SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નિર્જરા ભાવ આ સાધનામાં પ્રધાન રહ્યા છે. આવી આંતરસાધનામાં કોઈદૈવી, માનુષી કે પૂર્વકૃત કર્મોનાં વિઘ્નો પ્રતિબંધ ન કરે અથવા આત્મદર્શનની સાધનામાં સરળતા થઈ પડે એવા હેતુથી શાસનદેવીઓ કે શાસનદેવની સહાયક ઉપાસના કરવામાં આવતી હોય છે. ૧૮ જૈન દર્શનમાં દેવોને પરાશક્તિરૂપે કે પરમશક્તિ રૂપે સ્વીકારાયા નથી એ વાત સાચી, પણ તંત્રગ્રંથોમાં જે પરામ્બા-પરાભાવ ચિતિશક્તિની વાત આવે છે તે તીર્થંકર નામકર્મથી નિષ્પન્ન થતી તીર્થ અને શાસનને અસંખ્ય કાળ સુધી ચલાવનાર પ્રભુના નિર્વાણ પછી પણ સદા સક્રિય અને જાગૃત રહેનારી એ જ પરમશક્તિનો સંકેત છે. દેવી-દેવતાઓનું મહત્ત્વ શાસનના સદાનિષ્ઠ સેવકો તરીકે સ્વીકારાયું તો છેજ. આવી શક્તિ આપણે સાધના દ્વારા મેળવવા પ્રયત્ન કરીએતેમાં દેવી-દેવતાઓ અદૃશ્ય સહાયક બને છે, યોગ્યતાનુસાર ન્યૂનાધિક કરે છે – તેઓ સહાયક છે, ધ્યેય નહીં, સેવ્ય નહીં. અમારો આ દૃષ્ટિકોણ મુખ્ય રહ્યો છે. જૈન દર્શનમાં વિજય મેળવવાની જે વાત છે તે આ વિજય સ્થૂળ સમરાંગણનો કે માનવીય શત્રુઓ સામેનો અસ્ત્ર-શસ્ત્રથી પામવાનો નથી, એ વાત તો શ્રાવક પરિવારનાં નાનાં ભૂલકાંઓ પણ સમજી બેઠાં છે. અહીં તો સ્વભાવવિજય, ઇન્દ્રિયવિજય, મનોવિજય અને સવિશેષ તો ચિત્તમાં પડેલા રાગદ્વેષ, કામક્રોધાદિ કષાયો ઉપરના વિજયની આ વાત છે. આ ઉપરાંત પૂર્વકૃત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોના આવરણથી જે વર્તમાન જન્મમાં આત્મદેવના અનુભવની સામે આડશો ઊભી કરી ચૂકેલા જે વિપાકો છે તેનો ક્ષય કરીને અર્હપદ પર આરૂઢ થવા માટે સર્વસ્વ ત્યાગપૂર્વક જે સંયમ માર્ગની યાત્રા કરવાની છે, તેમાં આંતરિક સાધનાઓ ઉપરાંત શાસનરક્ષક ને શાસનસેવી દેવદેવીઓની સહાય મળવાથી આ સંયમમાર્ગમાં સરળતાથી આગળ વધી શકાય છે. જૈન દર્શનમાં ચોવીસે તીર્થંકર ભગવંતોની સેવામાં અહર્નિશ, વિના તેડાવ્યે સ્વતઃ ઉપસ્થિત થયેલાં કરોડો દેવ-દેવીઓની ભક્તિને ઉદારતાપૂર્વક ધર્મગ્રંથોમાં સ્વીકારવામાં આવી છે. જૈન કવિઓએ સરસ્વતી દેવીનો પ્રત્યક્ષ સ્વીકાર કર્યો છે. દૃષ્ટાંતરૂપે શ્રી સિદ્ધ સારસ્વતાચાર્ય શ્રી બાલચંદ્રસૂરિજી મ.સા.ના વસંતવિલાસ મહાકાવ્યમાં મંગલાચરણનો શ્લોક જોઈએ તો, તેમાં શ્રી સરસ્વતીદેવીજીની ઉપાસનાથી આ કવિએ પોતે દિવ્ય કવિત્વશક્તિ પ્રાપ્ત કર્યાનો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. હમણાંજપૂ. મુનિશ્રી કુલચંદ્રવિજયજી મહારાજશ્રીનું સંપાદિત પુસ્તક‘સિધ્ધસરસ્વતીસિંધુ’માંપ.પૂ.આ. શ્રીચંદ્રોદયસૂરિજી મહારાજશ્રી લખે છે કે, જિનશાસનના મહાન જ્યોતિર્ધરો અને આચાર્ય ભગવંતો જેવા કેબપભટ્ટિસૂરિ, મલ્લવાદિસૂરિ, વાદિદેવસૂરિ, હેમચન્દ્રાચાર્ય, મલ્લીષેણસૂરિ, ઉપા. શ્રી યશોવિજયજી મ. આદિ.એ સરસ્વતી દેવીની કૃપા-સહાયથી જ અને તેની સાધનાથી જ્ઞાનમાર્ગમાં અનુપમ આદર્શો સ્થાપિત કર્યા છે. શ્રી નંદ્યાવર્તપૂજન, શ્રી ઋષિમંડલ પૂજન અને શ્રી સિદ્ધચક્ર પૂજન અચિત્ત્વ અને અતીન્દ્રિય મહાપ્રભાવથી શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ જૈનસંઘમાં પરમ ઉપકારક રૂપે વિશ્વવિખ્યાત છે. પ્રસ્તુત પૂજનો નિર્વિઘ્ને સંપન્ન થાય એ શુભ આશયથી ૫૨મ શ્રદ્ધેય શ્રી અર્હન્તો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓએ પંચપરમેષ્ઠિ તારક ભગવંતોના પરમ સબહુમાન વિધિવત્ પૂજનો કર્યાં પછી ચક્રમંડલસ્થ શ્રી સમ્યક્ દૃષ્ટિ દેવદેવીઓનાં પૂજનો અને મંડલબહિ:સ્થ અન્ય દેવદેવીઓનાં પૂજનો ઔચિત્ય સત્કાર રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy