SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૯૯ યક્ષિણીઓની મૂર્તિઓ ધ્યાન ખેંચે છે. દરેક તીર્થંકરની શાસનરક્ષિકા દેવીની પણ મૂર્તિઓ હોય છે. દા.ત. પાર્શ્વનાથની મૂર્તિ હોય છે ત્યાં શાસનરક્ષિકા પદ્માવતીદેવીની મૂર્તિ પણ અવશ્ય હોય છે. યક્ષ, યક્ષિણી વગેરે તીર્થંકરોના અનુચરો છે. આ ઉપરાંત, નવ ગ્રહો, દસ દિગ્પાલો, ગણેશ, શ્રી, લક્ષ્મી, માતૃકાઓ, કુબેર વગેરે કેટલાંક હિન્દુ દેવી-દેવતાઓને પણ જૈનધર્મમાં સ્થાન અપાયું છે. મૂર્તિઓની પૂજા સંબંધમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચે થોડો તફાવત છે. પ્રત્યેક મૂર્તિના પૃથક્ પૃથક્ વર્ણ કે રંગ શિલ્પશાસ્ત્રમાં વર્ણવ્યા છે. તે અનુસાર તે તે દેવ કે દેવીની મૂર્તિ તે રંગના પાષાણમાંથી બને છે. જૈનધર્મમાં તીર્થંકર નેમિનાથનો વર્ણ શ્યામ હોય, તેમની મૂર્તિ એ રંગના પત્થરની બનેલી હોય છે. વળી, જૈનોમાં પ્રચલિત ૧૬ વિદ્યાદેવીઓના વર્ણ પણ ભિન્ન ભિન્ન છે, તેથી શ્યામ, પીળા કે શ્વેત પાષાણમાંથી તેમની મૂર્તિઓ બનાવાય છે. કેટલાક લોકો મૂર્તિપૂજાને અણુવિકસેલ માનસનું લક્ષણ માને છે, તો કોઈ શાસ્ત્રો સહજસમાધિની અવસ્થાને સર્વપ્રથમ સ્થાન આપે છે અને તેને ઉત્તમ માને છે. ધ્યાન-ધરણાં વગેરે ક્રિયાઓને બીજું સ્થાન આપે છે. મૂર્તિપૂજા ત્રીજા સ્થાને અને હોમ-હવન-યાત્રા આદિને છેલ્લે સ્થાને મૂકે છે. શિક્ષિતવર્ગમાં પણ આજે એવા વિચારો જોર પકડતા જાય છે કે, 'મૂર્તિપૂજા એ ઘેલછા છે, એક તુત છે.', 'જીવનવિકાસ માટે તેની જરૂર નથી.' કે 'મૂર્તિ તો જડ છે. જડની વળી પૂજા શી કરવાની હોય ?' પરંતુ આ માન્યતાઓ બરાબર નથી. કેટલાક ભ્રામક વિચારોથી દોરવાઇ જઇને લોકો આવી ટીકા કરતા હોય છે. મહાત્મા ગાંધીજી જેવા નિષ્પક્ષ અને સર્વધર્મસમભાવી ચિંતક પણ લખે છે કે, 'મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. માણસ બીજી જગ્યાના કરતાં મંદિર કે દેવાલયમાં જ કંઇક વધારે શાંત અને સાત્ત્વિક મનોવૃત્તિવાળો બને છે. મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે. હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.' (જુઓ : 'ધર્મમંથન', પૃ.૧૩). ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત ચિંતક શ્રી આ. બા. ધ્રુવ પણ લખે છે કે, 'હિન્દુઓ મૂર્તિથી પર તત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ કરે છે... મૂર્તિપૂજા એ ખરી ધાર્મિકતાનો ઉદ્ગાર છે. પરતત્ત્વને પ્રત્યક્ષ કરી જોવા, સેવવા અને આલિંગવાનો પ્રયત્ન છે.' (જુઓ : 'આપણો ધર્મ', પૃ. ૪૩૬). આવા સમર્થ ચિંતકો દ્વારા મૂર્તિપૂજાનું મહત્ત્વ અને પ્રતિપાદન એ જ તેની આવશ્યકતા અને અનિવાર્યતા સૂચવે છે. -- શ્રી પદ્માવતીદેવીની સાધના અને સિદ્ધિ : ભવ્યગુણા ભગવતી દેવી શ્રી પદ્માવતીજીનું બિંબ કાન્તિ, તેજ તથા પ્રકાશથી ભરપૂર હોય છે. તૈજસવર્ગણાના પરમાણુથી બનેલું તેમનું ઓજસ્વી શરીર મૂર્તિમાં દેદીપ્યમાન બની ઊઠે છે. આવા પરમ સૌદર્ય અને શોભાયુકત દેવીની સ્તુતિકારો પ્રાર્થના કરતાં કહે છે કે "કમળના આસનવાળી, કમળની પાંખડીઓ જેવાં દીર્ઘ નેત્રોવાળી, કમળ જેવા હાથ અને કમળ સમ ચ૨ણોવાળી, કમળ જેવી કાંતિવાળી, શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની શાસનદેવી તથા શ્રી ધરણેન્દ્ર નાગરાજની પત્ની શ્રી પદ્માવતીદેવી અમારી રક્ષા કરો.” પદ્માવતીદેવીનું માહાત્મ્ય ઘણું છે. તેઓ લક્ષ્મી અને સૌભાગ્યનાં દાતા, લોકોને સુખ આપનારાં, વંધ્યાઓને સંતતિ આપવાવાળાં, વિવિધ પ્રકારના રોગ અને સંતાપને હરનારાં, પુણ્યાત્માઓનું રક્ષણ કરનારાં તથા ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. આ દેવીની મંગલમૂર્તિ યા છબીની નિત્યપૂજા કરવાથી સુફળ મળે છે. પૂજામાં દીપ, ધૂપ, ગંધ, પુષ્પ, ફળ વગેરેનો ઉપયોગ થાય છે. આરાધના સમયે તન અને મન સ્વસ્થ હોવા જરૂરી છે. તેમની પૂજાના પણ અંગપૂજા (સ્નાન-વિલેપન, આભરણ, વસ્ત્ર, પુષ્પ વગેરે), અગ્રપૂજા (નાચ, ગાન, વાજિંત્ર, આરતી, ધૂપ-દીપ, ફળ-નૈવેદ્ય ધરવાં વગેરે), ભાવપૂજા (સ્તુતિ, સ્તોત્ર, મંત્રાદિ બોલવાં) એમ ત્રણ પ્રકારો છે. દેવમાં શ્રદ્ધા હોય પણ જો દેહમાં શુદ્ધિ ન હોય તો આરાધના સફળ થતી નથી. આરાધનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy