SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૬૫ આ ચક્રમાં ઉપર નક્ષત્રોનાં અશ્વિની, ભરિણી, કતિકા વગેરે નામ છે પછી અક્ષરો છે અને તેની નીચે નર, દેવ, રાક્ષસ- ત્રણમાંથી કોઈ એક ગણ દર્શાવેલ છે. સાધકે પોતાના નામના પહેલા અક્ષરનો કયો ગણ છે અને મંત્રના પ્રથમ અક્ષરનો કયો ગણ છે તે નક્કી કરવું જોઇએ. સાધના કરનારનો નામ પ્રમાણે મનુષ્યગણ છે તો તેણે મનુષ્યગણનો કે દેવગણનો મંત્ર ઉત્તમ છે; રાક્ષસગણનો મંત્ર ઘાતક છે. સાધના કરવા ઇચ્છનારનો દેવગણ હોય તો દેવગણનો મંત્ર ઉત્તમ, મનુષ્યગણનો મધ્યમ અને રાક્ષસગણનો મંત્ર શત્રુ બનશે. રાક્ષસગણને માટે માત્ર રાક્ષસગણનો મંત્ર જ સિદ્ધિપ્રદ છે, બીજો કોઇ નહી. આ બધા ચક્રોમાં એક મહમ ચક્ર છે, તેમાં પહેલાં અકડમ અક્ષરો વચ્ચેના ખાનામાં હોઇ તેનું નામ જ તે પરથી પડયું છે. आ ख જ છ F औ बफ क्ष ल त घई el Coll of ઉપરોકત ચક્રમાં સાધના કરનારનું નામ જે ખાનામાં હોય તેનો પહેલો અક્ષર તે ખાનાથી ગણતાં ગણતાં મંત્રનો પહેલો અક્ષર જે ખાનામાં હોય ત્યાં સુધી ગણતરી કરતા જવી. ગણતરી દક્ષિણાર્વત કરવી. મંત્રનો અક્ષરપહેલા જ પ્રકોષ્ઠમાં હોય તો સિદ્ધ, બીજા પ્રકોષ્ઠમાં હોય તો સાધ્ય, ત્રીજા પ્રકોષ્ઠમાં હોય તો સુસિદ્ધ, ચોથા ખાનામાં હોય તો શત્રુ સમજવો. સિદ્ધ અને સુસિદ્ધ મંત્રો ઉત્તમ, સાધ્ય મંત્રો મધ્યમ, શમંત્રો કનિષ્ઠ છે. આવાં અનેક ચક્રો છે, પણ વિસ્તારભયે બધાં આપેલાં નથી. અપવાદઃ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ, સ્ત્રીગુરુએ આપેલ, ત્રણ અક્ષરના વૈદિક મંત્રોમાં પંચાક્ષર,અષ્ટાક્ષર, હંમંત્ર, ગોપાલાદિ કૃષ્ણમંત્રો, શ્રી શ્રી પદ્માવતી મંત્રો તથા શ્રી નમસ્કાર મંત્રમાં, નમોઘુર્ણ મંત્રમાં, ચોવીસ તીર્થકર ભગવંતોના મંત્રોમાં અને દસ મહાવિદ્યાઓના મંત્રોમાં આ બધું જોવા-સમજવાની જરૂર નથી. શાબર મંત્રોમાં ગુરમુખે જે પ્રાપ્ત થાય તે જમંત્ર કલ્યાણકારી બની રહે છે. અર્ધમાગધી, પાલી અને અન્યઇસ્લામી મંત્રોમાં પણ આવી શોધ કરવાની નથી. યક્ષયક્ષિણી મંત્રો, ભૈરવ મંત્રો, કુષ્માંડો, ભૂતપ્રેતાદિના મંત્રો, અઘોરી સાધનાના મંત્રો, વશીકરણાદિ મંત્રોમાં આ બધી વિધિઓ જરૂરી છે. મંત્રદીક્ષાનું મુહૂર્ત અને પૂર્વગો: મંત્રદીક્ષા લેતા પહેલાં મંત્રજ્યોતિષની દષ્ટિએ ઉત્તમ દૈવજ્ઞને મળીને મુહૂર્ત લેવું જોઈએ. મંત્રગ્રહણનો માસ, પક્ષ, તિથિ, સમય વગેરેના નિર્ણયો પોતાની જન્મકુંડળી, ગોચર ગ્રહભ્રમણ ઇત્યાદિ અનેક બાબતોની ઝીણવટભરી તપાસ કરીને લેવાય છે. વૈશાખ, શ્રાવણ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, માઘ અને ફાલ્ગન માસ ઉત્તમ છે. પરંતુ ઉત્તરાયણ અને ગરબળ, ચંદ્રબળ ઉત્તમ હોય ત્યારે દીક્ષાગ્રહણ થઇ શકે છે. જન્મકુંડળીમાં પ્રથમ, દ્વિતીય, પંચમ, નવમ ભાવ દીક્ષાગ્રહણમાં જોવા જરૂરી છે. પુરષોત્તમ માસ નિષિદ્ધ છે.શુકલ પક્ષ ઉત્તમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy