SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી निरंजनस्य देवस्य कामकर्मविधानतः । त्वया ध्यातं च शक्त्या च तेन संजायते जगत् ।। स्तुताहमचिरं ध्यात्वा मायायाः ध्वंस हेतवे। संतुष्टा भार्गवायाहं यशस्वी जायते हि सः ।। ब्रह्माणं चेतयन्ती विविध सुरनरांस्तर्पयन्ती प्रमोदाद् ध्यानेनोद्दीपयन्ती निगमजपमनुं षट्पदं प्रेरयन्ती। सर्वान्देवान्जयन्ती दितिसुतदमनी साप्यहंकारमूर्ति: तुभ्यं तस्मैच जाप्यं स्मररचितनुं मोचयेत् शापजालात्।। इंदं चः त्रिपुरास्तोत्रं पठेत् भक्त्या तु यो नरः । सर्वान्कामानवाप्नोति सर्वशापाद् विमुच्चते... इति श्री सर्वयन्त्रमत्रतन्त्रोत्कीलनस्तोत्रं संपूर्णम्॥ - સાધકનાં કેટલાંક આવશ્યક કર્તવ્યો: (૧) બ્રાહ્મમુહૂર્તમાં ઉત્થાન. (૨) શધ્યાત્યાગપૂર્વે ઇષ્ટદેવતા પ્રાતઃ સ્મરણ તથા શ્રીમદ્ ગુરુમૂર્તિનું આજ્ઞાચક્રમાં ધ્યાન. (૩) દંતધાવન (બ્રશ-પેસ્ટનહીં, દાતણ લેવા).(૪) મંત્રસ્નાન-જૈનદર્શનમાં (શ્રમણભગવંતોને) સ્નાન વર્ય હોય ત્યાં શ્રી તીર્થકર - શ્રી શ્રી પદ્માવતી સ્મરણ પૂર્વક તેમનાં ચરણોમાંથી વહેતી ભાવધારામાં માનસસ્નાન. (૫) આચમન-પ્રાણાયામાદિ પૂર્વક પોતપોતાના ધર્મ પ્રમાણે આવશ્યક નિત્યકર્મો. (૬) દેવતાચન-પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર અથવા ૬૪ ઉપચારો વડે. (૭) મંત્રજપ માટે ઉનનું આસન-સાત્ત્વિક ઉપાસનામાં શ્વેત, સકામ ઐશ્વર્યાદિ લાભાર્થે પીત, અન્ય કાર્યોમાં લાલ-કાળું -રેશમનું આસન-પવિત્રીકરણ. (૮) મંત્રના ઋષિ-છંદ-દેવતા-વિનિયોગ-ચિતને. (૯) મંત્રદેવતાવ્યાન. (૧૦) દરરોજ એક સરખી સંખ્યામાં જ૫. (૧૧) જપ પૂર્વે ભૂતશુદ્ધિ, ન્યાસ વગેરે. (૧૨) માલાસંસ્કાર વિધિ પછી જપ. (૧૩) જપ નિવેદન. (૧૪) પુરશ્ચરણમાં ગુરુદેવ ભગવંતે નિર્દેશેલ હોય તેમ ઉપવાસ, વા એકભુત, વા સાયંકાલમાં સૂર્યાસ્ત પૂર્વે એકાસણું, વા સાત્ત્વિક પથ્યાહાર. (૧૫) જપમાં હલનચલન નહિ, ટટ્ટાર બેસવું. ઇન્દ્રિયસંયમ, પ્રેમપૂર્વક મંત્રાર્થ ચિંતન સાથે જપ. (૧૬) જપ સમયે શરીર ખંજવાળવું, કનિષ્ઠ અંગોના સ્પર્શ ઇત્યાદિ નિષિદ્ધ. (૧૭) જપનિવેદન, (૧૮) બપોરની નિદ્રા વર્ષ. (૧૯) બ્રહ્મચર્યપાલન-પુરશ્ચરણના દિવસોમાં. (૨૦) શયાને બદલે જમીન પર કંબલ પાથરી શયન. (૨૧) સ્ત્રીનિંદા, રાજનિંદા, શાસ્ત્રનિંદા, મહાપુરુષોની નિંદા, સ્વસ્તુતિ, સ્વગુણગાન તદ્દન નિષિદ્ધ, પરધર્મનિંદા પણ વર્મ. (૨૨) અસત્ પુરુષો સાથે વાર્તાલાપ વર્જ્ડ. (૨૩) પૂજા કે જપમાં વાતચીત-સંસારસ્મરણ નિષિદ્ધ. (૨૪) શારીરિક, વાચિક, માનસિક અહિંસા. (૨૫) ન્યાયપૂર્ણ આજીવિકા. (૨૬) અસ્તેય. (૨૭) જરૂર પૂરતો સંગ્રહ. (૨૮) મૃષાવાદ ત્યાગ. (૨૯) સાયંકાલીનનિત્યકર્મો કરવાં. (૩૦) દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, મુદિતા, તિતિક્ષા વગેરે સમ્યક પાળવાં. (૩૧) ગમે તેવી પરિસ્થિતિમાં ઉપાસના ત્યજવી નહિ. અધૂરી ઉપાસનાએ ઊઠવું નહિ. (૩૨) કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે શત્રુઓ જીતવા યથાશકય ઉદ્યમી રહેવું. (૩૩) નાસ્તિકતા, સંશય, ભય, લજા, દંભ વગેરે ત્યાગવાં. (૩૪) દેવ, શાસ્ત્રો, ગુરુ, સ્વધર્મ પર બળવાન પ્રીતિ અને સુદ્ઢ શ્રદ્ધા. (૩૫) સદાચારી નિત્યજીવન. (૩૬) કર્મમાં ફલાસકિત અહંતા, મમત્વ, ત્યાગ વગેરે, વગેરે. જૈન શાસનમાં | મંત્રો અને યંત્રોને એક આગવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રસાધકોને અત્રે પ્રસ્તુત આ સઘળી માહિતીઓ ખૂબ ખૂબ ઉપયોગી બની રહેશે એવી અમને આસ્થા અને શ્રદ્ધા છે. સંદર્ભસૂચિઃ ૧. મંત્રમહોદધિ તથા ૨.મંત્રાર્ણવ-કાશી પ્રકાશન. ૩. તાંત્રિત વાડમય મેં વિતર – પં. ગોપીનાથ કવિરાજ. ૪. હિન્દી કલ્યાણનો સાધના અંક - પ. હરિરામજી શર્મા, ૫. શાન્તનુવિહાર દ્વિવેદી વ. વિદ્વાનોના લેખો. ૫. હિન્દી કલ્યાણ શકિત અંક - અનેક લેખો. ૬, શ્રી લલિતારત્રિચંદ્રિકા – શ્રી નીલકંઠ મહાદેવ જોષી. ૭. કુલાર્ણવ તંત્ર. ૮. ચંડી-શકિત ઉપાસના અંક. ૯. વરિવસ્યા રહસ્ય - ૫. ભાસ્કરરાય મખિન. ૧૦. મંત્રરહસ્ય તથા તંત્રવિજ્ઞાન - ૫. ડૉ. નારાયણદત્ત શ્રીમાળી. ૧૧. ધ સર્પન્ટ પાવર, ૧૨, ધ શકિત એન્ડ ધ શાકૃતઝ અને ૧૩, ગારલેન્ડ ઓફ લેટર્સ - ત્રણે સર જોન વોક આર્થર એવલોન. ૧૪. શાકતસંપ્રદાય - દી.બ. નર્મદાશંકર મહેતા. ૧૫. પંડિતવર શ્રી એમ. પી. પંડિતજીના અનેક તંત્રના પરિચયાત્મક ગ્રંથો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy