SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૯ પ્રાયશ્ચિત જપ : માનવી માત્ર ભૂલને પાત્ર. પોતાના હાથથી અજાણતાં જે કોઈ દોષ-સ્કૂલન થઈ જાય, તેનાં પરિણામના નાશ માટે જે તપ કરવામાં આવે તેને પ્રાયશ્ચિત જપ કહેવાય છે. આવી ભૂલો કે આવા દોષોનું નિવારણ કરવામાં ન આવે તો માનવી અધોગતિને પંથે વધુ ને વધુ ધકેલતો જાય છે, અને ભવિષ્યમાં તેને અશુભ ફળ ભોગવવાં પડે છે. શાસ્ત્રોત પ્રાયશ્ચિત આજે અઘરું પડે. તેનો વિકલ્પ એટલે આ જ૫. જો સંકલ્પપૂર્વક અને ખરા દિલથી થાય તો વ્યકિત પાપોથી વિમલ' બને છે. નાના દોષ માટે થોડો અને મોટા દોષ માટે વધુ પ્રાયશ્ચિત જપ નિત્ય જપ સાથે થઈ શકે છે. જો એમ શકય ન હોય તો સપ્તાહે એક દિવસ કરી શકાય છે. (૬) અચલ જપ : તે માટે કેટલાંક સાધનો નક્કી હોય છે. જેમ કે, માળા, આસન, ગોમુખી વગેરે. આ જપનો પ્રારંભ સ્નાન વગેરેથી પરવારીને, આસન પર બેસીને, આંખો બંધ કરીને થાય છે. અમુક મંત્ર અમુક સંખ્યામાં જપીશ જ એવો દઢ નિર્ણય કરવો જોઈએ. જપ એકાગ્રતાથી કરવો જોઈએ. સતત જપ કરવાથી સંખ્યા પૂરી થાય છે. જપ અધૂરો/ખંડિત ન રહે તે માટે તંદુરસ્તી, માનસિક સ્વાથ્યની કાળજી લેવી જરૂરી છે. અધવચ્ચે વિપ્ન આવે, પણ ધીરજથી પાર કરવાથી આધ્યાત્મિક શકિત વધે છે. (૭) ચલ જ૫ : આવતાં-જતાં, ઉઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં સદાય ભગવચિંતન કરવાની વિધિ છે તે જ આ જપની વિધિ છે. તફાવત એટલો કે. ભગવાનના નામને બદલે મંત્રનો જપ કરવાનો હોય છે. ચલ જપ કોઈપણ વ્યકિત કોઈ પણ બંધન, નિયમ કે અવરોધ વિના કરી શકે છે. અન્ય જપ કરનાર પણ ચલ જપ કરી શકે છે. ચલ જપનો સાધક મિથ્થા સંભાષણ, નિંદા, વાણીવિલાસ વગેરેનો ત્યાગ કરે તો દુ:ખોની ઘટમાળ અને આઘાતોની તેનાં મન પર અસર થતી નથી. સંસારયાત્રા પૂરી કરીને ચલ જપ કરનારો તેનાં સર્વ કર્મ ગીતાકથ્ય યજ્ઞમય બનાવી દે છે. (૮) વાચિક જપ : યદુષ્યનીવોન્ચરિતૈઃ શબ્દ પણ પાર | મગ્નમુક્વાયન વાવા ગાતુ વિવિ. || બીજા સાંભળી શકે તે રીતે જોરથી સ્પષ્ટ ઉચ્ચારણ કરીને જે જપ થાય તેને 'વાચિક જપ' કહે છે. એનું બીજું નામ ભાષ્ય જપ પણ છે. એક અભિપ્રાય મુજબ વાચિક જપ ઊતરતી કક્ષાનો છે. બીજા મત પ્રમાણે તે વિઘિયજ્ઞ કરતાં દસ ગણો શ્રેષ્ઠ છે. જપયોગનો આરંભ કરનાર માટે સર્વપ્રથમ આ જપ સરળ પડે છે. અન્ય જ૫ ક્રમસાધ્ય અને અભ્યાસ સાધ્ય છે. આચાર્ય શ્રીમન્નથુરામ શર્મા શ્રીયોગકૌસ્તુભ'માં જણાવે છે કે, વાચિક જપના ધ્યાનરહિત અને ધ્યાનસહિત- એમ બે ભેદ પડે છે. જ્યારે અન્ય મનુષ્યને સાંભળવામાં આવે તે રીતે, સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક જે જપ કરવામાં આવે તે ૩૨ ૩ā વાવિ....' વાચિક જપના કેટલાક યૌગિક લાભો પણ છે. સૂક્ષ્મ શરીરમાં જે પચ્ચક્ર છે, તેમાં અમુક વર્ણબીજો હોય છે. મહત્ત્વપૂર્ણ મંત્રોમાં તેનો ઉપયોગ થતો રહે છે. જે માટે પારંગત-અનુભવી જપયોગીઓ પાસેથી માર્ગદર્શન મેળવી વર્ણબીજ' શકિતઓને જાગૃત કરી શકાય છે. સંસારનાં કેટલાંક કામો વાણીથી-વાકુશકિતથી થાય છે. વાચિક જપથી વાકશકિતને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જપ પ્રપંચ અને પરમાર્થ - બંને હેતુ માટે ઉપયોગી બને છે. (૯) ઉપાંશુ જપ : વિશ્વામિત્રકલ્પ'માં જણાવ્યું છે : ' शनैरुच्चारयेन्मन्त्रमीषदोष्ठौ च चालयेत् । अपरैर्नः श्रुत किश्चित् स उपांशुर्जपः स्मृतः ।।' ઉપાંશુ જપ ફક્ત સાધકને સંભળાય છે. બીજો સાંભળી ન શકે એ રીતે મંત્રનું રટણ કરવું તે ઉપાંશુ જપ કહેવાય છે. આ જપમાં હોઠ ફફડે છે અને ઉચ્ચારણ મોઢામાં જ થાય છે. આ જપથી એકાગ્રતા આરંભ થઈને વૃત્તિઓ અંતર્મુખ થાય છે; વાચિક જપના જે જે લાભો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy