SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ( ૧૬૧ ઉપયોગ થાય છે. શેષ બધું જ શાંતિકર્મની જેમ કરવું. વશીકરણ : મનુષ્ય તથા પ્રાણીને પોતાના મનની શકિતથી બાંધવાં તથા તેમની પાસે પોતાનું ધાર્યું કરાવવા દિવ્યશકિત વાપરવી, તેને વશીકરણ કહેવાય. ઉત્તર દિશા સન્મુખ બેસીને આ ક્રિયા કરાય છે. તેજતત્ત્વ જ્યારે ચાલતું હોય ત્યારે આ ક્રિયા પ્રારંભ કરવાથી ત્વરિત સફળતા મળે છે. સાધકે આ કર્મ સાધવા લાલ વસ્ત્ર ધારણ કરવાં. જપમાળા લાલ રાખવી. બેસવા માટેનું આસન લાલ રાખવું. પૂજા માટેની ફૂલ, ચંદન આદિ સામગ્રી લાલ રાખવી.ભોજન પણ લાલ રંગના સાત્ત્વિક અન્નનું લેવું. લાલ રંગથી રંગેલ રૂમમાં બેસી ઈષ્ટનું ધ્યાન પણ લાલ વર્ણમાં કરવું. વશીકરણ માટે “વ મંત્રપદનો ઉપયોગ કરવામાં આવે છે. આકર્ષણ સ્ત્રી, પુરુષ અથવા પશુના મનને મોહિત કરી, ઈચ્છિત જગ્યાએ લાવવા માટે આ ક્રિયા કરવામાં આવે છે. આ કર્મ બીજાને ક્ષોભ ઉત્પન્ન કરવા માટે પણ કામમાં લેવામાં આવે છે. આ ક્રિયા વશીકરણના એક પ્રકાર જેવી છે. દક્ષિણ દિશા સન્મુખ બેસીને સાધવાનું વિધાન છે. આકર્ષણ માટે “વૌષટ મંત્રપદનું વિધાન જોવા મળે છે. શેષ સર્વ સૂચના વશીકરણની જેમ સમજવી. સ્તંભન મનુષ્ય અથવા પશુને જડ જેવા બનાવવા અર્થાત્ કોઈ પણ કાર્ય ન કરી શકે એવી સ્થિતિમાં મુકી દેવા માટે આ કર્મ કરાય છે. ઈશાન વિદિશા સન્મુખ બેસી, જ્યારે પૃથ્વીતત્ત્વ ચાલતું હોય ત્યારે આ કર્મનો પ્રારંભ ફળદાયી બને છે. પીળાં વસ્ત્ર ધારણ કરવાં. પીળી માળા રાખવી. બેસવા માટે આસન પીળું રાખવું. પૂજાની સામગ્રી પીળી રાખવી. ભોજન પીળા રંગના અન્નનું લેવું. પીળા રંગથી રંગેલ રૂમમાં બેસી ઈષ્ટનું ધ્યાન પણ પીળા વર્ણમાં કરવું જોઈએ. સ્તંભન માટે ‘૩ મંત્રપદનું સંયોજન કરવામાં આવે છે. વાણી-સ્તંભન, બુદ્ધિ-સ્તંભન,દરિ-સ્તંભન આદિ સ્તંભનના અનેક પ્રકારો છે. નિષેધ (મારણ) કર્મ, ઉચ્ચાટન અને વિશ્લેષણ - આ ત્રણ કર્મો ક્રૂરતમ અને અતિ નિકૃષ્ટ ગણેલાં છે. આ કર્મો જે વ્યકિતઓ પર કરવામાં આવે તેનું પુણ્ય પ્રબળ હોય તો સાધક ઉપર જ પાછાં વળે છે. આ કર્મોની બીજા ઉપર અસર થાય કે ન થાય, પણ સાધક પર તેની વિપરિત અસર થાય છે. જ્ઞાની વ્યકિત આ કર્મોને તાજ્ય જ ગણે છે. છતાં વિષયનું નિરૂપણ કરતા, આટલી સ્પષ્ટતા પછી પણ આ હીન પ્રવૃત્તિનો ખ્યાલ આપવા આ કર્મોનો વિચાર કરીશું. (૧) નિષેધ કર્મ : નિષેધ એટલે અહીં મારણ સમજવું. મનુષ્ય, પ્રાણી, પક્ષી અથવા કોઈ પણ જીવનમાં જીવનને ટુંકાવી નાખવાં આ વૃણિત પ્રયોગ ઘણા ક્રૂર અને સ્વાર્થી વ્યકિતઓ દ્વારા થાય છે. કાળાં વસ્ત્રો, કાળું આસન, કાળી માળા, કાળા અન્નનું ભોજન તથા કાળા વર્ણમાં ઈરનું ધ્યાન કરવાનો ઉલ્લેખ છે. એમાં ‘જે જે મંત્રપદનું સંયોજન કરાય છે. અગ્નિ વિદિશા તથા સ્વરશાસ્ત્રના નિયમથી આકાશતત્ત્વ જ્યારે ચાલતું હોય ત્યારે સાધના પ્રારંભ કરાય છે. (૨) ઉચ્ચાટન: કોઈ પણ વ્યકિતની માનહાનિ કરવા, ઘર છોડાવવા કે ગામ, નગર અથવા દેશ છોડાવવા તથા અનિચ્છિત પ્રાણી આદિને ભગાડી મૂકવા આ કર્મનો ઉપયોગ કરાય છે. નીલ વર્ણનાં વસ્ત્રો ધારણ કરી, તે જ રંગનાં આસન, માળા તથા એવા જ રંગના અન્નનું ભોજન ગ્રહણ કરવા ઉપરાંત એ જવર્ણથી ઈરનું ધ્યાન કરવું એવી વિધિ છે. પશ્ચિમ દિશા તેમ જ સ્વરશાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યારે વાયુતત્ત્વ ચાલતું હોય ત્યારે સાધના પ્રારંભ કરાય છે. “ વા મંત્રપદનું તેમાં સંયોજન કરાય છે. (૩) વિશ્લેષણ : બે વ્યકિતઓ વચ્ચેનો પ્રેમભાવ નષ્ટ કરવા; કંકાસ, વૈર, ઝગડા કરાવવા તથા કાયમ માટે છૂટા પાડી દેવા એનો ઉપયોગ થાય છે. હું એ મંત્રપદનું સંયોજન છે. બાકીની વિધિ ઉચ્ચાટન કર્મ'ની વિધિ પ્રમાણે હોય છે. મદ્રાઃ તંત્ર-મંત્ર શાસ્ત્રમાં વપરાતી અતિ પ્રસિદ્ધ મદ્રા અલગ અલગ કાર્યો માટે અલગ અલગ વપરાય છે. તેમાં સૌભાગ્યમુદ્રા વશીકરણ ને લોભ માટે, સુરભિમુદ્રા શાંતિ-તુષ્ટિ ને પુષ્ટિ માટે, પ્રવચનમુદ્રા જ્ઞાનનાં અચિંત્યાયોપશમ માટે, પરમેષ્ઠીમુદ્રા સર્વકાર્યસિદ્ધિ માટે તથા અંજલિમુદ્રા આત્મશ્રેયાર્થે ઉપયોગમાં લેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy