SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] ભગવતીજીની ઈચ્છા હતી, તે સ્થળ વાલકેશ્વરમાં મળી ગયું. મૂર્તિનો આકાર પણ તેમને મનગમતો હતો તે રીતે કરાવ્યો છે, જેથી મા ભગવતીજી ખૂબ રાજીપો અનુભવે છે. [ શ્રી પાર્શ્વનાોપસર્ગ-હારિણી છેલ્લાં ૨૫ વર્ષમાં વાલકેશ્વર ટાઈપની મૂર્તિઓ આ દેશની ચારે દિશામાં લગભગ બેસી ગઈ. જેમાં મદ્રાસ, કલકત્તા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશો ગણાવી શકાય. દેશના પ્રાંતોની દૃષ્ટિએ જોઈએ તો દિલ્હી, પંજાબ, બંગાલ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર, બિહાર, મધ્યપ્રદેશ વગેરે ગણાવી શકાય. (ઓરિસ્સાની ખબર નથી.) પરદેશમાં નજર નાંખીએ તો અમેરિકામાં સિદ્ધાચલમાં, યુરોપમાં, લંડનના લેસ્ટરમાં તથા સાંભળવા પ્રમાણે આફ્રિકા અને જાપાનમાં પણ હશે. મા ભગવતીજી સાથેના મારા અંગત અનુભવો, પરચાઓ, કેટલીક રહસ્યમય બાબતો તેમજ બીજાના સાંભળેલા સંખ્યાબંધ સફળ અનુભવો એટલા બધા વિશાળ સંખ્યામાં છે કે જેની નોંધ લેવાનો કે પ્રસિદ્ધિ આપવાનો આજે મને સમય નથી, પરંતુ શકય હશે તો ભાવિમાં માતાજીની સ્વતંત્ર પુસ્તિકા તૈયાર કરવા ભાવના છે, પણ હવે સમયનો અભાવ, શારીરિક પ્રતિકૂળતા કેટલો સાથ આપશે તે જ્ઞાની જાણે ! મહારાષ્ટ્રમાં મુંબઈ-વાલકેશ્વર જૈનશાસનની ૨ખેવાળી માતાજીનું ધામ સારૂં બન્યું છે, તેમ ગુજરાતમાં હજુ ધામ ઊભું થઈ શકયું નથી. વાલકેશ્વરના પદ્માવતીજીની સ્ટાઇલની મૂર્તિમાં બંને છેડે થોડો સુધારાવધારો કરીને પૂના પાસે લોનાવાલામાં વલવન ગામમાં શ્રી પદ્માવતીજીનું નવું શિલ્પ કંડારવામાં આવ્યું છે. જૈનસંઘમાં માતાજીના વરસી રહેલા પ્રભાવના કારણે અનેક સ્થળે પદ્માવતીજીની મૂર્તિ બિરાજમાન થઇ અને થતી રહી છે. દહેરાસરમાં મૂલનાયક ભગવાન ગમે તે હોય પણ સંઘને એમ થાય કે પદ્માવતી મા જોઇએ-જોઇએ જ. ૧. જાણીતા જૈનધર્મના અનોખા પ્રભાવક, વિદ્વાન પ્રવકતા, મારા ધર્મસ્નેહી આચાર્યશ્રી સુશીલકુમારજીને અમેરિકામાં જૈનધર્મના પ્રચાર માટે પાયો નાંખવો હતો. એ માટે મારો અભિપ્રાય અને વિચારો જાણવા તેઓ મને પાલીતાણા બે-ત્રણ વખત મળી ગયેલ. જૈનધર્મના પ્રચાર કેન્દ્ર માટે સિદ્ધાચલમ્ જેવું સ્થાન ઊભું કરવું હતું. ત્યારે મેં એમને એક સલાહ ભાર દઈને આપી હતી કે આપ લોકોને જૈનધર્મી બનાવશો ખરા પણ તે પછી એ લોકોને આત્મિક-આધ્યાત્મિક સંતોષ માટે શું કરશો ? ત્યારે તેમને કહ્યું કે આપ સૂચવો. ત્યારે મેં કીધું કે આપે જિનમંદિર ઊભું કરવું જ પડશે. તૈયાર થયેલા આપના ભકતો-શિષ્યોને ખીલે બાંધવા હશે તો દેરાસર વિના નહીં ચાલે. હજારો લોકોને આકર્ષવા માટે પણ તે કરવું પડશે. મારી વાત તેમના મનમાં વસી ગઈ અને તેમને કહ્યું કે બીજી વખત આવીશ ત્યારે વિશેષ વાત કરીશ. બીજી વાર આવ્યા ત્યારે જિનમંદિર બાંધવાના નિર્ણયની વાત કરી અને એ માટે મારો સહકાર પણ માંગ્યો. તે વખતે મેં કહ્યું કે ભાવિની મહાન યોજના પાર પડે એ માટે આપ ભગવાન શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી પદ્માવતીજીની મૂર્તિ ત્યાં પધરાવજો. એ વાત તેમને તરત જ ગમી ગઈ. એ વખતે મારી પાસે નવીન શૈલીમાં કરાવેલા ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા મારી પસંદગીના બનાવેલા પદ્માવતીજીની ધાતુની મૂર્તિ હતી તે આચાર્યશ્રી લઈ ગયા અને સિદ્ધાચલમાં પ્રારંભમાં નાનું મંદિર બંધાવ્યું ત્યાં બિરાજમાન કર્યા. ત્યારપછી સિદ્ધાચલના સર્જન કાર્ય વગેરેમાં ઘણી અનુકૂળતા થવા લાગી. ૨. અહીં એક અંગત વાતનો બહુ જ ટૂંકો નિર્દેશ કરું કે મંત્ર, તંત્ર અને શક્તિનાં (દેવીઓનાં) કેટલાંક તેજસ્વી રહસ્યો-પ્રભાવો જાહેર માટે ગોપનીય હોય છે, જે પ્રગટ કરવાનાં હોતા નથી કેમકે સાધક અને શિત વચ્ચે રહેલા દેશકાલાનુલક્ષી કેટલાંક નિયંત્રણો સાધકના અને સહુના હિતમાં સ્વીકારવા જ પડે છે. તે રીતે પ્રભાવ પ્રદર્શન માટે પણ કેટલાક આદેશોનો અમલ કરવો અનિવાર્ય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy