम् । चतुर्भुजां खड्गमुण्डवराभयकरां शिवाम् ।। मुण्डमालाघरां देवीं ललजिह्वां दिगम्बराम् । एवं संचिन्तन् कालीं स्मशानालयवासिनीम् ।।' શ્રી શિવ રૂપી વ પર આલીઢા મુદ્રામાં ઊભાં રહેલાં, અતિ ભયંકર, મહા ભયંકર દાઢોવાળાં, અટ્ટહાસ્ય કરતાં, ચાર ભુજાઓવાળાં, ખડ્ગ-મુંડ ધારણ કરતાં અને બીજા બે કરકમલ વડે વરદાન અને અભય આપતાં, મુંડમાલાધારી, બહાર જિહ્વાવાળાં, દિગમ્બર, સ્મશાનમાં નિવાસ કરતાં કાલીનું ધ્યાન કરવું.' (શાક્ત-પ્રમોદ.) આ શ્લોકનો અર્થ વિસ્તારથી-ઊંડાણથી જોઈએ તો સમજાશે કે, (૧) સૃષ્ટિના પ્રલય પછીથી નવી સૃષ્ટિ થાય તે પૂર્વેની અધિષ્ઠાત્રી હોવાથી સ્મશાનમાં રહેનારાં દર્શાવ્યાં છે. (૨) શ્રી શિવ પરબ્રહ્મરૂપ હોઈ સાક્ષીભાવે પોતાની મહાપ્રકૃતિની લીલા નિહાળી રહ્યા છે, માટે તેમને શવ કહ્યાં છે. (૩) શિવના અધિષ્ઠાનથી જ મહાપ્રકૃતિ સૃષ્ટિ લય-સ્થિતિ કરે છે, એકલાં કરી શકતા નથી, માટે શિવ પર આરૂઢ છે. (૪) દિગંબરા-વાસનામુકત ભકતો વડે આરાધ્યા છે અને સ્વયં દેહાધ્યાસથી પર છે. (૫) જિહ્વા અંદર નથી, બહાર છે. જિહ્વા મુખમાં હોય ત્યારે ષડરસ ભોગ સંભવે; જિહ્વા બહાર છે માટે જિહ્વા જીતે તે જ શ્રીકાલીનાં ૫૨મ તત્ત્વને પામી શકે. (૬) તેમના એક હાથમાં ખડ્ગ છે તે સંહારનું પ્રતીક છે. મુંડ છે તે ઉત્પત્તિ વખતના પહેલાં જ ઉત્પન્ન થયેલાં મહત્ નામનાં તત્ત્વનું પ્રતીક છે. બીજા બે કરકમલો વડે વરદાન અને અભયપાલન બતાવે છે. (૭) કંઠમાં દસ મુંડોની માળા ધારણ કરેલી છે. પુરાણોમાં છ પ્રાકૃત સર્ગ ને ચાર વૈકૃત સર્ગ બતાવ્યાં છે. આ દસે પ્રકારની સૃષ્ટિનાં મૂળ-બીજો પ્રલય પછી પણ પોતાનામાં સમાવી રાખ્યાં છે. આમ, શ્રીકાલી પોતે ઉત્પત્તિ-સ્થિતિ-લય કર્તી છે. સંપ્રદાયભેદે કાલીનાં અનેક ઉપાસ્ય રૂપો ને ઉપાસ્ય મંત્રો છે. જેવાં કે, (૧) દક્ષિણકાલી, (૨) ભદ્રકાલી, (૩) સ્મશાનકાલી, (૪) કાલકાલી, (૫) ગુહ્યકાલી, (૬) કામકલાકાલી, (૭) ધનકાલી, (૮) રુદ્રકાલી, (૯) સિદ્ધિકાલી, (૧૦) ચંડકાલી વગેરે. શ્રીકાલીમંત્ર : જી જી જી હી હી હી હૈં હૂં રક્ષિળાતિ ા ા ા ાહી હું હું સ્વાી । ( દસ મહાવિદ્યાઓના મંત્રો અહીં આપ્યા છે; પણ કોઈએ તેના પ્રયોગો વિધિવત્ ગુરુપ્રાપ્તિ વિના કરવા નહીં. ) आदौ त्रिकोणमालिख्य त्रिकोणान्तर्बहिलिखेत् । ततो वै विलिखेन्मन्त्रं त्रिकोणत्रयमुत्तमम् ॥ ततस्त्रिवृर्त्तमालिख्य लिखेदष्टदलं ततः । वृतं विलिख्य विधिवल्लिखेद् भूपुरमेक्कम् ॥ યંત્રાલેખનનું ભાષાન્તર લખ્યું નથી. ગુરુ પાસેથી જાણવું. (૨) શ્રી તારા : દસ મહાવિદ્યાઓમાં શ્રી તારા પણ શ્રી કાલીની જેવાં જ લગભગ છે. તેમની ઉપાસના બૌદ્ધોના મહાયાન અને વજ્રયાન સંપ્રદાયમાં, ને સાંભળવા પ્રમાણે, તિબેટમાં વધુ થાય છે. શત્રુનાશ, વિશેષે વાક્શકિતની પ્રાપ્તિ, અને ભોગમોક્ષ બંનેની પ્રાપ્તિ માટે શ્રી તારા વિશેષ ઉપાસ્ય છે. ધ્યાન અંગે કહ્યું છે કે - प्रत्यालीढपदार्पिताङ्घ्रिशवहृद् धोराट्टहासापरा खड्गेन्दीवरकर्त्रिखर्परभूजा हुंकार बीजोद्भवा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy