SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સિરિ કામરાજ કી મંત્રને ધારણ કરનારી : શકિતસ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતી અને તેના મંત્રો * આચાર્ય શ્રી વિજયભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ જૈન સમાજમાં ભગવતી પદ્માવતીજીના પ્રભાવ/પ્રસાર વધારનારા સાધકો પૈકી પૂ. આ.શ્રી વિજયભુવનશેખરસૂરિજી મહારાજનું પણ ઘણું સારું યોગદાન રહ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠા અને રાજસ્થાનના જાલોર, સિરોહી, ગોલવાડ વગેરે પ્રદેશોમાં મૂર્તિ અને દેવકુલિકાઓની સ્થાપના કરાવવામાં પૂજ્યપાદશ્રીએ સારો ભાગ ભજવ્યો છે. પૂજ્યશ્રીની પાદનોંધ સમી 'માડીનાં મીઠાં સંભારણાં' પુસ્તિકામાંથી કેટલીક પ્રસાદી અત્રે પ્રસ્તુત છે. ભગવતીના વિવિધ મંત્રો અને પ્રભાવ સંબંધે સાધકોને ઉપયોગી એવું વિપુલ સાહિત્ય પૂજ્યશ્રીએ સર્જ્યું છે. મંત્ર-જાપ દ્વારા પદ્માવતીજીની સાધના થાય છે. ભાવિકની પાત્રતા અને યોગ્યતા મુજબ અંતરમાં દેવીનો વાસ થયા કરે છે અને ભકિતનું ફળ મળ્યા કરે છે. સંપાદક પવિત્રતાની પરમ જયોત સમા ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાને જ્યારે શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ત્યારે શ્રી પદ્માવતીદેવીની પણ એક શાસનરક્ષિકા તરીકે સ્થાપના કરવામાં આવી, અને યક્ષ-યક્ષિણીનો પણ જૈનપરંપરા મુજબ તેમાં સ્વીકાર થયો. ભુવનપતિ નિકાયના નાગરાજ શ્રી ધરણેન્દ્ર એ યક્ષ કહેવાયા. તેમનાં બે પત્નીઓ પૈકી એક પદ્માવતીજી અને બીજી વૈરાટ્યાદેવી. ૨૨૧ એક સમયે વૈરાટ્યાદેવીની સાધના, આરાધના અને ઉપાસના દ્વારે દ્વારે થતી જોવા મળતી. આજે તેમાં એકાએક કાલાનુભવાત્ ઓટ આવતી ચાલી; અને વૈરાટ્યાદેવીની સાધના સામે પડદો પડી ગયો હોય તેમ કહી શકાય. આજે જ્યારે ચૌદ ચૌદ વિદ્યાઓની અધિષ્ઠાત્રી મહાદેવી પદ્માવતીની સાધના-ઉપાસના દિન-પ્રતિદિન પ્રગતિ કરવા લાગી; ત્યારે વિધવિધ ઉપચારો, ગૌરવાન્વિત ગાથાઓ તેમ જ પ્રભાવપૂર્ણ પ્રશસ્તિઓ દ્વારા માડીની સાધનાની સરગમ સંભળાવા લાગી છે. સાધક અને સિદ્ધિ વચ્ચેના માનવંતા સ્થાનને મેળવનારી સાધના હંમેશાં શ્રદ્ધા, શુદ્ધિકરણ અને ભકિત પર નિર્ભર છે. સાધનાનો માર્ગ સંકટના કંટકથી ગ્રસ્ત છે, એ કયારેય ભૂલવું ન જોઈએ. સાધના સાધકને કસોટીના કાળા પત્થરથી લસોટી લે છે, ત્યારે જ સાધકને સિદ્ધિના મંગલ દ્વારે મહાલવાનો મોકો મળે છે. શ્રી પદ્માવતી મૈયા પૂર્ણ પ્રભાવશાળી હોવાથી જૈન તેમ જ ઈતર સમાજમાં અત્યંત પૂજનીયા બનેલાં છે. પ્રાણવંતી સાધનાની સિદ્ધિકારિણી મૈયા પદ્માવતી નવ નવ નામે નિર્દેશ પામી છે. જેમ કે રકત પદ્માવતી, ભૈરવી પદ્માવતી, શબરી પદ્માવતી, મહામોહિની પદ્માવતી, શ્વેત પદ્માવતી વગેરે. મૈયા પદ્માવતીના ચાર હાથો પૈકી જમણા હાથમાં ઉપર પાશ છે, નીચેના હાથ વરદમુદ્રામાં છે યા તો કમળ ધારણ કરેલું જોવા મળે છે. ડાબા હાથમાં ઉપરના હસ્તતલમાં અંકુશ છે, જ્યારે નીચેના હસ્તતલમાં બીજોરૂં છે. નાગપાશ વગેરે ચાર ચિહ્નો વિઘ્નવિનાશક અને અભીપ્સિતનાં ઘોતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy