SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૯ ૧. મુંબઈ-વાલકેશ્વર, ૨. મુંબઇ-ગોવાલીયાટેક, ૩. મુંબઇ-મલબારહીલ, નેપીયન્સી રોડ, એન્ટરપ્રાઈઝ, ૪. મુંબઈ-લોનાવાલા,વલવનના મંદિરમાં, ૫. મધ્યપ્રદેશ-નાગેશ્વર તીર્થ, ૬. ગુજરાત-ડભોઈ, ૭. ગુજરાત-કપડવંજ, ૮. ગુજરાત-માંજલપુર (વડોદરા), ૯. ગુજરાત-બોડેલી, ૧૦. પાલીતાણા-જૈનસાહિત્યમંદિર*. મારા હસ્તકના બીજાં સ્થાનો યાદ રહ્યા નથી. યતિ વર્ગે પોતપોતાના રહેવાના ઉપાશ્રયોમાં, પૂના, પાલીતાણામાં શત્રુંજય પહાડ ઉપર કે અન્યત્ર રાત-દિવસ પોતાને કરવાની સાધના માટે આરસની મૂર્તિઓ જે બિરાજમાન કરાવી છે તે લગભગ એક જ પ્રકારની મળે છે. જતિઓ માત્ર પદ્માવતીદેવીની જ સાધના ન કરતા, સાથે સાથે ભૈરવ અને હનુમાનજીની પણ સાધનાઓ કરતા હતા. વધુ લંબાણ ન કરતાં આટલી ભૂમિકા કરીને છેલ્લાં ૨૫ વરસમાં વાલકેશ્વર ટાઇપની જ મૂર્તિઓ જયપુરના જાણીતા કયા કયા શિલ્પીઓએ કઈ કઇ સાઇઝમાં બનાવી તેની થોડીક યાદી જે ઉપલબ્ધ થઇ તે અહીં આપી છે. નોંધ - મારાથી બહુ જોરદાર પ્રયત્ન થઇ ન શકયો, જેથી જયપુરના નાના-મોટા અન્ય કલાકાર શિલ્પીઓએ પણ ઘણી મૂર્તિઓ બનાવી હશે. તે નોંધ મેળવી શકયા નથી. જયપુરના બે-ત્રણ શિલ્પીઓના અંદાજ મુજબ વાલકેશ્વર ટાઇપની દેશમાં લગભગ એક હજારથી વધુ મૂર્તિઓ બેસી ગઈ હશે, અને તેઓ આજે કહે છે કે હજુ પણ ઓર્ડરો મળતાં રહે છે. હવે જયપુરના સેંકડો જૈનમૂર્તિઓ તૈયાર કરનારા જાણીતા કુશળ બે શિલ્પીઓએ પદ્માવતીજીની મૂર્તિઓ કેટલા ઇચની કરી તેની નોંધ મારા ઉપર મોકલી છે, એ નોંધમાંથી માત્ર સાઇઝ અને સંખ્યા અહીં રજૂ કરી છે. પ્રથમ શિલ્પી શ્રી ચંપાલાલજીએ મોકલેલી નોંધ જોઈએ વાલકેશ્વરમાં પહેલવહેલી પદ્માવતીજીની મૂર્તિ તૈયાર કરી આપનાર અમારા ખાસ આત્મીય જાણીતા નિષ્ણાત મૂર્તિઆર્ટીસ્ટ શ્રી ગણેશ નારાયણ ગંગાબક્ષ જેઓ ઉચ્ચકક્ષાના શિલ્પકાર હતા અને જેમણે મારી સૂચના મુજબ ભારતભરમાં અજોડ શિલ્પવાળી ૫૧ ઇંચની સપરિકર પદ્માવતીની મૂર્તિ પહેલીવાર તૈયાર કરી હતી. તેમના જ સુપુત્ર કુશળ શિલ્પકાર શ્રી ચંપાલાલજીએ પદ્માવતીજીની જે મૂર્તિઓ તૈયાર કરી તેની નોંધ તેમને પોતાની ડાયરીમાં જેટલી નોંધી હતી તે નીચે મુજબ છે. છેલ્લાં ૨૫ વર્ષમાં તેમને ૬૦ મૂર્તિઓ તૈયાર કરી, તે મૂર્તિઓ ૧૭ ઇચથી લઈને ૨૧, ૨૫, ૨૭, ૩૭, ૪૧, ૪૫, ૫૧,૬૧, અને ૩ ઇચના માપવાળી છે. હવે જયપુરના વિખ્યાત શિલ્પકાર શ્રી નારાયણલાલ રામધનને ત્યાંથી આવેલ યાદી તેમને ૩૨ મૂર્તિઓ તૈયાર કરી તેમાં ૭ ઇંચથી લઇને ૪૧ ઈચના માપવાળી મૂર્તિઓ તૈયાર કરી છે. આ પ્રમાણે પદ્માવતી માતાજીની તથા તેને સ્પર્શતી વાચકોને ખાસ જાણવા જેવી કેટલીક વિવિધ હકીકતોથી સંકલિત લેખ અહીં પૂરો થાય છે. તા. ૨૨/૧૧/૯૩ના રોજ મુંબઇના સુપ્રસિદ્ધ દૈનિક પત્ર મુંબઈ સમાચાર'માં પંજાબમાં આવેલા કાંગડા તીર્થમાં ચમત્કારની બનેલી અભૂતપૂર્વ ઘટના પ્રગટ થઈ હતી. તે એ પત્રમાંથી ઉદ્ભૂત કરીને અહીં આપી છે. * જૈન સાહિત્યમંદિરના ચમત્કારી પદ્માવતીજીના દર્શન-પૂજન ગુજરાત, મધ્યપ્રદેશ આદિના મંત્રીઓએ પણ કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy