SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૧ સહસ્ત્રારમાં બિરાજમાન પરમચૈતન્યની કરુણા નીચે વહીને બિંદુમાં સાધકને એટલી પરિપ્લાવિત કરી મૂકે છે કે તે મનને વારંવાર કેન્દ્રમાં રહેવા પ્રેરિત કરે છે. મંત્રરહસ્યના ત્રણ પાદ – સંબોધન, વિશેષણ અને દ્રવણ - છે, જે તેના બિંદુમાં પહોંચ્યા બાદ, સંબોધન-વિશેષણની કૃતિ પૂરી થાય છે અને દ્વિપાક્ષિક દ્રવણ શરૂ થઈ જાય છે. જેટલા અંશમાં સાધકની વૃતિ ભૂમધ્યમાં રહે છે તેટલો વખત સતત અમૃતધારા સહસારમાંથી વહ્યા જ કરે છે. આગમો જેને નવપદની આરાધના (સિદ્ધચક્રની આરાધના) કહે છે તેને મંત્રશાસ્ત્ર બિંદુનવકની સાધના કહે છે. બિંદુથી શરૂ થતાં આરોહણની ભૂમિકા આ પ્રમાણે છે : બિંદુ, અર્ધચન્દ્ર, રોધિની, નાદ, નાદાંત, શકિત, વ્યાપિની, સમના અને ઉન્મના. બિંદુ માત્રામાંથી અમાત્રમાં જવાનું દ્વાર છે, પ્રદેશમાં ઉપર ચઢવાનું થાય છે ત્યારે જે સોમરસ ઝરે છે તેને અર્ધચન્દ્ર કહે છે. રોધિનીમાં દિક-કાલનું પાર્થય રહેતું નથી. ત્યારબાદ નાદ અને નાદાંતની ભૂમિકા એ બિંદુનું સંપૂર્ણ લય થવું તે છે. અહીં જીવોનો ઈદભાવ શેષ રહ્યો છે તે નષ્ટ થાય છે અને શકિતના સ્થાનમાં એક વિરાટ ચૈતન્યના અંશનો-અઈનો અનુભવ કરે છે.વ્યાપિની-સમના સુધી સૂક્ષ્મયોગ રહે છે. ત્યારબાદ ઉન્મનામાં યોગ-નિરોધ થાય છે. નાદના અંતમાં તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. સાક્ષર મટી સ્વાક્ષર બનાય છે. આ રીતે બિંદુમાંથી સિંધુની સૃષ્ટિ થાય છે. મંત્રસાધના આ પ્રમાણે સ્થૂળ ભૂમિકામાંથી અંતિમસ્થાન સુધીનું ઉત્થાન કરવા સમર્થ છે. યુકિત. શાસ્ત્ર, મહાજનવાકય અને આત્મપ્રત્યય - આ ચારેયથી પરસ્પર અવરુદ્ધ એવું તેનું કાર્ય છે. યુકિતથી અનુમોદનીય બનાય, શાસ્ત્રથી સંસ્કાર પડે, મહાજનવાકયથી સમર્થન થાય અને આત્મપ્રત્યયથી પરોક્ષાનુભૂતિ થાય, સર્વ સંશયોનું નિરસન થાય. જપ-સાધના આ ચારેય તારોથી સિદ્ધ છે. જપ-સાધનામાં મંત્રાક્ષરોને શબ્દબ્રહ્મની વ્યાખ્યા આપી તે કેટલી સાર્થક છે તે આ ઉપરથી સમજાશે. શબ્દબ્રહ્મનો નિષ્ણાત એટલે તિર્યકુ સામાન્યથી સર્વ જીવરાશિમાં રહેલ અનાહતરૂપી આત્મતત્વનો સ્વીકાર. તેનો સ્વીકાર જીવરાશિ ઉપર સમાનભાવ-અભેદભાવ-અહિંસકભાવ વિકસાવે છે. અહિંસકભાવ જેને સિદ્ધ થયો છે તે જ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. શબ્દબ્રહ્મનું વાચ્ય પરબ્રહ્મ સ્વયંવેદ્ય આત્મતત્ત્વ છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર અહિંસકભાવ વરેલાને જ થઈ શકે છે. અહિંસક આચારને જ બ્રહ્મની ઉપમા આપી છે. આચારાંગના નવ અધ્યયનને બ્રહ્માધ્યયન કહેવાય છે. બૌદ્ધશાસ્ત્રોમાં મૈત્યાદિ ભાવોને બ્રહ્મવિહાર અને જૈનોમાં અહિંસક આચારને બ્રહ્મવિહાર કહે છે તે જ તંત્રશાસ્ત્રનું શબ્દબ્રહ્મ છે. તેમાં નિષ્ણાત થયેલાં પરબ્રહ્મને પામે છે. પરબ્રહ્મ એટલે ઊર્ધ્વતા - સામાન્યથી આત્મદ્રવ્ય ઉપયોગ અને તિર્યસામાન્યથી ઉપગ્રહ-સંબંધ. નવકાર એ ઉપયોગ - ઉપગ્રહ બંનેની શુદ્ધિ કરતો શબ્દબ્રહ્મ. જપની સામર્થ્ય-સિદ્ધિ માટે વિદ્યા-શ્રદ્ધા-ઉપનિષદ એ ત્રણ અપેક્ષાઓ રહે છે. વિદ્યા એટલે Correct technique. શ્રદ્ધા એટલે Working belief and interest. ઉપનિષદ એટલે Grasp of basic principles. અર્થાત્ વિદ્યા એટલે મંત્ર-યંત્ર-તંત્ર ત્રણેનું ઐક્યતાપૂર્વકનું અનુષ્ઠાન (પ્રયોગપદ્ધતિ). શ્રદ્ધા એટલે કાર્યમાં હૃદયપૂર્વકનો સહયોગ સાધનામાં સાધ્ય પ્રાપ્તિની દર્દભરી જિજ્ઞાસા. ઉપનિષદ એટલે અંતનિહિત તત્ત્વનું રહસ્ય જ્ઞાન. ઉપનિષદમાં શબ્દવિજ્ઞાન (Acoustics), સૂક્ષ્મ ધ્વનિવિજ્ઞાન (Supersonics) અને વિચિવિજ્ઞાન (Wave Mechanics)ની સમજણ હોવી જરૂરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ માટે જ માલુકાઓના બાનનો સ્વતંત્ર-યોગ નિર્દેશ કર્યો છે. માતૃકાઓના-વર્ણમાળાના 'અ' થી હ’ સુધીના અક્ષરોના ધ્યાનથી મંત્રોનું રહસ્ય ખૂબ ઝડપથી ખૂલી જાય છે. વર્ણમાળાને તેથી જ કેવળજ્ઞાનના ટૂકડા કહ્યા છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષરનો વાચ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy