SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છે. પાશ એ નાગપાશની જેમ વિપ્નોની વાદળીઓને વીખેરવા માટે પર્યાપ્ત છે; વરમુદ્રા એ ઉપાસક-ઉપાસિકાઓને શ્રેષ્ઠ અને સર્વોત્તમ વરદાન આપે છે; ત્રીજું અંકુશ, તે તમામ દુષ્ટો કે દુર્જનો કે દૈત્યોનું દમન કરવા માટે છે, એટલે કે અંકુશની સામે કોઈ પણ દુષ્ટ તત્ત્વ અવાજ કરી શકે નહિ; અને ચોથા ચિહન તરીકે બીજોરું છે, જે આરાધક આત્માઓને અભીસિત અભિભાષાઓને પરિપૂર્ણ કરવા માટેનું નિમંત્રણ આપી રહ્યું છે, સાથોસાથ બીજોરું મંગલસ્વરૂપ કહેવાય છે. ઉપાસકના અંતરમાં હંમેશાં એ સિદ્ધાંત અંકિત થઈ જવો જોઈએ કે દેવી-દેવતાની ઉપાસનાના દષ્ટિકોણમાં મુખ્ય ઉપાસ્ય તરીકે દેવાધિદેવ રહેવા જોઈએ. કોઈપણ દેવી-દેવતાનું દર્શન-પૂજન-અર્ચન કરતાં દેવાધિદેવનું મહત્ત્વ ઓછું નહિ થવું જોઈએ; બલ્ક, આત્મસાત્ થવું જોઈએ, તો જ દેવી-દેવતા ફલદાયી બની શકે; કેમ કે, સમ્યગુદષ્ટિ દેવી-દેવતાઓ પણ દેવાધિદેવના સેવકો છે. તેઓના જાણવામાં આવે છે કે આ સદ્ભાગ્યશાળી ઉપાસક કે ઉપાસિકા અર્હત્ પરમાત્માની અમાપ અને અદ્વિતીય ભકિતભાવના કરે છે ત્યારે જ તેઓ સુપ્રસન્ન થઈને અમીવર્ષા વરસાવતાં હોય છે. એટલે ક્યારેય પણ આરાધકના દષ્ટિપથમાંથી તીર્થંકર પરમાત્મા ખસવા જોઈએ નહીં. જેમના સ્મરણ માત્રથી ભૂતપ્રેતો અને પિશાચો પલાયન થઈ જાય છે, દૈત્ય-દાનવો ડોલવા લાગે છે એવી ભકતજનોની ભીડ ભંજન કરવામાં જરાય વિલંબ ન કરનારી પદ્માવતીદેવીની આરાધનાથી અનેક સિદ્ધિઓ મેળવી ચુકેલા જૈનાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી વિક્રમની ચૌદમી શતાબ્દીમાં એક પ્રતિભાસંપન્ન વ્યકિતવિશેષ તરીકે વિશ્વમાં વિખ્યાત બન્યા હતા. વિ. સં. ૧૮૫૭થી ૧૯૦૮ દરમિયાન જૈનજગતમાં અસ્તિત્વ ધરાવનાર શ્રી વીરવિજયજી મહારાજની રચેલી પ્રજાઓ આજે પ્રત્યેક મંદિરનાં મંગલદ્વારે ગવાઈ રહી છે. જૈનશાસનમાં આઠ પ્રભાવકોની સંકલના બહુ જ સુંદર રીતે કરવામાં આવી છે. તેમાં પરોપકારાર્થી મંત્રવાદીને પણ એક પ્રભાવક તરીકે ગણવામાં આવ્યા છે. આ મંત્રશકિત માટે કોઈ અવરોધ હોઈ શકે જ નહીં. મંત્ર દ્વારા ઝેરને નાબૂદ કરી શકાતું હોય તો શું ખોટું છે ? વંદિતાસૂત્રની ગાથા ૩૮ આ વાતનું સંપૂર્ણ સમર્થન કરે છે. 'તિજય પટુત્ત’ની ગાથા - ૧૩માં ચંદન અને કપૂર દ્વારા પાટિયા ઉપર લખાયેલો એકસોસિત્તેર તીર્થકરનો યંત્ર એકાંતરિયા તાવ, ગ્રહ, ભૂત, શાકિની વગેરે દોષોને દૂર કરે છે એમ દર્શાવાયું છે. ચૌદ પૂર્વો પૈકી દસમું પૂર્વ વિદ્યાપ્રવાદ છે, તેમાં અનેકવિધ વિદ્યાઓ, મંત્રો તેમ જ આમ્નાયોનો સંગ્રહ હોય તેમ માનવામાં આવે છે. આ મંત્રસાધનાસિદ્ધિ છેક પ્રાચીનતમ કાળથી ચાલી આવે છે. હઠીલાં દર્દો અને અસાધ્ય રોગો આ મંત્રશકિત દ્વારા નાબૂદ કરી શકાય છે. કેટલાક આરાધકો ઉપાસનાનો આરંભ કર્યા પછી શીધ્રાતિશીધ્ર તેનાં ફળની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. જો પરિણામ ન જણાય તો મંત્રની શકિતમાં શક પેદા કરે છે, એ છેક અનુચિત છે. આજે એક બીજનું રોપણ કરવામાં આવે, અને કાલે જ વૃક્ષ ઊગી નીકળે એવું કયારેય બનતું નથી. હા, કાલાન્તરે પરિણામ જરૂર જોઈ શકાય છે. મંત્રશકિત એક સંજીવની ઔષધી છે. એનું સમયસર સેવન કરવાથી નવજીવન મળે છે, તાજગી પ્રાપ્ત થાય છે. શ્રી પદ્માવતીદેવીના પાવક અને આકર્ષક મંત્રો અત્રે અવતરિત કરવામાં આવ્યા છે : ૧. ૐ હ્રીં શ્રીં કલી કામેશ્વરી શ્રી પદ્માવતી મમ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. આ સર્વસાધારણ મંત્ર કોઈપણ કાર્ય માટે ચાલી શકે. હંમેશાં ૩ યા ૫ માળાઓ ગણો. ૨. ૐ પદ્માવતી પધ્રનેત્રે પદ્માસને સૌભાગ્યલક્ષ્મીદાયિની વાંછા પુરણી ચિન્તાચુરણી રૂદ્ધિ સિદ્ધિ જય વિજયં કુરુ કુરું કલીં સ્વાહા. રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે તેમ જ કોર્ટકચેરી યા દુશ્મનની સામે જય મેળવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy