SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૧૭ કરાવનારીપરમ સંજયદૃષ્ટિસદૈવજાગૃત રહેવાના અસીમ ઉપકારથી) અનંત મહાતારકશ્રી જિનશાસનમાં કદાપિ સ્વીકાર્ય થયાં નથી. અનંત મહાતારક શ્રી જિનશાસનમાં તો જીવમાત્રના એકાંતે પરમ હિતાર્થે પરમ સાત્ત્વિક આરાધના અને ઉપાસના સદૈવ થતી રહે તેવાં પરમ પવિત્ર, ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ સાત્ત્વિક પૂજનદ્રવ્યો જ સ્વીકાર્ય થઈને સ્થાન પામ્યાનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે, એ શ્રી જિનશાસનનો એક ભારે ગૌરવવંતો ઇતિહાસ ગણાય. શ્રી જૈનદર્શન-માન્ય શાસનદેવીઓનો સંદર્ભ જ પ્રસ્તુત સંપાદનકાર્યમાં મુખ્ય રહ્યો છે. તથાપિ એકમાત્ર અન્વેષણ અને તુલનાત્મક અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં વૈદિકો, તાંત્રિકો અને વિશ્વકીય અન્ય વિવિધ સંસ્કૃતિઓનાં શક્તિસ્વરૂપો અને સાધનાઓ વિષે તે તે વિદ્યાશાખાઓના અગ્રિમ હરોળના તજ્જ્ઞોની લેખસામગ્રીને પ્રસ્તુત સંદર્ભગ્રંથમાં સ્થાન આપવામાં આવેલું છે. મહાશક્તિસંપન્ના માતાજી શ્રી પદ્માવતીજીની સાધના અંગે જૈનેતર વિદ્વાનોના લેખોનું અધ્યયન કરતાં જોઈ શકાશે, કે અધ્યેતાઓ પણ કોઈ એક જ ચોક્કસ વર્ગના હોય, તેવું એકાંતે નથી હોતું, પણ જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવામાં તે અંગેનું માર્મિક સાહિત્ય કોઈ પણ સ્થળથી ઉપલબ્ધ થતું હોય, તો મધુસંચય કરવાની વૃત્તિથી જેમ મધુમક્ષિકા વિવિધ રૂપ, રંગ અને રસ ધરાવતાં પુષ્પોમાંથી રસ ગ્રહણ કરીને, તે રસને મધપૂડામાં મૂકીને એકસમાન ગુણવત્તા ધરાવે તેવું મધ નિર્માણ કરે છે, તેમ મહાશક્તિસંપન્ના માતાજી શ્રી પદ્માવતીજી અંગેનાં શ્રી જૈન દર્શનનાં મંતવ્યોને અંશમાત્ર પ્લાનિ, ગ્લાનિ કે હાનિ પહોંચાડવાની વાત તો દૂર રહી, પરંતુ ઉપરથી શ્રી જિનદર્શનનાં મંતવ્યોને પરમ સમર્થન કરે તેવી સંદર્ભ સામગ્રીઓ પ્રસ્તુત કરેલી છે. તતઃ સંદર્ભગ્રંથ વિશેષ આદરપાત્ર બનશે, એવી આશા છે. અનંત મહાતારકશ્રી જિનશાસનમાં શક્તિસાધનાનો હેતુ માત્ર ઐહિક અને પારલૌકિક પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિનો જ નથી. અનંત મહાતારક શ્રી જૈનદર્શનના તલસ્પર્શી મર્મજ્ઞ પુરુષો તો શ્રી જિનેન્દ્રપરમાત્મા પ્રમુખ પંચપરમેષ્ઠિભગવંતોને તેમજ શ્રી સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપરૂપ ધર્મને જ પરમ તારક રૂપે અકાટ્ય શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને પરંપરાગત આનુવંશિક વ્યવસાયોમાં અવિરત પુરુષાર્થ કરવા છતાં, પૂર્વોપાર્જિત અંતરાયાદિ પાપકર્મના ઉદયે આર્થિક અંગે જોઈએ તેવી સફળતા ન મળવાથી આર્થિક રીતે ખૂબ ભીંસાતા આત્માઓ કદાચ ધનાદિની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ માટે, કે વિવાહાદિક કાર્યોની સફળતા માટે માતાજી શ્રી પદ્માવતીજી કે મહાસમર્થ શ્રી ચક્રેશ્વરીજી પ્રમુખ જિનશાસન સુરક્ષિકા દેવીઓની સહાય મેળવવા માટે ગૌણ વૃત્તિએ દેવ-દેવીઓની ઉપાસના કરતા હોય, તો પણ તેની પાછળનો ઉપાસકોનો આશય તો એ હોય છે, કે બધાં કાર્યોમાં માતાજી શ્રી પદ્માવતીજીની સહાયતાથી સફળતા મળતી રહે, જેથી વાણિજ્ય-વ્યવસાયાદિ કાર્યોમાં છળ-પ્રપંચ, દગા-ફટકા કે અસત્યનો આશ્રય ન કરવો પડે, અને આરૌદ્રધ્યાન મહાપાપથી બચી જવાય, જેથી દુર્ગતિના ભાજન ન થવું પડે. જ્ઞાન-દર્શન-ચારિત્રસમા ત્રિ-સ્વ-ભાવના પરિપૂર્ણ વિકાસ કે પૂર્ણાનુભવ માટે પૂર્વસંચિત કર્મોના ક્ષયપૂર્વક નૂતન કર્મોના પ્રતિબંધો આત્મા ઉપર પુદ્ગલોના રૂપમાં વળગતા ન જાય માટે સંવર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy