SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] વન્ધ્યાસુપુત્રાપિતા : પુત્રપ્રાપ્તિ માટે અનેક ઉપાયો કરીને થાકેલી સ્ત્રીઓ આખરે મા ભગવતી પદ્માવતીજીના શરણે આવે છે. અને મા ભગવતી પદ્માવતીજીની પૂજા, ભકિત, ઉપાસના કરે છે ત્યારે મહાદેવી તેને ઇચ્છિત સંતાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે વંધ્યાદોષ, કાકવંધ્યા દોષ, મૃતવત્સાદોષ જેવા તમામ દોષો મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી દૂર થાય છે. માની ભકિતમાં ગજબની તાકાત છે. નાનારોગવિનાશિની : રોગથી પીડાતો માનવ અનેક ડૉકટરો, વૈદ્યો, ભૂવાઓ, જ્યોતિષીઓ પાસે જઇને થાકયો હોય, છતાં રોગથી મુક્ત ન બન્યો હોય, હેરાન-પરેશાન થઇ ગયો હોય, જીવવાની આશા પણ ગુમાવી બેઠો હોય, આવો માનવ જ્યારે મા ભગવતી પદ્માવતીજીનાં ચરણોમાં જાય છે, ત્યારે મા એ માનવને નવચેતન આપી, નવજીવન આપી, તમામ રોગોને દૂર કરી આરોગ્યને બક્ષે છે. મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી અનેક વ્યક્તિઓ રોગમુકત બન્યાના ઘણા કિસ્સા મેં જોયા છે. અધા : અહરા એટલે તમામ પ્રકારના દોષોને પાપોને હરનારાં મા ભગવતી પદ્માવતીજીની ભકિત કરવાથી મનુષ્યમાં રહેલા કેટલાક દોષો, જે અન્ય કોઇ ઉપાયથી દૂર થતા નથી તે દૂર થાય છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પુખ્યાત્મનાં રક્ષિા : મા ભગવતી પદ્માવતીજી પુણ્યાત્માનું રક્ષણ કરનારાં છે. એટલે કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા - આ તમામ પર કોઇ સંકટ આવ્યું હોય તો તે સંકટને શીઘ્રપણે હરનારાં છે. એટલા માટે તો તે શ્રી સંઘનાં રક્ષણહાર શાસનદેવી તરીકે સ્થાન પામેલાં છે. મા ભગવતી પદ્માવતીજીનું નામસ્મરણ પણ દુઃખને હરનારું છે. રફીનાં ધનાયિા : ચંક માણસ મા ભગવતી પદ્માવતીજીની ભકિત કરે તો તેને ધન પ્રાપ્ત થાય છે. ટૂંક માણસની સૌથી મોટી કોઇ સિદ્ધિ હોય તો તે ધનપ્રાપ્તિ છે અને મા ભગવતીજીની કૃપાથી તે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુતવા : મા ભગવતી પદ્માવતીજીની ભકિત ઉત્તમ ફળ આપનારી છે. ભકતનું ભલું થાય તેવાં કાર્યો મા ભગવતી પદ્માવતીજી સિદ્ધ કરે છે. અને જેમાં ભકતનું અહિત હોય તેવાં કાર્યો મા ભગવતીજી અટકાવે છે. वांच्छार्थि ચિંતામળિ : જેમ ચિંતામણિરત્ન તેની પાસે માંગીએ તે આપે છે, તેમ મા ભગવતી પદ્માવતીજીની કૃપા પણ મનની ઇચ્છાઓને પૂર્ણ કરનારી છે. તેની કૃપાથી મનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. મા ભગવતી પદ્માવતીજી ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. એ ભકતોને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર મેળવવામાં મદદ કરે છે. એટલે કે મા ભગવતી પદ્માવતીજીની ભકિત ફકત સંસારનાં કાર્યોની સિદ્ધિ જ નહિ, આત્મકાર્યોની પણ સિદ્ધિ આપે છે. માટે તો મા ભગવતી પદ્માવતીજીને સકલ સિદ્ધિદાત્રી કહી છે. મા ફકત ભૌતિક ઇચ્છાઓ જ પૂર્ણ કરે છે એવું નથી, પણ આધ્યાત્મિક ઇચ્છાઓ પણ પૂર્ણ કરનારી છે. - Jain Education International શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે યુદ્ધ થયું. જરાસંઘે જરાવિદ્યાનો પ્રયોગ કર્યો. શ્રી કૃષ્ણ ગભરાયા. કેવી રીતે વિજય મેળવવો તેની મૂંઝવણમાં પડી ગયા. તે વખતે બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ કુમારાવસ્થામાં હતા. શ્રી કૃષ્ણ નેમકુમારને પૂછે છે : 'હે નેમકુમાર! આમાંથી કેવી રીતે બચવું ? વિજયશ્રીને કેવી રીતે વરવું ?' નેમકુમાર શ્રી કૃષ્ણને કહે છે કે, 'હે વડીલબંધુ ! અઠ્ઠમનો તપ કરી મા ભગવતી પદ્માવતીજીને પ્રસન્ન કરો; અને તેમની પાસે રહેલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાજી મેળવી, તે પ્રતિમાજીના હવણ જળનો છંટકાવ કરો ને જરાવિદ્યાની અસરને દૂર કરો.' શ્રી વીરવિજયજી મહારાજે આ પ્રસંગનું વર્ણન કરતાં કહ્યું છે કે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy