SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] | [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જપ-સાધના * શશીકાન્ત મહેતા જપ વડે સિદ્ધગતિ થાય છે. જપ વડે જપમૈત્રી સઘાય છે. જપનું ફળ) સ્નેહપરિણામ છે. જપ વડે ક્રોધાદિ નાશ થાય છે. જપ વડે મન નિર્મળ થાય છે. જપ વડે પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય ગુણ પ્રગટે છે. જપ વડે દેહનો સ્નેહ છૂટી જાય છે અને આત્મા પ્રત્યે આદર જન્મે છે. માટે જાપ નિરંતર જરૂરી છે. આમ, પ્રસ્તુત લેખમાં જપનું ઐશ્ચર્ય, માધુર્ય અને સૌદર્ય સરસ રીતે દર્શાવાયું છે. વળી, વૈખરી અને પશ્યન્તીથી થતાં કાર્યોની પણ યોગ્ય સમજ આપી છે. તેમજ વિશ્વકલરવની પાછળ ઊભા રહેલા એક મહામૌનને જાપ દ્વારા અનુભૂત કરવાની કલ્પના અને સાધનાનો સુંદર સમન્વય પણ રજૂ થયો છે. જૈનજગતમાં, શ્રાવક-વર્ગમાં, જેમની ગણના એક આધ્યાત્મિક પરષ તરીકે થાય છે એવા શ્રી શશીકાન્તભાઇ ધર્માત્મા છે, તેમ એક કુશળ ઉદ્યોગપતિ પણ છે. તેઓએ સ્વજીવનમાં પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુભગવંતોનો વિશેષ કરીને અધ્યાત્મયોગી પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીનો સતત સમાગમ કરીને યોગ અને ધ્યાનની ઊંડી સમજ મેળવી છે. વર્તમાન જગતે તેઓના આ ચિંતનમય (વિચારો સમજવા-અપનાવવા જેવા છે. - સંપાદક જપ-સાધના આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુપરિચિત અને સર્વમાન્ય છે. વૈદિક, પૌરાણિક, સ્માર્ત, તાંત્રિક, બૌદ્ધ કે સૂફી યા ઇસાઈ માર્ગમાં જપનું મહત્ત્વ અને જરૂરિયાત મુકતકંઠે સ્વીકારવામાં આવ્યાં છે. આપણે ત્યાં આગમોમાં નમસ્કાર મહામંત્રને તો ૧૪ પૂર્વનો (સમગ્ર જ્ઞાનનો) સાર કહેવામાં આવ્યો છે. જપ-સાધનાનું લક્ષ્ય સાધકને અનફરભાવ-શ્રુતમાં લઈ જવાનું હોય છે. નામથી નાદાનુસંધાન થાય છે અને રૂપથી જ્યોતિમાં જવાય છે. અરિહંતના નામમાં અને તેના શબ્દોરૂપી રૂપમાં પરમાત્મપ્રકાશ અને ઇષ્ટનો પ્રસાદ આપવાની સંપૂર્ણ શકિત છે. જપ-સાધનાની અંતર્ગત જીવનમુકિતનો માર્ગ સ્પષ્ટ રીતે સાંપડે છે. યોગની કઠિન પ્રક્રિયા, ક્રિયાયોગનાં જટિલ વિધાનો, જ્ઞાનમાર્ગની વિચારબહુલ ગંભીરતા, ભકિતમાર્ગનો રસમય ઉલ્લાસ - એ સર્વને માટે સુલભ નથી. જપ-સાધના સર્વને માટે અલ્પાયાસ સાધ્ય છે. જો સમ્યક્ શ્રદ્ધા, ભાવ અને સમજણથી મંત્ર-સાધના થાય તો જ્ઞાન, ભકિત અને કર્મયોગની સાધનાઓનાં ફળ જેટલો જ લાભ સહજ રીતે પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ; પણ બ્રહ્મ' અર્થાત્ પરમાત્મપદનું સ્વરૂપ જે નાદાશ્રિત રહેલું છે તેનો અનુભવ પણ બહુ કષ્ટ વગર થાય છે. પ્રાચીન મહર્ષિઓ જેને વાગ્યોગ' કહે છે, મધ્યકાલીન સંતગણ જેને સુરત-શબ્દયોગ કહે છે અને અર્વાચીન યોગીગણ જેને શબ્દબ્રહ્મ'ની ઉપાસના કહે છે તે જપ-સાધના વર્તમાનકાળમાં અર્થ-કામની દુનિયામાં વ્યસ્ત રહેતા જીવને બહુ જ ઓછા પ્રયાસે અનુભવના પ્રકાશમાં લઇ જવા સમર્થ છે. જે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત બને છે તે પરબ્રહ્મની ઉપાસના કરી શકે છે. શબ્દાતીત પરમપદના સાક્ષાત્કાર માટે શબ્દનો જ આશ્રય લઇને શબ્દરાજ્યનું ઉલ્લંઘન પણ કરી શકાય છે. આખું વિશ્વ શબ્દમાં ઉદ્ધત છે અને શબ્દમાં જ વિદ્યુત છે. શબ્દજગત સૃષ્ટિનું મૂળ છે. સૃષ્ટિ ____ _ _ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy