SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સ્વરૂપને સારી રીતે જાણવું અત્યંત જરૂરી છે. સાધનામાં સર્વપ્રથમ ઈષ્ટનું ધ્યાન આવશ્યક છે. તે કારણે ઈષ્ટનું સ્વરૂપ, ગુણ, શકિત, સામર્થ્ય આદિને સાચી રીતે જાણવા, ચિંતવવા તથા તેવાં ગુણશકિત અને સામર્થ્ય ઈષ્ટની કૃપાથી મળે તેવી ભાવના ભાવવી. હવે સાધનાના આરંભથી અંત સુધીની વિશેષ ક્રિયાઓનો વિમર્શ કરીશું. પૂજા આદિની મુખ્ય તૈયારી તથા ઈષ્ટનું સ્થાપન હંમેશાં કુંભક કરીને અર્થાત્ શ્વાસ અંદર લઈને, રોકીને પછી જ કરવું જોઈએ. પાણીથી શરીરનાં અંગો શુદ્ધ કરી, અબોટ વસ્ત્રો ધારણ કરી, આસનસ્થાપી, ઈર્યાપથીકીની ક્રિયા કરી, સર્વ સામાન પાસે રાખવો. એ પછી ભૂમિશુદ્ધિ, અંગન્યાસ, શરીરરક્ષા, દિગ્યાલ આવાન, હૃદયશુદ્ધિ, મંત્રસ્નાન, કલ્મષદહન, પંચપરમેષ્ઠી સ્થાપના, આહ્વાન, સ્થાપન, સંનિધાન, સંનિરોધ, અવગુંઠન, પૂજા, બાન, જાપ, ક્ષોભણ, વિસર્જન તથાસ્તુતિ આદિ ક્રિયાઓ યથાયોગ્ય સાધનાઓમાં યથાયોગ્ય રીતે નીચે મુજબ ક્રમશઃ કરવી. ૧. ભૂમિશુદ્ધિઃ વાસચૂર્ણને ભૂમિશુદ્ધિના મંત્રથી મંત્રી, સાધના માટે પસંદ કરેલ ભૂમિ ઉપર છંટકાવ કરવો, જેનાથી વાતાવરણ પવિત્ર બને છે. ૨. અંગન્યાસ : બીજાક્ષરોને શરીરનાં નિશ્ચિત અંગો પર પરિકલ્પવાં. ૩. શરીરરક્ષાઃ કોઈપણ શકય હોય એવા ઉપદ્રવથી શરીરનું રક્ષણ કરવા મંત્ર દ્વારા શરીર પર કવચ ધારણ કરવા માટેની ક્રિયા. ૪. દિકપાલ આહવાન દસે દિશાઓના અધિપતિ દેવતાઓને મંત્ર દ્વારા આમંત્રણ આપી, યથાયોગ્ય પૂજા કરવી. ૫. હૃદયશુદ્ધિઃ ખરાબ ચિંતનથી દુષિત થયેલાં હૃદયને મંત્રથી પવિત્ર બનાવવું. ૬. મંત્રસ્નાનઃ સર્વ તીર્થનાં પવિત્ર જળથી પોતાનું શરીર સ્વચ્છ બને છે એ પ્રકારની કલ્પના કરવી અને અશુચિ દર કરવી. ૭. કલ્મષદહન: પોતાના દ્વારા જે માનસિક, વાચિક કે કાયિક પાપ થયેલાં છે તેનું આ વિદ્યા દ્વારા દહન કરવું. ૮, પંચપરમેષ્ઠી સ્થાપના : અરિહંત, સિદ્ધ, આચાર્ય,ઉપાધ્યાય અને સાધુભગવંત - એ પાંચ પરમ ઈષ્ટની સ્થાપના કરવી. ૯, આહુવાન : અંજલિમુદ્રા વડે સાધ્ય ઈષ્ટનું સાન્નિધ્ય મેળવવા માટે સબહુમાન બોલાવવાની ક્રિયા. ૧૦. સ્થાપન : અંજલિમુદ્રાથી વિપરીત મુદ્રા કરી યોગ્ય જગ્યાએ ઈષ્ટને સ્થાપવા માટેની ક્રિયા. ૧૧. સંનિધાન : ઈષ્ટ સાથે સામીપ્ય મેળવવા માટેની ક્રિયા. ૧૨. સંનિરોધ. ૧૩. અવગુંઠન. ૧૪. પૂજા : યોગ્ય સામગ્રી વડે પોતાની શ્રદ્ધા અને ભાવ દર્શાવવાની ક્રિયા. ૧૫ ધ્યાન : ઈષ્ટના ગુણ, શકિત અને સામર્થ્યનું ચિંતન. ૧૬. જાપઃ ઈનું સાંનિધ્ય અને કૃપા મેળવવા માટે વિશિષ્ટ શબ્દોના સંયોજનનું પુનઃ પુનઃ યથાવિધિસ્મરણ. ૧૭, ક્ષોભણ: ઈષ્ટના આસનને જા૫ કર્યા બાદ યોગ્ય સ્થાને મૂકવા માટે ઉત્થાપનની ક્રિયા. ૧૮. વિસર્જનઃ ઈરના જાપ થયા બાદ તે કાર્યથી તાત્કાલિક નિવૃત્ત થવા ઈષ્ટને સબહુમાન તેમના સ્થાને તેમને પુનઃ પધારવા વિનંતી કરવાની ક્રિયા. ૧૯. સ્તુતિ : આહવાન, પૂજા, વિસર્જન આદિ માંત્રિક ક્રિયાઓમાં કંઈ પણ ભૂલ રહી હોય અથવા આજ્ઞાહીન, ક્રિયાહીન, મંત્રહીન થયું હોય, તે માટે ક્ષમાપના માંગવા માટેની ભાવપૂર્ણ સ્તુતિ કરવી. અંતમાં, તાંત્રિક સાધનામાં અલગ અલગ આઠ પ્રકારને થોડા વિસ્તારથી સમજવા પ્રયાસ કરીશું. શાંતિકર્મ રોગનાં ઉપશમન, દુગ્રહની ખરાબ અસર તથા મંત્ર, તંત્ર અને તંત્ર દ્વારા કરાયેલ ઘાતક પ્રયોગનાં ઉપશમન માટે કરવામાં આવતી પવિત્ર ક્રિયાને શાંતિકર્મ કહેવાય છે. શાંતિકર્મ માટે સાધકે નેઋત્ય વિદિશા સન્મુખ બેસવું. સફેદ વસ્ત્ર ધારણ કરવાં. સફેદ અન્ન આદિનું ભોજન કરવું. જપમાળા સફેદ રાખવી. બેસવા માટેનું આસન પણ સફેદ રાખવું. સફેદ રંગથી રંગેલી રૂમમાં બેસવું. ઈષ્ટનું ધ્યાન પણ સફેદ વર્ણમાં કરવું. જાપનો પ્રારંભ શુદ પખવાડિયામાં તેમજ સ્વરશાસ્ત્રના નિયમે જળતત્ત્વમાં કરવો ઉત્તમ અને ઉપયોગી મનાયો છે. શાંતિકર્મ માટે ‘વી મંત્રપદનો ઉપયોગ વિશેષથી થાય છે. તુષ્ટિપુષ્ટિ કર્મ સફળતા મેળવવી એ તુષ્ટિ તથા ધન-સંપત્તિ અને ભોગ-ઉપભોગની સાધન-સામગ્રી મેળવવી એ પુષ્ટિ કર્મ કહેવાય. આ કર્મ માટે વાયવ્ય વિદિશા શ્રેષ્ઠ મનાય છે. તથા તે માટે ‘વધ મંત્રપદનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy