SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શુદ્ધ આત્મદ્રવ્ય છે, જેથી પ્રત્યેક અક્ષરના ધ્યાનથી અતિશીવ્રતાપૂર્વક આત્મપ્રત્યયનો લાભ થાય છે. આ કાર્ય માટે તો રહસ્યવિદ, પ્રયોગકુશળ અને શ્રદ્ધાળ સાધક જોઇએ. મંત્રજાપનાં આટલાં રહસ્યોદ્દઘાટન બાદ પણ આપણે શરૂઆત સ્થળ દેહથી જ કરવાની છે, અને જાપમાં આવતી બાધાઓને શરૂઆતથી જ હટાવવાની છે. કારણ, તે વગર સાધના આગળ વધે પણ નહીં. આપણે ત્યાં બધી જ આરાધના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઇને કરવાની વાતો ઠેકઠેકાણે થાય છે. કાળ એટલે Time factor : શુભવાસનાથી પ્રતિકૂળ સમયને અનુકૂળ કરવો જોઇએ. ક્ષેત્ર એટલે Space factor : જપ કરતી વખતે સ્થાન પણ એકાંત (એક ઓરડામાં પણ આવું વાતાવરણ સર્જી શકાય છે.) અને બહારના વિસુબ્ધ વાતાવરણથી દૂર હોવું જોઇએ. આ થયો શુભયોગ. ત્યારબાદ દ્રવ્ય એટલે Instrumental factor, જેમાં ચિત્ત ઘુતિ-રીતિને ધારણ કરતું બનાવે ત્યારે જ જપ સફળ બને છે. આ થયો શુભાગ્રહ. (કાયોત્સર્ગમાં જતાં પહેલાં શ્રદ્ધાએ, મેધાએ, ધીએ, ધારણાએ, અણુપેહાએ વગેરે દ્વારા આપણે આ ન કરીએ છીએ.) અને છેવટે - ભાવ એટલે શુભવાસના, શુભયોગ અને શુભાગ્રહ બાદ - શુભસંધિનું કાર્ય ભાવથી થાય છે, જેને Accordance factor કહે છે. અર્થાત્ જો સંપૂર્ણ શ્રદ્ધાથી કાર્ય ન થાય તો ભાવ બને નહીં. અભીષ્ટ વસ્તુઓ સાથે સંધિ કરવામાં ભાવની પ્રધાનતા રહેવી જોઇએ. જપ અભ્યારોહનો ક્રમ આ રીતે છે : પ્રથમ કૃતિજ૫, બાદ રુચિજપ, બાદ રતિજ૫. છેવટે સ્મૃતિજ૫ રહે છે કે જ્યારે અજપાજપની સ્થિતિ પ્રાપ્ત થતાં સદા-સર્વત્ર-સર્વથા ઇષ્ટનું શરણ-સ્મરણ-સાતત્ય મળ્યા જ કરે છે. પરમ ઇરની સાથે આ પ્રકારે સૌ પ્રથમ તદારોપિત સંબંધ, પછી ત–પન્ન સંબંધ, પછી તદેકાશ્રિત સંબંધ અને ત્યારબાદ તદુભાવભાવિત સંબંધ સિદ્ધ થાય છે. આ સમસ્ત પ્રક્રિયા નીચેના મંત્રમાં સમજી શકાય : 33 7 ડર્દ નમઃ શ્વાનં૯૫ન, નવદુત્તા અમૃતજ્યોતિ સ્વરૂપાય નમો નમ:. અર્થાત્ (૧) 38 = ચૈતન્યનું બહુમાન, જેથી પુદ્ગલના રાગરૂપી આર્તધ્યાન ટળે છે. (૨) 7 = માયાબીજ છે, જે વડે જીવો તરફના કપાયભાવ-રૌદ્રધ્યાનનો ત્યાગ થાય છે. (૩) ઢું = વિશુદ્ધ ચૈતન્ય છે, જે વડે જીવો તરફના કપાયભાવ-રૌદ્રધ્યાનનો ત્યાગ થાય છે. (૪) નમઃ = નમોભાવની પરાકાષ્ટામાં શુકલધ્યાન થાય છે. (૫) વ્યાબંધન = નમોભાવની પરાકાષ્ટાએ આત્માના સતુ-ચિતુ-આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (૬) નવલત્તા = જેનો અભ્યારોહ પ્રથમ નાદમાં, બાદમાં અર્ધના બિંદુમાં તથા ત્યારબાદ અમૃતઝરતી કલામાં થાય છે. (૭) મyતોતિ સ્વરુપ = તે આ મંત્ર-જપ દરમિયાન સાધનાના વિકાસક્રમને યથાર્થ રીતે બતાવે છે. તેનો ૧૨,૫૦૦ની સંખ્યાનો જાપ શીઘ પ્રગતિમાં સહાયક બને છે. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ માટે વિદ્યા-ક્રિયા-ધ્યાન-ભાવ એ ચાર વગર ચાલતું નથી. સાધનાનું ધન વિનામૂલ્ય ખરીદી શકાય નહીં. જપ-સાધના પ્રત્યે પ્રબુદ્ધજનો જો જાગ્રત બને તો બહુ જ ટૂંકા ગાળામાં સાધનામાં તૃપ્તિ તથા ગતિ મળે. અને જો આપણે ફકત વિદ્યા જાણવાથી જ અટકીશું અને તેને ક્રિયામાં, ધ્યાનમાં અને ભાવમાં નહીં લઇ જઇએ અને તપસ્યાથી વિમુખ રહીશું તથા પરિશ્રમમાં કાયર રહીશું તો એક ભવ્ય વારસાના વારસદાર હોવાનો આપણો હક્ક ગુમાવી દઈશું. [ચતુર્થ જૈનસાહિત્ય સમારોહ સોનગઢમાં પ્રસ્તુત શોધનિબંધમાંથી ટૂંકાવીને.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy