SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] I ૧૭૯ શબ્દપૂર્વિકા છે. જગત્ શબ્દપ્રભવ છે. આજનું વિજ્ઞાન તો આપણા દેહ એ ઘનીભૂત થયેલો ધ્વનિ Cystalised sound - છે, એમ કહે છે. આ શબ્દ એટલે નાદ-ધ્વનિ-સ્પંદન. આખી સૃષ્ટિ અનંત અનંત સ્પંદનોની એક હારમાળા છે; પરંતુ આ વિશ્વ-કલરવની પાછળ એક મહામૌન છે. તે મહામૌનમાં જપ-સાધના પર્યવસિત થાય ત્યારે ધ્યેયની પ્રાપ્તિ થઈ ગણાય. નાદ એ જીવની મૂળ પ્રાણશકિત છે અને તે નાભિમાં નિવાસ કરે છે. તે અવ્યકત ધ્વનિ છે. અવ્યકત નાદ અભિવ્યકત થવા માગે છે ત્યારે હૃદય સુધી આવે છે. ત્યાં બધા વિકલ્પોને પાર કરી, કંઠથી ઘોષરૂપે પ્રાપ્ત કરી, મુખથી વ્યકત થાય છે. કંઠ બિંદુસ્થાને છે. મુખ કલાને સ્થાને છે. શબ્દ એટલે 'અ થી હ' સુધીની વર્ણમાતૃકા. વર્ણમાળાનું પરારૂપ અહૂઁ છે. અર્જુમય નાદ નાભિકમળમાં અવ્યકત રૂપથી વિદ્યમાન છે. નાદ અમાત્ર છે, અરૂપી છે. બિંદુ અર્ધમાત્ર-સેતુ છે. કલા ત્રિમાત્ર-ત્રિગુણાત્મક સંસાર છે. એ પ્રકારે નાદ-બિંદુ-કલા પ્રણવાત્મક છે, ૐકારમય છે (અહૂઁમય છે). નિશ્ચલ પરાવાક્ રૂપ પ્રણવાત્મક કુંડલિની શકિત એ જ પ્રકૃતિ છે. ઉચ્ચારણ થવા પૂર્વે આ નાદ ૫૨પ્રણવરૂપથી નાભિમંડળમાં વ્યાપ્ત રહે છે. જ્યારે તે જાગ્રત થાય છે ત્યારે ભ્રમરની સમાન ગુંજન કરતો હૃદયકમળમાં વ્યંજનોની સાથે મળીને કંઠમાર્ગમાં આવી નિશ્ચિતસ્વરૂપે આકૃતિને ગ્રહણ કરીને મુખકમળથી સ્થૂળ રૂપમાં પ્રવેશ કરે છે. એ રીતે નાદ ચૈતન્ય નાભિમાં સુષુપ્તરૂપે કંઠપ્રદેશમાં બિંદુરૂપે સ્વપ્નવત્ ને મુખકમળમાં જાગ્રત થઈને શબ્દોચ્ચારણ કરે છે. જગત-સર્જનના આરોહણનો ક્રમ પરામાંથી પશ્યન્તિ, પશ્યન્તિમાંથી મધ્યમા અને મધ્યમામાંથી વૈખરીમાં જવાનો છે. જપ-સાધના એ ક્રમને ઉલટાવી વૈખરીમાંથી પરામાં જવાની સાધના છે. પરા પછી શબ્દની ગતિ નથી. વૈખરી-વાણી એ વાસ્તવમાં જીવનો સ્વરૂપ સંકોચ, અણુભાવ-બહિરાત્મભાવ છે. વૈખરી એ સંપૂર્ણપણે દેહાત્મભાવ છે. જપનાં બે અંગ : તłપસ્તર્થમાવનમ્ । બાહરણ તથા અનુસ્મરણ મંત્રાક્ષરોમાં અગાધ રહસ્ય છે. મંત્રના એકેએક અક્ષરમાં જ્યારે એકાંતભાવથી ચિત્ત અભિનિવિષ્ટ થાય છે ત્યારે શબ્દ, અર્થ અને પ્રત્યય - ત્રણેનો સંગમ થાય છે. પ્રથમ આરંભ વૈખરી જપથી થાય છે. વાચિક, ઉપાંશુ અને માનસિક જપ એ વૈખરી જપના અવાન્તર ભેદ છે. જપની સંખ્યા વધવાથી કંઠ રોધ થાય છે, ત્યારે જપ આપોઆપ અંદર ચાલે છે તેને સ્વ-ભાવમાં જપ થયો એમ યોગીઓ કહે છે. પહેલાં જપ મૂલાધારમાં, બાદમાં નાભિમાં; અને ત્યારબાદ હૃદયમાં ચાલે છે ત્યારે સૌ પ્રથમ નાદમિશ્રિત જપ થાય છે અને છેવટે નાદાશ્રિત જપ બની જાય છે. હૃદયકમળમાં ઉત્થિત થતાં અનેક સંકલ્પ-વિકલ્પોને શમાવીને જ્યારે મંત્રજપના શબ્દો નાદમિશ્રિત થાય છે (અહીંયા ભૂમિકા આપોઆપ આવે છે) ત્યારે મધ્યમાની મંત્રમયી ભૂમિમાં પ્રવેશ થાય છે. મનુષ્ય-કંઠમાં ઉત્થિત થતી વાણી માનસિક ચિંતા અને મનોગત ભાવથી જડાયેલી રહે છે; પણ સ્મૃતિ-પરિશુદ્ધિથી આ વૈખરીના સાંકર્ષનો પરિહાર થાય છે અને અન્નમય-મનોમય-પ્રાણમય કોષોની અશુદ્ધિઓ દૂર થઈને મધ્યમામાં મંત્ર-ચૈતન્યનો ઉન્મેષ આંશિક અનુભવાય છે. પૂર્વસંસ્કારોને કારણે વારંવાર મધ્યમામાંથી વૈખરીમાં (બહિરાત્મભાવમાં) આવાગમન થયા કરે છે. પરંતુ જ્યારે સંખ્યાથી, ભાવથી અને સૌષ્ઠવથી જપ ચાલુ રહે છે ત્યારે સંસ્કાર-નાશ થવા માંડે છે અને મંત્રાક્ષરો અનાહત ધ્વનિમાં પર્યવસિત થાય છે. એક તરફ ગુરુશકિતથી અને એક તરફ સ્વકીય પ્રયત્નથી સાધક અંતરાત્મભાવને પામે છે અને તેનું વીર્ય મૂલાધારમાંથી ઊર્ધ્વ ગતિને પામીને આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્રમાં જવા પ્રયાસ કરે છે. મધ્યમાનો અર્થ બે બાજુને જોડતું મધ્યવર્તી સ્થાન - સેતુ છે. પાશવ વૈખરી વાક્ અને પશ્યન્તિ દિવ્ય વાદ્નો મધ્યમા સેતુ છે. મંત્રાક્ષરોના વાચ્યના અનુગ્રહથી, વૈખરીમાંથી મધ્યમામાં જેમ ઉત્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy