SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ! કામ યોગોમાં માળા : વારાહીતંત્ર અનુસાર શત્રુવિનાશ માટે કમળકાકડી, પાપનાશ માટે કુશગ્રંથિ, ત્રાપ્તિ માટે પુત્રજીવફળ, ઈચ્છિત પ્રાપ્તિ માટે ચાંદી અને મણિ, તેમજ ધનપ્રાપ્તિ માટે પરવાળાની માળાનો ઉપયોગ થાય છે.(૧૪) શ્રી વિદ્યારત્નકરમાં થયેલા ઉલ્લેખ અનુસાર મંત્રસિદ્ધિ માટે વર્ણમાલા, મોક્ષ માટે રૂદ્રાક્ષ, સામ્રાજ્ય માટે મોતી અને માણેક, તમામ કામને માટે સ્ફટિક, સંપત્તિ અને વિદ્યા માટે પુત્રજીવફળ તથા શ્રી અને યશ માટે કમળકાકડીની માળા ઉપયોગમાં લેવાય છે.) કુમારીકલ્પ પ્રમાણે ત્રિપુરાની ઉપાસનામાં રતાંજણી અને રુદ્રાક્ષ, વિષ્ણુની ઉપાસનામાં તુલસીની તથા ગણેશની ઉપાસનામાં હાથીદાંતની માળાનો ઉપયોગ થાય છે. (૧૪) આચાર્ય મહાવીરકીર્તિ સ્મૃતિગ્રંથ અનુસાર શાંતિકર્મમાં સ્ફટિક, પૌષ્ટિકમાં મોતી, વશ્ય અને આકર્ષણમાં પરવાળાં, સ્તંભનમાં સુવર્ણ તથા મારણ-વિશ્લેષણ-ઉચ્ચાટનમાં પુત્રજીવફળની માળાનો ઉપયોગ થાય છે. (૧) મણકાની સંખ્યા : વ્યાસના મતે ૧૦૮, ૫૪ કે ૨૭ મણકાની માળા હોવી જોઈએ. (૧૮) શબ્દકલ્પદ્રુમમાં આ મત ઉપરાંત બીજો પણ એક મત ઉલ્લેખાયો છે કે ૨૮ કે ૧૫ મણકાની ભદ્રાક્ષ. ઈન્દ્રાક્ષ કે પરવાળાની માળા બનાવી શકાય. (૧૯) અલબત્ત, આ મત પ્રચલિત નથી. મણકાની ૧૦૮ ની સંખ્યાની સંગતિ માટે વિવિધ તર્કો અપાયા છે : (૧) ૨૭ નક્ષત્રોનાં x ૪ ચરણ =૧૦૮. પ્રત્યેક નક્ષત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના હિસાબે ૨૭xર=૫૪ ની સંખ્યા સુસંગત બને છે. (૨) માણસ ચોવીસ કલાકમાં ૨૧00 સ્વાસ લે છે. તેટલી સંખ્યામાં નામસ્મરણ થવું જોઈએ. તે શકય ન હોય તો સવારે અને સાંજે એક એક માળા કરવી. મનુસ્મૃતિ (૨-૮૫)માં ઉપાંશુ જપનું સોગણું ફળ બતાવ્યું છે. તે રીતે ૨૧૬૪૧૦૦= ૨૧૬૦૦ ની મેળ કરવા મણકાની સંખ્યા ૧૦૮ જોઈએ. (૩) આ બધું જ “બ્ર છે સર્વ રવા રૂટું પ્રIિ). આ શબ્દમાં ૫ ૬ અને મેં એમ ચાર વર્ણ છે. 4 થી – સુધી ગણતાં ૨૩ વર્ણ થાય છે, થી ૪ માં ૨૭, ર થી માં ૩૩, અને જૂ થી માં ૨૫– એમ ૨૩ + ૨૭ + ૩૩ + ૨૫ = ૧૦૮ થાય. અલબત્ત, આ સંગતિ બળવાન નથી. (૪) સમગ્ર બ્રહ્માંડમાં (૨૭) નક્ષત્રોની સ્થિતિ ગ્રહો કરતાં પણ ઊંચી છે. આથી ચારે દિશામાં પરોપકાર માટે પરિભ્રમણ કરનાર મહાપુરુષોના નામની પૂર્વે (૨૭*૪=) ૧૦૮નો આંક મૂકાય છે. વિશેષ પૂજ્યત્વ બતાવવા ૧૦૦૮ નો આંક મૂકાય છે.(૨૭) (૫) વેદમાં “તું વીવેકની પ્રાર્થના છે. જ્યોતિષમાં ૧૦૮ (અષ્ટોત્તરી દશા) અને ૧૨૦ (વશોત્તરી દશા) એમ માનવીના પૂર્ણાયુ માટે વિવિધ મતો છે, જેમાં ૧૦૮ વાળો મત મધ્યમ છે. મણકા કેવા ? : મુંડમાલા અનુસાર, મણકા બહુ મોટા નહિ, બહુ નાના નહિ; પણ સપ્રમાણ, મજબૂત અને નવા હોવા જોઈએ; સડેલા કે જીર્ણ ન હોવા જોઈએ; તેના છિદ્ર સરખાં હોવાં જોઈએ. - માલાગૂંફન : ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ માટે કપાસનું સૂતર જોઈએ. તેનો રંગ બ્રાહ્મણ આદિ ચાર વર્ણ માટે અનુક્રમે શ્વેત, લાલ, પીળો અને કાળો હોવો જોઈએ. અથવા ચારેય વર્ષ માટે લાલ રંગ રાખી શકાય.() દેવીની ઉપાસના માટે લાલ સૂતરનો, સૂર્ય અને ગણપતિની ઉપાસના માટે કપાસના સૂતરનો અને શંકરની ઉપાસના માટે ઊનની દોરીનો ઉપયોગ કરવો. ૨) આ સૂતર શ્રેષ્ઠ બ્રાહ્મણકન્યા દ્વારા અથવા પોતાના વર્ણની સુવાસિની સ્ત્રી દ્વારા કાંતેલું હોવું જોઈએ. તારને ત્રણ ગણો કરી, એ તારને ફરી ત્રણ ગણો ગણવો. મણકો પરોવતાં વર્ણમાળાનો એક એક વર્ણ અથવા ઈષ્ટમંત્ર બોલવો. જે દેવની ઉપાસના માટે જે માળા તૈયાર કરી હોય તે માળા બીજા દેવની ઉપાસનામાં ન પ્રયોજી શકાય. માલા-સંસ્કાર : પીપળાનાં નવ પાન કમળ આકારમાં ગોઠવી, તેમાં માળા મૂકતી વખતે વર્ણમાળાના અક્ષરો અને ઈષ્ટમંત્ર બોલવો. તે પછી માળાને પંચગવ્ય (ગાયનું ઝરણ, ગાયનું છાણ, દૂધ, દહીં અને ઘી), દર્ભજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવી; ચંદન, અગરુ અને કપૂરમાં મણકા ઘસી; ધૂપ દઈ, ચંદન, કસ્તૂરી, કંકુ અને કપૂરનો મણકા ઉપર લેપ કરી; માળાને ડાબા હાથમાં મૂકી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy