SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૨૯ અનેમીશ્વર ચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; ગૂઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે... શંખેશ્વર સાહેબ સાચો.” આમ, મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી શ્રીકૃષ્ણ મહારાજનું યુદ્ધમાં વિજય મેળવવાનું કાર્ય પૂર્ણ થયું, સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમાજી જગતને ભેટ મળ્યા; અને જેમનાં દર્શનથી આજે આખું જગત દુઃખમુક્ત બની રહ્યું છે. તેરમી સદીમાં શ્રી પદ્માવતીદેવીની આરાધના-ઉપાસનાથી શ્રી જિનપ્રભસૂરિએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આચાર્યશ્રી સોમપ્રભસૂરિએ પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. દેવેન્દ્રો, દાનવેન્દ્રો, ચક્રવર્તીઓ, રાજા-મહારાજાઓ મા ભગવતી પદ્માવતીજીની પૂજા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકયા છે. મા ભગવતી પદ્માવતીજી આનંદનું ધામ છે. મનનો વિશ્રામ છે. શકિતનો ભવ્ય ભંડાર છે, મનના મનોરથ પૂરનારાં છે. क्षुद्रोपद्रव- रोग-शोक-हरणी दारिद्रय-विद्राविनी. व्याल-व्याघ्रहरा फणत्रयधरा देह-प्रभा-भास्वरा । पातालाधिपति-प्रिया प्रणयिनी चिन्तामणि: प्राणिनां. श्रीमत्पार्श्व-जिनेश-शासन-सुरी पद्यावती देवता ।। -- ક્ષુદ્ર ઉપદ્રવો, રોગ અને શોકને હરનારી, દરિદ્રતાને વિદાય કરનારી, સર્પ અને વાઘ વડે ઉત્પન્ન થતા ભયોને દૂર કરનારી, ત્રણ ફણા ધારણ કરનારી, શરીરની કાંતિ વડે દેદીપ્યમાન, પાતાલના અધિપતિની પ્રિયા, પ્રાણીઓને માટે ચિંતામણિ સ્વરૂપ, સકલ સિદ્ધિદાત્રી શ્રી પદ્માવતીદેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનની શાસનદેવી છે. જગતભરનું એક પણ કાર્ય એવું નથી કે જે ભગવતી પદ્માવતીજીની કૃપાથી સિદ્ધ ન થાય. માટે તો ઋષિમુનિઓએ, કવિઓએ મા ભગવતી પદ્માવતીજીના ગુણોનું વર્ણન કરતાં લખ્યું છે કે, या मन्त्रागम-वृद्धिमान-वितनोल्लास - प्रसादार्पणा । या चेष्टाशय-क्लृप्त-कार्मणगण - प्रध्वंसदक्षाङ्कुशा ।। आयुर्वद्धिकरां जराभयहरं सर्वार्थ सिद्धिप्रदाम् । सद्यः प्रत्ययकारिणी भगवतीं पद्मावती संस्तुवे ।। -- જે દેવી મંત્ર અને આગમ વડે પૂજિત થઇ, વૃદ્ધિ, યશ, ઉલ્લાસ અને પ્રસાદ-પ્રસન્નતાને આપનારી છે, અને જે અભીષ્ટ કાર્યોની સિદ્ધિ માટે અન્ય જનો દ્વારા કરાયેલા જાદૂટોણાથી થતાં ઉપદ્રવોને શમાવવા માટે અજોડ અંકુશરૂપ છે; આયુષ્યવૃદ્ધિ કરનારી, જરા અને ભયને હરનારી, સર્વાર્થ સિદ્ધિ આપનારી તથા તત્કાળ વિશ્વાસ આપનારી ભગવતી પદ્માવતીદેવીનું હું સ્તવન કરું છું. त्रुट्यत् शृंखल बन्धनं बहुविधैः पाशश्च यन्मोचनं, स्तम्भे शत्रु-जलाग्नि-दारुण-मही-नागारिनाशे भयम् । હારિદ્રય-પદ-જો-શો અમને સૌપ-તપ્રા . ये भक्त्या भुवि संस्मरन्ति मनुजास्ते देवि ! नामग्रहम् ।। -- મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી દુઃખમાં રક્ષણ થાય છે અને સુખસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમનાં નામસ્મરણથી બંધનો તૂટી જાય છે, અનેકવિધ ગૂંચવણોમાંથી છૂટકારો મળે છે, સ્તંભન, શત્રુ, જળ, અગ્નિ, ભૂકંપ વગેરે ઘોર ઉપસર્ગો નાશ પામે છે. હિંસાદિક પ્રાણીઓનો ભય નાશ પામે છે. દરિદ્રતા, ગ્રહપીડા, રોગ-શોક વગેરેનું શમન થાય છે અને સૌભાગ્ય તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy