SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છે તે ઉપાંશુ જપના સાધકને પણ મળે છે. વિવિયજ્ઞ કરતાં સોગણું ફળ મળે છે. જપકર્તાને અંગ-ઉપાંગોમાં એક પ્રકારની ઉષ્ણતા વધતી હોય તેમ લાગે છે, જે તપનું તેજ છે. સાધકના મૂછના' થવા લાગે છે, જેમાં એક પ્રકારનો નશો કે મસ્તી આવે છે અને મનોવૃત્તિ સંકોચાય છે. વાણીનો સહજ ગુણ પ્રકટ કરનાર તથા ક્રમશઃ ઘૂળથી સૂક્ષ્મ તરફ પ્રવેશ કરાવનાર આ જપમાં દષ્ટિ ઢાળેલી રાખવી. (૧૦) ભ્રમર જપ : ભ્રમરના ગુંજારવની માફક ગણગણતાં જે જપ થાય છે તે ભ્રમર જપ કહેવાય છે. તેમાં હોઠ નથી હલતા, જીભ પણ નથી હાલતી. આ જપમાં મંત્રોચ્ચાર કરવો પડતો નથી, છતાં ભૂમધ્યમાં આ ગુંજારવ થતો હોય એવી અનુભૂતિ સાધકને થાય છે. આ જપમાં પણ પ્રાણ સમ્ર થતો જાય છે. અને સ્વાભાવિક ભક' થવા માંડે છે. પ્રાણગતિ ધીમી થવા માંડે છે. 'પૂરક' જલ્દી થાય છે અને રેચક' ધીરે ધીરે થાય છે. પૂરક કરવાથી ગુંજારવ શરૂ થાય છે અને અભ્યાસથી એક જ પૂરકમાં અનેકવાર મંત્રાવૃતિ થઈ જાય છે. આ જપમાં પ્રાણવાયુની મદદથી ધ્યાનપૂર્વક મંત્રાવૃત્તિ કરવી પડે છે. તે વેળાએ પ્રાણવાયુથી હ્રસ્વ-દીર્ઘ કંપન થયાં કરે છે અને આધારચક્રથી માંડીને આજ્ઞાચક્ર સુધી તેનું કાર્ય અમુક અંશે ક્રમશઃ થવા માંડે છે. આજ્ઞાચક્ર જાગી જાય છે, શરીર પુલકિત થાય છે, નાભિ, હૃદય, કંઠ, તાલ અને ભૂમધ્યમાં ઉત્તરોત્તર વધુ કાર્ય થવા માંડે છે. આ જપથી મનોવૃત્તિની મૂર્છાના, મસ્તક- ભાલપ્રદેશ અને લલાટમાં ઉષ્ણતાવૃદ્ધિ, આંતરિક પ્રકાશ, મસ્તકની શકિતની જાગૃતિ, ભૂમધ્યભાગમાં ચક્રભેદન-સહાય વગેરેની પ્રાપ્તિ થાય છે. યોગતંદ્રા પછી યોગનિદ્રા લાવનાર આ જપ પ્રપંચ અને પરમાર્થ માટે ઉપયોગી છે. (૧૧) માનસ જપ : 'धिया पदाक्षरश्रेण्या अवर्णमपदाक्षरम् । शब्दार्थ चिन्तनाभ्यां तु तदुक्तं मानसं स्मृतम् ॥' એટલે કે, જ્યારે મંત્રના પદ અને અક્ષરોનો શબ્દાર્થ સહિત આંતરમન દ્વારા વિચાર કરવામાં આવે; ન હોઠ હલે, ન જીભ હલે, તેને માનસ' જપ કહે છે. જપનો પ્રાણ એટલે માનસ જપ. તેમાં નેત્ર બંધ રહે છે. મંત્રનો ઉચ્ચાર કરવો પડતો નથી; મનથી જ મંત્રની આવૃત્તિ કરવી પડે છે. મંત્રના અર્થનું ચિંતન જ તેમાં મુખ્ય હોય છે. આ મંત્ર મનની વૃત્તિઓથી સ્વસંવેદનરૂપે અપાય છે. પહેલાં ઇષ્ટદેવનું સગુણ ધ્યાન ધરીને આ જપ થાય છે. નાદાનુસંધાનની સાથે સાથે આ જપ કરવાથી ઘણો લાભ થાય છે. એકલા નાદાનુસંધાન કે માત્ર જપની અપેક્ષાએ બંનેનો સંયોગ ઉત્તમ છે. શ્રીમદ્ શંકરાચાર્યજીએ નાદાનુસંધાનનો મહિમા ગાતાં કહ્યું છે : 'એકાગ્ર મનથી સ્વરૂપચિંતન કરતી વખતે જમણા કાને અનાહત ધ્વનિ સંભળાવા માંડે છે. ભેરી, મૃદંગ, શંખ વગેરે આહત નાદમાં જ જ્યારે મન રમે છે ત્યારે અનાહત મધુર નાદના મહિમાની તો શું વાત કરવી ? ચિત્ત જેમ જેમ વિષયોથી શાંત થશે, તેમ તેમ અનાહત નાદ તેને વધુમાં વધુ સંભળાવા માંડશે. નાદની પછી જ્યોતિમાં લીન થયેલ મનને ત્યારબાદ આ સંસારમાં આવવાપણું રહેતું નથી, અર્થાત મોક્ષ જ પ્રાપ્ત થાય છે.” (પ્રબોધ-સુધારક, ૧૪૪-૧૪૮). બહારનું સુમધુર સંગીત સાંભળીને આનંદ થાય છે પણ ભીતરનું સંગીત તો અજબનું માધુર્યવાળું અને ઉલ્લાસ પમાડનાર હોય છે. જ્ઞાનેશ્વર મહારાજે આ જ વાત કરી છે અને અનેક સંતમહાત્માઓ પણ આના સહારે આગળ ધપીને પરમપદ પામ્યા છે. (૧૨) અખંડ જપ : આ જપ ખાસ કરીને ત્યાગી પુરુષો માટે છે. દેહ ધારણ કરવા માટે ભોજન વગેરેનો સમય છોડીને બાકીના બધા સમયમાં જપમય બનવું પડે છે. તે વખતે પ્રશ્ન થાય કે સતત જપ કરવાથી મન કંટાળો અનુભવે તો ? તો ત્યારે થોડોક સમય મનને ધ્યાનમાં પરોવવું. જોઇએ. પછી ચિંતન કરી, ફરી જપ આદરવો. ગોસ્વામી તુલસીદાસ, સમર્થ ગુરુ રામદાસ વગેરેએ આ જપની સાધના કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy