SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને પ્રત્યેક મણકે એક કે ૧૦૮ વાર મંત્ર જપી માળાની પ્રાણપ્રતિષ્ઠા કરવી. (જેમ કે :-- अक्षमालायाः प्राणाः इह प्राणाः, जीवः इह स्थितिः, सर्वेन्द्रियाणि वाड्मनः प्राणाः इह आयान्तु स्वाहा ।) તે પછી માળામાં ઉપાસ્ય દેવનું આવાહન-પૂજન કરી, માળાને વર્ણાક્ષરોથી અભિમંત્રિત કરી, ઈષ્ટમંત્રથી ૧૦૮ ઘીની આહૂતિ આપી ત્યાગવાળું ઘી માળા ઉપર નાખવું. હોમ ન કરી શકાય તો બે માળા ફેરવવી. બીજા મત અનુસાર, સૂતર અને મણકાને ત્રણ દિવસ પંચગવ્યમાં બોળી રાખી, ચોથા દિવસે શુદ્ધજળથી સ્નાન કરાવી, માળા ગૂંથીને ઉપર મુજબ પૂજન-હોમ કરવો. સંસ્કાર સમય : ઉપર્યુકત વિધિ ભગવાન વિષ્ણુ માટે તિથિ બારશનો પૂર્વાન, દેવી માટે આઠમ, નોમ કે ચૌદશની રાત, શંકર માટે તેરશનો દિવસ અને સૂર્ય માટે સાતમનો દિવસ ઉપયોગમાં લેવો. (૨૩) જા૫પદ્ધતિ : મણકાનો અવાજ ન થાય, પરસ્પર ઘસાય નહિ, માળા હાથમાંથી પડી જાય નહિ, તૂટી જાય નહિ - તેની કાળજી રાખવી. તર્જનીનો સ્પર્શ થાય એ રીતે, મધ્યમ અને અંગૂઠા વડે માળા ફેરવવી. માળા ઉપર વસ્ત્ર ઢાંકવું. હાથ ઢીંચણની અંદરના ભાગમાં રહેવો જરૂરી છે. ભીનું વસ્ત્ર પહેરવું નહિ. ઉપરના કોઈપણ નિયમનો જ્યારે ભંગ થાય ત્યારે પ્રાયશ્ચિત રૂપે ૧૦૮ મંત્ર જપવા. અયોગ્ય માણસનો સ્પર્શ થાય ત્યારે માળાને સ્નાન કરાવવું. શત્રઉચ્ચાટનમાં તર્જની (જ્યેષ્ઠા) કે અંગુઠાથી, ઉચ્ચાટન માટે અનામિકા કે અંગૂઠાથી અને શત્રુનાશ માટે તર્જની કે ટચલી આંગળીથી માળા ફેરવવી. જપસંખ્યાની (માળાની સંખ્યાની) ગણતરી રાખવા ચોખા, આંગળીના વેઢા, ધાન્ય, પુષ્પ, ચંદન અને માટીનો ઉપયોગ કરી શકાય નહિ. લાખ, સિંદૂર કે છાણની ગોળીઓનો ઉપયોગ કરી શકાય. (ખ) પર્વમાતા (માતા) : એટલે (જમણે ૧૯૩_) હાથના વેઢારૂપી માળા. ચાર આંગળ ના કુલ બાર વેઢામાંથી બે વેઢા મેરુ છે. આ વેઢા કયા અને કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિષે વિવિધ પરંપરાઓ છે. જેમ કે, (મ) અનામિકાનો (૧) વચલો અને (૨) નીચલો વેઢો; તે પછી કનિષ્ઠિકાનો (૩) નીચલો, (૪) મધ્ય અને (૫) ઉપરનો વેઢો; (૬) અનામિકા અને (૭) મધ્યમાનો ઉપરનો વેઢો; છેલ્લે તર્જનીનો (૮) ઉપરનો, (૯) મધ્ય અને (૧૦) મૂળનો વેઢો ઉપયોગમાં લેવો. મધ્યમાનો વચલો અને નીચલો (મૂળનો) વેઢો મેરુ ગણવો. આવી દશ માળા ફેરવવાથી ૧૦૦ની સંખ્યા થાય. છેલ્લે અનામિકાનો મધ્ય (નં.૧) અને તર્જનીનો નીચલો (નં.૧૦)ને બાદ કરતાં ૮ની સંખ્યા બને. આમ કુલ ૧૦૮ ની સંખ્યા થાય. (4) દેવીની ઉપાસનામાં તર્જનીનો ઉપલો અને વચલો વેઢો મેર છે. અનામિકાનો વચલો અને મૂળનો વેઢો, કનિષ્ઠિકાના મૂળ, મધ્ય અને ટોચ, અનામિકાની ટોચ, મધ્યમાના ટોચ, મધ્ય અને મૂળ તેમજ તર્જનીનું મૂળ, એમ ૧૦ ની સંખ્યા થાય છે. ૧૦૦ની સંખ્યા પછીની ૮ની સંખ્યા માટે અનામિકાનો વચલો અને તર્જનીનો નીચલો (મૂળનો) વેઢો ત્યજવો. શ્રીવિદ્યામાં અનામિકા અને મધ્યમાના વચલા વેઢાને મેરુ ગણવો, એટલી વિશેષતા છે. કરમાળામાં બે વેઢા વચ્ચેના સાંધાના ભાગનો ઉપયોગ કરવો નહીં. હૃદયે જમણો હાથ રાખી, બંને હાથ વસ્ત્રથી ઢાંકી, જમણા હાથે કરમાળા જપવી. નિત્યજાપમાં કરમાળા પ્રયોજવી. કામ્યકર્મમાં માળ પ્રયોજવી. અલબત્ત, માળા ન હોય તો કરમાળા પણ પ્રયોજી શકાય. (ગ) ગર્જના : આંતરયજનમાં વર્ણમાલા મિક્ષના - સક્ષત્ર પ્રયોજવી, વર્ણમાળાના કલ અક્ષરો ૫૧ છે. જેમ કે :- # માં ૩ ૐ ૪ – ર્ ર્ મેં મેં મ માઁ મ(૧+) { તું થી સુધીના (૨૫+) ૨ વં શું શું શું હું ૪ (૯) અને મેં (૧=૫૧.)ને મેર માનવો. આ અનુલોમક્રમ છે. પ્રતિલોમક્રમમાં ક્ષે 8 હું ૪ થી ઉલટા ક્રમે છેલ્લે સુધી પહોંચવાનું છે. એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy