SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૦૧ 'બાહ્ય અને આત્યંતર ઉપસર્ગોને દૂર કરનાર મહાશકિતની 'સાધનાનું અનુષ્ઠાન . ઈન્દુબહેન એન. દીવાન ચેતનાની જાગૃતિમાં અનુષ્ઠાનો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉપાસનાની અનેક રીતોમાંથી અહીં પૂજનવિધિ સાથે સંવેદનનો સથવારો કરાવ્યો છે. સંવેદનના સૂરોમાં ભકિત અને સમર્પણ છે. પોતાની પામરતા અને માતાની પાવનતા દષ્ટિગોચર થાય છે. ડૉ. ઈન્દુબહેન દીવાને અનુષ્ઠાનમાં કવચસ્તોત્ર, શ્રી પદ્માવતીસ્તોત્ર, શ્રી અષ્ટોત્તર-નામસ્તોત્ર સાથે જલપૂજા, કુંકુમ-કાજલપૂજા, વસ્ત્રપૂજા, અલંકારપૂજા, ધૂપપૂજા, દીપપૂજા, પુષ્પપૂજા, શ્રીફળપૂજા, અષ્ટવિદ્યાપૂજા આદિ અતિ સુંદર રીતે રજૂ કરેલ છે. આ પૂજાવિધિ વડોદરા-માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈનસંઘ સંસ્થાપિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મહિલામંડળે પ્રકાશિત કરેલ પુસ્તિકામાંથી સાભાર ઉદ્ધત કરેલ છે. ડૉ. ઈન્દુબહેન દીવાન પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણક્ષેત્રે સેવા . (આપી રહ્યા છે. આધ્યાત્મિક સાહિત્યમાં તેઓનું સારું એવું પ્રદાન છે. - સંપાદક, મા ભગવતી શ્રી પદ્માવતીની સાધના જેટલી સરળ છે તેટલી જ કઠિન છે. શ્રી પદ્માવતી માતાને જૈન-જૈનેતર સૌ કોઇ યાદ કરે છે. શ્રી પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના વર્ષો જૂના મંત્ર સાથે શ્રી પદ્માવતીનું નામ ગુંથાયેલું છે. તેનાં જાપ-સ્મરણ નિત્ય હરકોઇ કરતાં હોય છે. અહીં સૌની જાણ માટે, કયારેક માનાં સ્મરણમાં-ધ્યાનમાં બેસવાની તમન્ના જાગે તે માટે, એક અનુષ્ઠાન રજૂ કરું છું. મંત્ર-જાપ કરતાં પહેલાં નીચેના નિયમો આપ પાળશો. બ્રહ્મચર્યવ્રતનું જીવનપર્યત પાલન અગર અનુષ્ઠાન પૂરતું બ્રહ્મચર્યવ્રતગ્રહણ. જો મંત્ર દ્વારા માતાનાં સાક્ષાત દર્શન કરવા હોય તો જીવો ત્યાં સુધી બ્રહ્મચર્ય ઉચ્ચારી લેવું વધુ હિતાવહ છે. અહંકારનો સર્વથા ત્યાગ સાધક માટે આવશ્યક છે. નમ્રતા, સરલતાએ સાધકને આગળ વધારનારા ગુણો છે. ઉપરાંત, મા પ્રત્યે સમર્પણભાવ, અનુરાગ, અરિહંત ભગવંત પ્રત્યે અનન્ય ઉપાસકભાવ અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અખુટ શ્રદ્ધા ધરાવનાર તેમજ મંત્રજાપમાં શૂરવીર, ગુરએ આપેલ મંત્રને વફાદાર, મૌન ધારણ કરનાર, પ્રસન્ન ચિત્તવાળો, સત્ય બોલનારો, દયાળ દિલવાળો જ સાધક હોય. જેનામાં આ ગુણો ન હોય તે સાધક તરીકે આગળ વધી ન શકે. કેટલીક વ્યકિતમાં સાધના કરતાં કરતાં ગુણો પ્રગટ થતા હોય છે, કેટલીક વ્યકિતઓમાં જન્મજાત સુંદર ગુણો હોય છે, તો કોઇક વ્યકિતઓ ગુરની સેવાથી કપા પ્રાપ્ત કરી ગુણોનો સંગ્રહ કરતી હોય છે. સાધકને જે નિયમો ગુરુ દ્વારા પ્રાપ્ત થાય તે નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઇએ. ગુરુદેવ પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરીને, માનો મંત્ર પ્રાપ્ત કરીને, બતાવેલ વિધિ પ્રમાણે પૂર્વમાં ઉત્તર દિશામાં બેસી, સ્થાપનવિધિ કરી, જાપનો પ્રારંભ કરવો. તે પહેલાં આત્મરક્ષણવિધિ પણ કરવી આવશ્યક છે. પશ્ચિમ દિશામાં શાંતિકર્મ, નૈત્રત્ય કોણમાં પૌષ્ટિકકર્મ તથા દિવસના પૂર્વભાગમાં વશીકરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy