SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નોંધ - ઉપર આપણે પદ્માવતીદેવીના આંખ બંધ-ઉઘાડની ઘટના વાંચી. દેવ-દેવીઓમાં તો આવી ઘટના બને, પરંતુ તીર્થકરની મૂર્તિમાં બનેલી આ ઘટના મને પહેલીવાર જાણવા મળી છે. જો દેવો તીર્થંકરદેવની મૂર્તિમાં પણ ચમત્કાર બતાવતા હોય તો સ્વર્ગના દેવ-દેવીની આંખોમાં ચમત્કાર સર્જાય એમાં શું નવાઇ છે ? આજના અશ્રદ્ધાળ, નાસ્તિક વિચારસરણી ધરાવનારા, સાચા ચમત્કારોને પણ હમ્બગ માનનારા અને એ નિમિત્ત લઇને પૂજ્ય ગુરુદેવોની જાહેરમાં ભયંકર અવહેલના કરનારા પત્રલેખકોને આ કાંગડાની ઘટના ખરેખર ! જોરદાર બોધપાઠ આપે છે. શ્રી કાંગડા તીર્થમાં બિરાજમાન પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિનાં ઉઘાડ-બંઘ થતાં ચક્ષુ – પ્રવાસીઓને અનુભવ મુંબઇ, તા. ૨૧-૧૧-૯૩ જૈન સોશ્યલ ગ્રુપ સાઉથ-બોમ્બેના ૭૦ વ્યકિતઓનાં કુલુ-મનાલી પ્રવાસમાં પ્રાચીન તીર્થ શ્રી કાંગા તીર્થની મુલાકાત દરમિયાન જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની (બંધ ચક્ષુવાળી) મૂર્તિના "ચક્ષુ ઉઘાડ-બંધ થતા જોયા. તેમજ પ્રતિમાજીનો વર્ણ (રંગ) બદલાઈ અને મુખાકૃતિઓનાં વિવિધરૂપો સહિત અમી-ઝરણાં”ના દર્શનનો લહાવો માણવા મલ્યો હોવાનું પ્રવાસમાં સાથે ગયેલા સામાજિક કાર્યકર સી.જે. શાહે જણાવ્યું હતું. વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશના નગરકોટનાં ઐતિહાસિક કિલ્લાની રમણીય ઘાટી પર આવેલું પ્રાચીન સમયનું વૈભવશાળી જૈન તીર્થક્ષેત્ર શ્રી કાંગડા તીર્થ છે. પાટણ શહેરના જ્ઞાનમંદિરના ભંડારમાં ઉપલબ્ધ વિ. સં. ૧૪૮૪માં રચિત "વિજ્ઞપ્તિ ત્રિવેણી” નામના ગ્રન્થ મુજબ આ નગરીનું પ્રાચીન નામ સશર્મપુર હતું. ભગવાન શ્રી નેમિનાથ અને મહાભારતના પાંડવોના સમયમાં આ તીર્થના જિનમંદિરોનું નિર્માણ રાજા સુશર્મચંદે કરાવ્યાનો ઉલ્લેખ "વૈયનાથ પ્રશસ્તિ” માંથી મળે છે. હાલમાં દર વર્ષે તેરસની દિવાળીથી પૂનમ સુધી મેળો ભરાય છે. જેમાં હજારો ભકતગણો યાત્રાસંઘમાં આવી પ્રભુભકિતમાં તલ્લીન થઇ જાય છે. એટલા માટે આ તીર્થને 'પંજાબનું શત્રુંજય તીર્થ” કહેવાય છે. શ્રી પદ્માવતી દેવીનો મહામંત્ર : (૧૦૮ વાર જાપ કરવા) ૩. પાવર પાનેત્રે ! Tલને | लक्ष्मीदायिनी ! वांच्छापूरणि ! ऋद्धिं सिद्धिं जयम् जयम् जयम् कुरु कुरु स्वाहा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy