SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી લગતી શુદ્ધિના નવ પ્રકારો છે. જેવા કે, દેહશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનઃશુદ્ધિ, સ્થાન(ભૂમિ)શુદ્ધિ, સમયશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, આસનશુદ્ધિ, માલાશુદ્ધિ અને દિશાશુદ્ધિ. દરેક કર્મનો વિધિ હોય છે. તેને અનુસરવું જરૂરી છે. જેમ કે, પ્રથમ પૂજન, પછી સ્તુતિ, પછી મંત્રજપ, પછી ધ્યાન અને છેલ્લે હોમ (જો કરવાનો હોય તો) એવો ક્રમ છે. પૂજન-અર્ચન કરતાં પણ સ્તવન સ્તોત્રનું મહત્ત્વ વધુ છે. કહ્યું છે કે, પુનોિટિસમે તોત્રમ્ | સ્તોત્રમાં ભકિતભાવથી ભરેલા કાવ્યમય વિચારો અથવા આરાધ્ય દેવ-દેવીનાં ચરણોમાં નિવેદન કરનારાં પદોનો સમાવેશ થાય છે. જેમાં ઇષ્ટદેવનું ગુણવર્ણન, સ્વરૂપવર્ણન, કર્મવર્ણન વગેરે ભાવો વિવિધ શૈલીએ નિરૂપાય છે. શ્રદ્ધા-ભકિત-ભાવપૂર્વક સ્તરાયેલી દેવી પ્રસન્ન થાય છે. (હૂયમના પ્રતીતિ ) પદ્માવતીજીનું અષ્ટોત્તરશત (૧૦૮) નામમાલિકા સ્તોત્ર પણ ચમત્કારિક છે. પદ્માવતીજીના નામનો મંત્ર-જપ કરવાથી તથા ધ્યાન ધરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારની શાન્તિ પ્રાપ્ત થાય છે. કળિયુગમાં પણ આ દેવી શાન્તિ અને તુષ્ટિ આપનારી મનાય છે. તેમની સહાયથી શત્રુઓનું સ્તંભન થાય છે. તેમના સિદ્ધ મંત્રો દ્વારા બનાવાયેલ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવાથી સર્વ સંકટોમાંથી મુકિત મળે છે. તે સર્વ અભીષ્ટો સિદ્ધ કરનારી છે. આપત્તિના સમયે તે અણધારી મદદ કરનારી છે. ભૂત, બાધા તથા અન્યકૃત દોષોનું પણ શમન કરનારી છે. ગૃહપીડાને અંકુશમાં રાખનારી તથા સૌભાગ્યની વૃદ્ધિ કરનારી છે. માંત્રિકો તેમને મહાદેવી તરીકે સ્તવે છે. તાંત્રિકો તેમને વિવિધ ઉપચારો વડે પૂજે છે તથા જેમનું યોગીઓ પણ ધ્યાન ધરે છે તે પદ્માવતીજીને કોટિ કોટિ વિંદના હો ! છે કે આ જ પદ્માસના પાવતીજી - ધાતુમૂર્તિ વાલ્વેશ્વર - આદીશ્વર મંદિર, મુંબઈ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy