SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પાવતી માતા ] [ ૨૩૧ 'દસ મહાવિદ્યાઓ અને શ્રી શ્રીપદ્માવતીજી - પ્રા. જનાર્દનભાઈ દવે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગની ભૂમિકાનો અહીં સમન્વય કરવામાં આવ્યો છે. સાધકના દસ પ્રાણોમાં દસ મહાવિદ્યાઓ છે, જેની ઉત્પત્તિ, ધ્યાન, મંત્ર, તંત્રાદિની અનેક પ્રમાણો સાથે માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી છે. અને આ સિદ્ધિદાત્રી દસ મહાવિદ્યાઓનો પરિચય આપીને વિદ્વાન લેખકશ્રીએ પરાંબા પદ્માવતીજીનો સંબંધ શ્રી લલિતા, શ્રી ભુવનેશ્વરી અને શ્રી કમલા સાથે હોવાનો નિર્દેશ સુંદર નિરૂપણ સાથે કર્યો છે. આ લેખમાં પદ્માવતી માતાનો સર્વત્ર ( પ્રભાવ ફેલાયેલો છે તે વાત પણ સ્પષ્ટપણે જોવા મળે છે. -- સંપાદક નિગમ અને આગમ એ ભારતીય પ્રજાના આચાર-વિચારનાં બે નિયામકો અર્થાતુ બે પ્રેરકબળો રહ્યાં છે. નિ+ નિશ્ચયપૂર્વક જેમાં ધ્યેય પ્રતિ ગમન કરવામાં આવે છે તે નિગમ અને आगतं शिववक्त्राब्जात् गतं तु गिरिजाश्रुतौ । तदागम इति प्रोक्तं शास्त्रं परमपावनम् ।। એટલે કે, આદિગુરુ શ્રી શિવજીના મુખારવિંદથી નીકળી શ્રી ગિરિજાના શ્રવણયુગલ સુધી પહોંચ્યું તે આગમ. જૈન તથા બૌદ્ધ દાર્શનિકોએ આગમનો અર્થ કરતાં કહ્યું છે કે, જેમાં સારી રીતે તત્ત્વર્થાધિગમ થાય છે અને સંપૂર્ણપણે પરમ પદ સુધી જઈ શકાય છે તે આગમ. આગમ' શબ્દ ઘણો વિશાળ - વ્યાપકરૂપે છે. આગમના ત્રણ કાંડ છે: જ્ઞાનકાંડ, ઉપાસનાવિધિકાંડ અને કર્મકાંડ. આ ત્રણે કયારેક એક સાથે પણ કામ કરે છે. દા. ત. જૈનધર્મનાં શ્રાવક-શ્રાવિકાઓ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓનું કે શ્રી સિદ્ધચક્રાદિનું પૂજન કરે છે ત્યારે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, આરતી વગેરે વડે દ્રવ્યપૂજા કરતાં હોય છે; ને તેમાં સાથોસાથ ભાવપૂજા પણ કરતાં હોય છે. ભાવપૂજા એટલે તીર્થકર ભગવંતોના ગુણોનું ચિંતન કરતાં કરતાં સંસારનું વિસ્મરણ થવું અને શ્રી તીર્થકર ભગવંતોમાં મનનો લય કરતાં કરતાં આ ભગવંતોની કોટિએ હું કયારે પહોંચે એવો ભાવ અંતરમાં જાગવો. ચૈત્યવંદન અથવા અર્ચનમાં જિનવરોનાં બિંબમાં એકાગ્રચિત્ત કરીને આ બિંબોનાં દિવ્યચક્ષુમાંથી જે શાંતરસ વહે છે, મુખકમલ પર આત્માનુભૂતિની જે ઊડી પ્રસન્નતા ઝળકે છે, તે પોતાનામાં પ્રગટે એવી ભાવના પણ ભાવતાં હોય છે. જિનવરોનાં આ અર્ચન, સ્મરણ, ગુણાનુવાદની સાથે ધ્યાનક્રિયા પણ જોવા મળે છે. આમ, કર્મકાંડ સાથે ઉપાસના અને જ્ઞાનકાંડ પણ અહીં સમન્વિત થયાં છે. આ રીતે આગમોમાં આત્મવિચાર, જીવવિચાર, સૃષ્ટિવિચાર, મોક્ષવિચાર, ઉત્ક્રાન્તિ ને ગતિવિચાર, કર્મવિચાર, અરિહંતો, સિદ્ધો ને બુદ્ધોની દેશનાઓ, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓના પ્રશસ્ત માર્ગો અને તે બધાની સાથે ચતુર્વિધ સંઘના આચારો, ઉપાસનાઓ, સાધનાઓ, મંત્રપરિપાટીઓ - આ સઘળું આગમમાં સમાવેશ પામે છે. જૈનાગમ અને બૌદ્ધાગમ સિવાયના શાકૃત શૈવાગમો, વૈષ્ણવાગમોમાં તંત્ર, ડામર, યામલ, પટલ વગેરે અનેક ભિન્ન ભિન્ન કોટિનાં અનેક શાસ્ત્રો છે. જૈનાગમોમાં સોળ વિદ્યાદેવીઓ, તીર્થકરોની શાસનદેવીઓ વગેરે પ્રચલિત છે. શાકતાગમાદિમાં દસ મહાવિદ્યાઓ અને અઢાર વિદ્યાસિદ્ધિ દેવીઓની ઉપાસનાઓ સવિસ્તર વર્ણવવામાં આવેલ છે. આ દસ મહાવિદ્યાદેવીઓનાં નામ આ પ્રમાણે છે : (૧) મહાકાલી, (૨) તારા, (૩) બગલામુખી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy