SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ] શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પરમપદમાં પ્રવિષ્ટ થવા માટે જપ-યોગ એક અભ્યારોહ છે. મંત્રાક્ષરોના અગાધ રહસ્યોને પામવા માટે તો જેમ સમુદ્રમાં ડૂબકી મારીને રત્નો-મોતી મેળવી શકાય છે, એમ વારંવાર આ નિર્મળ ચેતનાનાં સાગરમાંથી નિત્યનુતન નવાં નવાં મોતીઓ મળતાં રહે છે. નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો, જેનું મૂલ્ય ન થાય તેવાં અમૂલ્ય અને અવિનાશી આ અક્ષરો છે, જેના આશ્રયથી અનંત જીવો અમૂલ્યપદ (સિદ્ધિપદ)ને પામ્યા છે. થયું, તેવી જ રીતે, આમ્નાય અને વિશ્વાસબાહુલ્યના પ્રભાવથી પશ્યત્તિની દિવ્યવાફનો પણ સ્પર્શ થાય જ છે. જ્યાં મંત્ર, દેવતા, આત્મા અને પ્રાણની એકતા થતાં મંત્રમૈતન્યનો સાક્ષાત અનુભવ થાય છે. વ્યકિતત્વનું વિસર્જન અને અસ્તિત્વના બોધની ઝાંખી અહીં મળે છે. પશ્યત્તિ એ આત્માની અમૃતકળા છે. પશ્યત્તિમાં સ્વરૂપદર્શનથી અધિકારનિવૃત્તિ થાય છે. પશ્યત્તિથી પર જે પરાવાફ છે તે અનિર્વચનીય પરંતુ સ્વસંવેદ્ય અનુભવ છે, જ્યાં વ્યકિતગત જગત સમષ્ટિગત જગતમાં વિલીન થાય છે અને સમષ્ટિગત જગત પણ પરમેષ્ઠિ જગતમાં પર્યવસિત થાય છે. આ અવસ્થામાં શબ્દની ગતિ નથી; સ્પંદનો-તરંગો સંપૂર્ણપણે વિલીન બને છે. એક માત્ર અમૃત અને જયોતિસ્વરૂપનો અનુભવ થાય છે. આકાશનો ગુણ ધ્વનિ છે. જ્યારે શબ્દ ધ્વનિમાં અને ધ્વનિ આકાશમાં લય પામે છે ત્યારે તેનો પરમ પ્રકાશ - પરમ વ્યોમમાં વિહાર થાય છે અને ત્યાં આત્માની શિવ અને શક્તિ- બંનેનું અવિભાજ્ય યુગ્મ સિદ્ધ થાય છે. પરમપદમાં પ્રવિષ્ટ થવા માટે જપ-યોગ એક અભ્યારોહ છે. મંત્રાક્ષરોના અગાધ રહસ્યોને પામવા માટે તો જેમ સમુદ્રમાં ડૂબકી મારીને રત્નો-મોતી મેળવી શકાય છે, એમ વારંવાર આ નિર્મળ ચેતનાનાં સાગરમાંથી નિત્યનૂતન નવાં નવાં મોતીઓ મળતાં રહે છે. નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો, જેનું મૂલ્ય ન થાય તેવાં અમૂલ્ય અને અવિનાશી આ અક્ષરો છે, કે જેના આશ્રયથી અનંત જીવો અમૂલ્યપદ (સિદ્ધિપદ)ને પામ્યા છે. " હૃદયકમળ કે જે ચિદાકાશ કહેવાય છે. તેમાં જ્યારે મંત્રનો વિમર્શ થઈને અનાહત નાદનું શ્રવણ થાય છે ત્યારે સાધકને વિસ્મય-પુલક અને પ્રમોદનો રોમાંચ થાય છે, તેના બધા જ સંકલ્પવિકલ્પરૂપી 'અરિ'નો હંત' થાય છે; અને અરિહંતમાં પોતાના વિસ્મરાયેલા સ્વરૂપનું દર્શન થાય છે. આગળ જોયું તેમ, પ્રથમ મંત્રજાપથી જાગ્રત અને સ્વપ્ન અવસ્થાને પાર કરી સુપપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ તરત જ તરીય અને તુરીયાતીત સ્થિતિમાં પ્રવેશ થાય છે. સુષુપ્તિ ભાવનાનું સ્થાન ધૂમધ્યસ્થિત બિંદુ છે. ઈન્દ્રિયો દ્વારા જાગૃતિક વ્યાપારને જાગૃત અવસ્થા કહે છે. જ્યારે ચતુર્વિધ અંતઃકરણ દ્વારા વ્યવહારને સ્વપ્નાવસ્થા અને અંતઃકરણ વૃત્તિના લયરૂપ ઉપશમરૂપ અવસ્થાને સુષુપ્તિ કહે છે. (લૌકિક ભાષામાં જે સૂતેલો, એટલે કે દેહાધ્યાસમાં છે તેના પાંચ જાગે છે : શબ્દ-રૂપ-રસ-ગંધ સ્પર્શ એ જીવની અભાન અવસ્થા છે. અને જે જાગેલો છે તેના પાંચ સૂતા છે, જેનો અર્થ છે સુષુપ્તિમાં-સુષુખ્યામાં છે તે દેહાભ્યાસથી પર બને છે તેમ સમજી શકાય.) - બિંદુની પ્રાપ્તિને તાંત્રિક ભાષામાં અર્ધમાત્રાની પ્રાપ્તિ કહે છે. ત્યારબાદ બિંદુનવકથી સહસારમાં રહેલા પરમચૈતન્યનું મિલન થાય છે. જ્યારે મંત્રાક્ષરોના આલંબનથી - ધ્યાનથી - ત્રિમાત્રરૂપી બાહ્યભાવનો રેચક થાય છે અને અંતરાત્મભાવનો પૂરક થાય છે ત્યારે મન એકમાત્રામાં કેન્દ્રિત છે. સામાન્ય રીતે મન એકમાત્રામાં રહેતું નથી. ચંચળતાને કારણે માત્રાનું બાહુલ્ય મન વારંવાર પામી જાય છે. પરંતુ બિંદુસ્થાન ઉપર એક વાર મન અલ્પ સમય માટે પણ કેન્દ્રિત થાય છે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy