SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૭ ८. स्वामी माणिक्य पूर्वस्त्रिभुवन तिलकश्चिंतित श्री सुरादि त्रैलोक्यद्योतकर्ता प्रथिततरयशा: fશત્રનામ મત્રા (D. C. Hymnology, p. 57) ૧૦ શ્રી પાર્શ્વ નાથ) ત્રાધીન સ્તોત્રની શરૂઆતમાં પાર્શ્વ પ્રભુના ૧૦૮ દિવ્યનામો પ્રકીર્તિત કરાયાં છે. આ ૧૦૮ દિવ્યનામોના અંતે કહ્યું છે : તિ શ્રી પાર્શ્વનાથણ સર્વજ્ઞસ્ટ ના दिव्यमष्टोत्तरं नाम शत्रमत्र प्रकीर्तितम् ।। पवित्रं परमं ध्येयं परमानन्द दपिकम् । भुक्तिमुक्तिप्रदं नित्यं પઢતમ્ | મનિપ્રમ્ I' ૧૧. ભદ્રબાહુ સ્વામી રચિત (લઘુસહસ્રનામ સ્તોત્ર'માં નીચેના શ્લોકો નામ-જપનનો મહિમા દર્શાવે છે : नमस्त्रिलोकनाथाय सर्वज्ञाय महात्मने, वक्षे तस्यै नामानि मोक्ष सौरव्याभिलाषया ।।१।। नामाष्टक सहयाणि ये पढन्ति पुनः पुनः ते निर्वाणपदं यान्ति मुच्यतेनात्र संशयः ।। ४१।। ૧૨. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિરચિત મહાપ્રભાવિક થંભણ-પાસનાહની દિવ્ય સ્તુતિરૂપ 'જયતિહુઅણ સ્તોત્ર'ની બીજી, ત્રીજી અને ચોથી ગાથાઓ પાર્શ્વનાથના નામરૂપી છે, જે પવિત્ર મહામંત્રનો મહિમા દર્શાવે છે. ૧૩. લાવણ્યસમયસૂરિ રચિત ગૌતમસ્વામીના છંદમાં ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર.' પદો પણ સકલલબ્લિનિધાન ગૌતમસ્વામીને નામના મહિમાનું જ સ્મરણ કરાવે છે. ૧૪. પાર્થચંદ્રસૂરિકૃત ગૌતમસ્વામીના લઘુરાસમાં ગૌતમસ્વામી લબ્ધિ નિધાન, ગૌતમસ્વામી નવે નિધાન; સરગો તર મણિ ગૌતમ નામ, જેવો નામ તેવો પરિણામ.' આ તેમ જ ૧૦ થી ૧૬ ગાથાઓ પણ ગૌતમ નામનો વિશિષ્ટ મહિમા ગાય છે. ૧૫. ઉદયરત્નસૂરિએ સોળ સતીના છંદમાં જણાવ્યું છે : “આદિનાથ આદે જિનવર નંદી સફળ મનોરથ કીજિયે રે; પ્રભાતે ઊઠી મંગલિક કામે સોળ સતીનાં નામ લીજિયે રે.” આ ઉપરાંત બીજાં ઘણાં જૈન પઘોમાં તથા હિન્દુ ધર્મના ભજન-કીર્તનોમાં નામસંકીર્તનનો મહિમા ગવાયો છે. વળી હરિનામ, રામનામ, ઇશ્વર, ભગવાન, પારસનાથ, મહાવીર, અલ્લાહ, નિર્મલ, પરમપદ, ૐકાર વગેરે વગેરે પવિત્ર પાવનકારી શુભ નામોથી સંપન્ન ભકિતગીતો પણ જો ફરી ફરી નિત્ય સાંભળવામાં આવે અથવા સ્વમુખે ગાવામાં આવે તો પણ તન, મન, હૃદય અને આત્મા શાંત, પ્રસન્ન, પ્રફુલ્લિત બની પવિત્ર થઇ શકે છે. રોજના નિત્યવ્યવહારમાં, એકબીજાને મળતાં રામ રામ, જય રામજી, હરિ ઓમ, જય સીયારામ, જય શ્રીકૃષ્ણ, જય જિનેન્દ્ર, નમસ્તે, નમસ્કાર આદિ શબ્દોનો જે અરસપરસ ઉપયોગ થાય છે તે વારંવાર બોલવાથી અને સાંભળવાથી ભગવદ્રનામનાં જપનનો મહિમા અને પ્રભાવ સીધી કે આડકતરી રીતે અનુભવાય છે. આમ, ભારતીય ધર્મપરંપરામાં નામ-જપનનો મહિમા અનેરો અને અપાર છે. (તા. ૧૬-૫-૯૨ના પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર ઉદ્ધત.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy