SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કેટલાક કૃષ્ણપક્ષની પંચમી સુધી તિથિનિર્ણયો લે છે. મંત્રગ્રહણ માટે દ્વિતીય, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા ગ્રાહ્ય છે. નક્ષત્રોમાં અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલ્ગની, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શતભિષા, ઉભય ભાદ્રપદ સારા ગણાય. યોગમાં શુભ, સિદ્ધ, આયુષ્યમાન ઉત્તમ ગણાય. વૃષભ, સિંહ, કન્યા, ધન, મીન લગ્નો ઉત્તમ ગણાય. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ દીક્ષા માટે નિષિદ્ધ નથી. દીક્ષાગ્રહણ માટે પૂર્વે પાંચ દિવસ વા ત્રણ દિવસનો ઉપવાસ કરવો જોઇએ. દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, પંચગવ્ય-પ્રાશન, સગર, શ્રી ગણેશ, શ્રી સરસ્વતી, ગ્રહપૂજા અને સ્વસ્તિવાચનાદિ ક્રિયા જરૂરી ગણાઈ છે. દીક્ષાવિધિ જૈન આગમોમાં પણ ઘણી ચીવટવાળી છે. પણ, આપણે અહી સાધુની દીક્ષાની ચર્ચા કરતા નથી. તાંત્રિકવિધિમાં શ્રી સદ્ગુરુ પોતે દીક્ષા આપતાં પૂર્વ મંત્રવર્ણ, મંત્રદેવતા સાથે એકત્વ સાધી, ત્યાર બાદ મંત્રમય ને દેવતામય બની, મૂલાધાર ચક્રથી શ્રી કુંડલિની દેવતાને જાગ્રત કરી, સુષુમણા માર્ગે પચક્રભેદ કરી. પોતાનાં નેત્રો દ્વારા શિષ્ય પર એકાગ્ર દષ્ટિપાત કરી, નેત્રદીક્ષા, સ્પર્શદીક્ષા અથવા સહસ્ત્રાર ચક્રમાં સ્થિર થઇ બ્રહ્મરંધ્રના માર્ગે તેના હૃદયમાં તેને સ્થિર કરાવે છે. તંત્રવિધિમાં ઘણાં બધાં રહસ્યો અત્યંત ગુપ્ત હોય આ લેખમાં બધું સ્પષ્ટ લખી શકાતું નથી. દીક્ષામાં પણ ક્રમ હોય છે. પહેલાં (શાકતદીક્ષામાં) શ્રી બાલા અંબાના ચક્ષરમંત્રથી શિષ્યને ધીમે ધીમે આગળ ને આગળ માંત્રિક અનુષ્ઠાનો સિદ્ધ કરાવતા જઈ છેવટે પૂર્ણાભિષેકી પદ પર પહોંચાડવામાં આવે છે. શાકૃતતંત્રોમાં તો ત્યાં સુધી નિયમો છે કે શરૂઆતની સાધનામાં શિષ્યની મંત્રાનુષ્ઠાન પદ્ધતિ સમયે બહિર્યાગમાં શ્રી સદગુરને પોતાને હાજર રહી અમુક કાર્યો ત્રિખંડાદિ મુદ્રાઓ વડે કરવાં પડે છે. દીક્ષા માંત્રી, સ્પર્શી, વૈધી. ચાયુપી, ચિંત્યા વગેરે અનેક પ્રકારની છે. મંત્ર - દેવતા - યંત્ર - સદ્ગુરુ વિષે: શારદાતિલક, રુદ્રયામલ વગેરે ગ્રંથોમો બધા સ્વરો અને વ્યંજનોના રંગ, આકાર, તેના દેવતાઓ, તેનાં પ્રકૃતિરૂપો- આ બધું બતાવવામાં આવેલ છે. સંસ્કૃતની વર્ણમાલા પૂરેપૂરી મનુષ્યમાં રહેલા પચક્રમાં વિવિધ ચક્રોમાં રહેલ છે. આ વર્ષો બધા ચૈતન્યરૂપ અને પ્રકાશમય છે. આ મંત્રોનાં ઋષિ, છંદ, દેવતા, વિનિયોગ પરંપરાથી આવેલાં હોય છે. આ ગુરુપરંપરામાં દિવ્યૌઘ, સિદ્ધૌઘ અને માનવૌઘ - ત્રણ પ્રકારના શ્રી સદગુરુઓ ય છે. સાધકે શ્રી સદૂગરને પૂર્ણ શરણાગતિથી સર્વસ્વ સમર્પ સેવારત થવું પડે છે. શ્રી સદ્ગુર બહાર વ્યકત હોય છે, તેમ સાધકના આજ્ઞાચક્રમાં બે હંસોના સિંહાસન પર પાદુકાઓનાં રૂપમાં વિરાજતા હોય છે. સાધકે બ્રાહ્મમુહૂર્તમાં આજ્ઞાચક્રમાં શ્રી શ્રી ગુરુપાદુકાઓ અને શ્રી સદ્ગુરુનું ધ્યાન કરવું જોઇએ. મંત્ર એ રહસ્ય છે. પોતાની ઉપાસના, ઇષ્ટદૈવત, મંત્ર, ઉપાસના દરમિયાન થતાં અનુભવો અતિશય ગુપ્ત રાખવા જોઇએ. મંત્રએ માત્ર સ્વરભંજન નથી, પણ દેવી અથવા દેવતાનો શ્રીવિગ્રહ તેનું સ્વરૂપ છે. મંત્ર શરીર છે, દેવતા આત્મા છે અથવા વધારે સાચી વાત તો એ છે કે મંત્ર અને તેની દેવતા જરાયે ભિન્ન નથી. મંત્રના ઋષિ, છંદ, દેવતા, વિનિયોગ જાણવા અનિવાર્ય છે. આ ચારના જ્ઞાન વિના મંત્રારાધના સફળ બનતી નથી. મંત્રના પણ અનેક પ્રકારો છે : એક વર્ણનો મંત્ર કર્તરી, બે વર્ણનો મંત્ર સૂચિ, ત્રણનો મુદુગર, ચારનો મુસળ, પાંચનો દૂર, છનો શૃંખલ, સાતનો કકચ, આઠનો શૂલ, નવનો વજ, દસનો શાંતિ, અગિયારનો પરશુ, બારનો ચક્ર, તેરનો કુલિશ, ચૌદનો નારાચ, પંદરનો ભૂશંડી અને સોળ વર્ણનો મંત્ર પદ્મ તથા સત્તરથી વીશ અક્ષર સુધીના મંત્રો મંત્ર કહેવાય છે. જ્યારે પછીના માળામંત્ર કહેવાય છે. મંત્રચ્છેદ કાર્યમાં કર્તરી, ભેદમાં સૂચિ, ભજનમાં મુગર, શોષણમાં મુસળ, બંધનમાં શૃંખલ, છેદનમાં કકચ, ઘાત કર્મમાં શૂલ, સ્તંભનમાં વજ, બંધનમાં શાંતિ, વિષમાં પરશુ, બધા જ પ્રકારોમાં ચક્ર, ઉત્સાહમાં કુલીશ, મારણમાં ભૂશંડી, શાંતિમાં પદ્મ, રંજકમાં ચક્ર મંત્રોના પ્રયોગો થાય છે. પરંતુ સાધકોએ વિદ્વેષ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરાણાદિમાં પડવું નહીં, માત્ર શાંતિકર્મો અને પુષ્ટિકર્મો જ કરવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy