SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] આકર્ષણ અને સ્તંભનકર્મ કરી શકાય. મધ્યાહ્ન સમયે વિદ્વેષણ, દિવસના પાછલા ભાગમાં ઉચ્ચાટન, સંધ્યા સમયે નિષેધકર્મ, અર્ધરાત્રિ વખતે શાંતિકર્મ અને પ્રભાત સમયે પૌષ્ટિકકર્મ કરી શકાય. વશીકરણને છોડીને આકર્ષણ આદિ સર્વ કર્મો જમણા હાથથી કરવાં. વશીકરણ જાપ ડાબા હાથે કરવું. હોઠ અને જીભ સ્થિર રહેવાં જોઇએ. માનસ જાપ કરવા જોઇએ. ત્રાટકશકિત દ્વારા જાપ કરવા જોઇએ. બગાસું કે નિદ્રા લઇ શકાય નહીં. રોજના જાપ પૂર્ણ કરવા જોઇએ; તેમાં ઓછાવત્તા ન ચાલી શકે. નિયત સમય, દિશા, આસન, મુદ્રા આટલું સાચવીને કોઇ પણ મંત્રજાપ કરશો તો તમને દિવ્ય અનુભવ થવા લાગશે. નવકારમંત્રના જાપથી તો તમને અચૂક અનોખો આનંદ આવવા માંડશે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આકર્ષણમાં અંકુશમુદ્રા, વશીકરણમાં સરોજમુદ્રા, શાંતિક પૌષ્ટિકમાં જ્ઞાન-પ્રવચનમુદ્રા, વિદ્વેષણમાં પ્રવાલ-લાલ મુદ્રા, સ્તંભનમાં શંખમુદ્રા અને નિષેધ-પ્રતિષેધમાં વજ્રમુદ્રાનો ઉપયોગ કરવો. હવે આસનના પ્રકારો જુઓ. આકર્ષણમાં દંડાસન (ઊભા ઊભા જાપ કરવા, બેઉ હાથ ઊંચા રાખવા), વશીકરણમાં સ્વસ્તિકાસન, શાંતિ પૌષ્ટિકમાં પદ્માસન, વિદ્વેષણ અને ઉચ્ચાટનમાં કુકુટાસન, સ્તંભનમાં વાસન અને નિષેધમાં ઉચ્ચ ભદ્રપીઠ આસનની યોજના કરવી. આકર્ષણ કર્મમાં ઉદય પામતા સૂર્યસમાન રક્તવર્ણ, વશીકરણકર્મમાં રાતા જાસૂદ પુષ્પ જેવો વર્ણ, શાંતિક પૌષ્ટિકકર્મમાં ચંદ્ર જેવો શ્વેત વર્ણ, વિદ્વેષણ અને ઉચ્ચાટન કર્મમાં ધુમાડા જેવો રાખોડી સમાન વર્ણ, સ્તંભનમાં હળ દર જેવો પીળો વર્ણ અને નિષેધ-મારણમાં અતિ કાળો વર્ણ જણાવેલ છે. આ ક્રિયા આસાન નથી, અતિ કઠિન છે. પરમ યોગી પુરુષો આ ક્રિયા જાણે છે. આ ક્રિયા ધ્યાનની છે. શીખતાં-પ્રાપ્ત કરતાં મહિનાઓના મહિનાઓ-વર્ષો લાગે છે, પછી જ તેમાં ઉત્તીર્ણ થવાય છે. મંત્રજાપ એ ગહન વિજ્ઞાન છે. તેમાં સંપૂર્ણતા મેળવવી અઘરી છે. વર્ષો વીતાવવાં પડે ત્યારે જ મા દર્શન આપે છે. આ મંત્રજાપમાં ઉચ્ચારોની વિવિધતા હોય છે. જેમ કે, વિદ્વેષણમાં મંત્રના અંતમાં 'હું' લગાવવો. આકર્ષણમાં વૌષટ, ઉચ્ચાટનમાં ફટ્, વશીકરણમાં વટ્, મારણમાં-સ્તંભનમાં ઘે ઘે અને શાંતિ પૌષ્ટિકમાં સ્વધા પલ્લવ (અંતે) જોડવાં, શાંતિકર્મમાં સ્ફટિકની માળા, વશીકરણમાં પરવાળાની માળા, પૌષ્ટિક-કર્મમાં સાચા મોતીની માળા, સ્તંભનમાં સોનાની માળા, વિદ્વેષણ અને ઉચ્ચાટનમાં તથા પ્રતિષેધ અને મારણમાં અનુક્રમે પુત્રજિવીકાની માળા તથા અકલબેરની માળાનું વિધાન છે. આ ગુરુગમ દ્વારા જ્ઞાન મેળવીને પ્રયોગો કરવા. મોક્ષ, અભિચાર, શાંતિ વશીકરણ અને આકર્ષણ કર્મમાં અનુક્રમે અંગુષ્ઠાદિ આંગળીઓ યોજવી. કર્મનિર્જરા-મોક્ષ માટે અંગુઠાની માળા ગણવી. અભિચાર (સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, પ્રતિષેધ)માં તર્જની, શાંતિ-પૌષ્ટિક કર્મમાં મધ્યમા, વશીકરણમાં અનામિકા અને આકર્ષણમાં કનિષ્ઠિકા આંગળીનો ઉપયોગ કરવો. અંગન્યાસ આ પ્રમાણે ક૨વો : ૐ નમો અરિહંતાણં : હ્રૌં શીર્ષ ૨ક્ષ ૨ક્ષ સ્વાહા । ૐ નમો સિદ્ધાણં : હાઁ વદનં રક્ષ રક્ષ સ્વાહા । ૐ નમો આયરિયાણં : હૈં હૃદયં રક્ષ રક્ષ સ્વાહા । ૐ નમો ઉવજ્ઝાયાણં : હ્રૌં નાભિ ૨ક્ષ ૨ક્ષ સ્વાહા । ૐ નમો લોએ સવ્વ સાહુણં : હૂઁ: પાદો રક્ષ રક્ષ સ્વાહા । દિશાબંધન : ૐ ક્ષાઁ ઔં હૂઁ લોઁ ક્ષઃ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy